કામચલાઉ મેરિટ યાદી અંગે ઉમેદવારોએ ધ્યાનમાં લેવાની બાબતો
ડી.એલ.એડ. પ્રથમ વર્ષ પ્રવેશ ૨૦૨૬-૨૦૨૭
ડી.એલ.એડ. પ્રથમ વર્ષ પ્રવેશ ૨૦૨૬-૨૭ અન્વયે જાહેર કરવામાાં આવેલ કામચલાઉ મેરિટ યાદી અંગે તમામ ઉમેદવારોએ નીચેની સૂચનાઓ ધ્યાનપૂર્વક વાાંચી તે અંગે જરૂરી કાર્યવાહી કરવાની રહેશે. અન્યથા ઉમેદવારની પોતાની જવાબદારી રહેશે.
વાંધા અરજી/ સુધારા વધારા કરાવવા અરજી તા.૭/૮/૯ – સપ્ટેમ્બર દરમિયાન જે સ્વીકાર કેન્દ્ર ખાતે ફોર્મ જમા કરાવ્યું હતું તે કેન્દ્ર ખાતે અરજી કરવાની રહેશે.
તમામ ઉમેદવારોએ પોતાના Username અને Password નો ઉપયોગ કરી ptc.dpegujarat.in વેબસાઇટ પર લોગ ઈન થઇ પોતાનું કામચલાઉ મેરિટ અને નીચે મુજબની અન્ય વિગતો ચકાસી લેવાની જવાબદારી ઉમેદવારની પોતાની રહેશે. આ અંગે ભવિષ્યમાં આગળ કોઈ પણ પ્રકારની ક્ષતિ જણાશે તો સંબંધિતની ઉમેદવારી રદ કરવામાાં આવશે. જે અંગેની તમામ જવાબદારી ઉમેદવારની પોતાની રહેશે.
1. ઉમેદવારનું નામ / સરનામું
2. ઉમેદવારની જાતિ (અનામત કક્ષાના ઉમેદવાર માટે)
3. ઉમેદવાર: પુરૂષ / મહિલા/ અન્ય
4. ઉમેદવાર દિવ્યાંગ હોય તો તેની કેટેગરી અને ટકાવારી
5. ઉમેદવારની જન્મ તારીખ
6. ધોરણ -૧૨/ આઈટીઆઈ/ ડીપ્લોમા પાસ કર્યાના કુલ ગુણ / મેળવેલ ગુણ / ટકા
7. ધોરણ – ૧૦ અને ૧૨ માાં અભ્યાસનું માધ્યમ (તે જ માધ્યમમાં પ્રવેશ ફાળવવામાં આવશે)