TET-1 ૨૦૨૫ સંપૂર્ણ પેપર સોલ્યુશન વિગતવાર જવાબો સાથે
કુલ પ્રશ્નો – 150 અને કુલ ગુણ – 150
સીરીઝ: A
TET 1 Solved Paper 2025

TET 1 Solved Paper 2025
(1) ‘વૃદ્ધિના પરિણામે પ્રાપ્ત થતું સામર્થ્ય એ વિકાસ છે.’ વિકાસની આ વ્યાખ્યાને સમજાવતું ઉદાહરણ કયું છે?
(A) સ્નાયુઓની વૃદ્ધિ થતા બાળકનું કદ વધે છે.
(B) સ્નાયુની વૃદ્ધિ થતા બાળક સાઈકલની બ્રેક મારતા શીખે છે?
(C) હાડકાંની વૃદ્ધિ થતા બાળકની ઉંચાઈ વધે છે.
(D) સ્નાયુઓ અને હાડકાંની વૃદ્ધિ થતા બાળકનું વજન વધે છે.
Video : CLICK HERE
TET 1 Solved Paper 2025
(2) બાળકને જે વિસ્તારમાં રહે છે ત્યાંની આબોહવાની તેના વિકાસ પર જોવા મળતી અસરને વાતાવરણની અસર કહેવાય છે. અહીં કેવા પ્રકારના વાતાવરણની વાત કરવામાં આવી છે?
(A) ભૌતિક વાતાવરણ
(B) આંતરિક વાતાવરણ
(C) સામાજિક વાતાવરણ
(D) પારિવારિક વાતાવરણ
(3) એક શિક્ષક જુદા-જુદા ચહેરાઓ (emoji)ના કાર્ડસનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓને તેમની લાગણી વ્યક્ત કરવાની પ્રવૃત્તિ કરાવે છે. આ પ્રવૃત્તિ બાળકના ક્યા વિકાસને સંબંધિત છે?
(A) ભાષા વિકાસ
(B) સાંવેગિક વિકાસ
(C) માનસિક વિકાસ
(D) સામાજિક વિકાસ
TET 1 Solved Paper 2025
(4) ફ્રોબેલે આપેલ બાળશિક્ષણ પદ્ધતિમાં વપરાતા શૈક્ષણિક સાધનો કયા ખાસ નામથી ઓળખાય છે?
(A) ફ્રોબેલના રમકડાં
(B) ફ્રોબેલના TLM
(C) ફ્રોબેલની પ્રવૃત્તિ
(D) ફ્રોબેલની બક્ષિસ
(5) ચૌદ વર્ષની ઉંમરવાળા ચાર બાળકો A, B, C અને D ની માનસિક વય અનુક્રમે 12, 14, 15 અને 18 વર્ષ છે. આ ચાર પૈકી જેનો બુદ્ધિઆંક 100 કરતાં ઓછો હોય તેવા બાળકની ઓળખ કરો.
(A) D
(B) C
(C) B
(D) A
TET 1 Solved Paper 2025

TET 1 Solved Paper 2025
VIDEO : CLICK HERE
(6) નીચેના પૈકી શું જ્ઞાન પ્રત્યેના મનના વલણનો પ્રકાર નથી?
(A) સંશય (doubt)
(B) મત (opinion)
(C) માન્યતા (belief)
(D) નિશ્ચિતતા (certitude)
(7) આનુવંશિક લક્ષણોનું ચોક્કસ ઉંમરે આપમેળે થતું પ્રગટીકરણ એટલે…
(A) વૃદ્ધિ
(B) વિકાસ
(C) પરિપક્વતા
(D) અપરિપક્વતા
TET 1 Solved Paper 2025
(8) સામાજિકતાનો વિકાસ એટલે..
(A) પોતાની જાતમાં ખોવાઈ જઈ ભાષાકીય રીતે સમૃદ્ધ બનવું.
(B) પોતાની અને બીજાની ઉન્નતિ માટેના સમવર્ધનનો વિકાસ સાંધવો.
(C) હકારાત્મક અને નકારાત્મક લાગણીઓનો વિકાસ સાંધવો.
(D) સ્વસ્થ અને સક્ષમ વ્યક્તિઓથી પોતાની જાતને જુદી પાડતાં શીખવું.
(9) બાળકની જિજ્ઞાસાવૃત્તિ અને ગ્રહણ શક્તિ કયા સમયગાળામાં ખૂબ તીવ્ર હોય છે.
(A) પૂર્વ પ્રાથમિક શિક્ષણ
(B) પ્રાથમિક શિક્ષણ
(C) ઉચ્ચ-પ્રાથમિક શિક્ષણ
(D) માધ્યમિક શિક્ષણ
TET 1 Solved Paper 2025
(10) “બુદ્ધિનો સંપૂર્ણ વિકાસ ઈન્દ્રિયોના વિકાસ પર જ અવલંબે છે’ એવું કોનું માનવું છે.
(A) થર્સ્ટન
(B) સિપિયરમેન
(C) મેડમ મોન્ટેસરી
(D) હેનમોન
TET 1 Solved Paper 2025

TET 1 Solved Paper 2025
(11) અધ્યેતા પૂર્વજ્ઞાન પ્રત્યે ધ્યાન કેન્દ્રીત કરી તેના રૂપાંતર અને સંગ્રહ દ્વારા પુનઃ સ્મરણ સાથે જ્ઞાનને જોડે તે સિદ્ધાંત એટલે…
(A) પ્રત્યક્ષીકરણનો સિદ્ધાંત
(B) સક્રિયતાનો સિદ્ધાંત
(C) આંતરક્રિયાનો સિદ્ધાંત
(D) માહિતી સંસ્કરણ સિદ્ધાંત
(12) બાળકોમાં ક્રોધ, ભય, ઈર્ષ્યા વગેરેનું નિયંત્રણ થવું જરૂરી છે. આ માટે, નીચેનામાંથી કયા પ્રકારના વિકાસ પર વધુ ધ્યાન આપવું જોઈએ?
(A) શારીરિક વિકાસ
(B) માનસિક વિકાસ
(C) સાંવેગિક વિકાસ
(D) સામાજિક વિકાસ
(13) નીચેના પૈકી કઈ જોડ અયોગ્ય છે?
(A) મનોસામાજિક વિકાસ – એરિક્સન
(B) કિન્ડર ગાર્ટન – ફ્રોબેલ
(C) ઈન્દ્રિય શિક્ષણના સાધનો – જહોન ડ્યૂઈ
(D) બુદ્ધિની સમજ – થોર્નડાઈક
TET 1 Solved Paper 2025
(14) વર્ગમાં એક વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીઓનો સ્વીકાર કેટલે અંશે કરે છે, તે જાણવા માટે શું ઉપયોગી થશે?
(A) વાક્યપૂર્તિ કસોટી
(B) સામાજિકતામિતિ
(C) બેલ અનુકૂલન સંશોધનિકા
(D) વિદ્યાર્થી સમસ્યા સંશોધિનિકા
TET 1 Solved Paper 2025
TET 1 Solved Paper 2025
(15) બ્રુનર દ્વારા રજૂ કરવામાં આવેલ અન્વેષણાત્મક અધ્યયન (Discovery Learning) અભિગમ કયા સિદ્ધાંતને સમર્થન આપે છે?
(A) વર્તનવાદ
(B) સંરચનાવાદ
(C) સમષ્ટિવાદ
(D) જ્ઞાનાત્મકવાદ
(16) વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો (CWSN) એટલે એવા બાળકો કે જેઓ…
(i) સામાન્ય બાળકોથી તદ્દન ભિન્ન હોય છે.
(ii) આવા બાળકો દિવ્યાંગ જ હોય છે.
(A) વિધાન (i) સાચું, વિધાન (ii) સાચું
(B) વિધાન (i) સાચું, વિધાન (ii) ખોટું
(C) વિધાન (i) ખોટું, વિધાન (ii) સાચું
(D) વિધાન (i) ખોટું, વિધાન (ii) ખોટું
(17) ડિસ્લેક્સિયા ધરાવતા બાળક માટે નીચેના પૈકી શું સાચું નથી?
(A) તે ઊંધુ વાંચે છે. (જમણેથી ડાબે)
(B) શબ્દને ખોટી રીતે વાંચે છે.
(C) દિશા ઓળખવામાં તકલીફ પડે છે.
(D) અતિમંદ ગતિએ લખે છે.
TET 1 Solved Paper 2025
(18) શ્રીમદ્ ભગવદ્ ગીતાનું પ્રધાન વાક્ય ‘અહં બ્રહ્માસ્મિ’ શું સુચવે છે?
(A) મનુષ્યની સમાનતા
(B) મનુષ્યની શ્રેષ્ઠતા
(C) મનુષ્યનું ગૌરવ
(D) મનુષ્યની નિજતા
(19) ઓટિઝમ ધરાવતી વ્યક્તિમાં નીચેનામાંથી કયું લક્ષણ જોવા મળે છે?
(A) બીજાઓ સાથે સરળતાથી ભળી જવું.
(B) જૂથકાર્યમાં સક્રિયપણે ભાગ લેવો.
(C) પોતાની દુનિયામાં મસ્ત રહેવું.
(D) નવા મિત્રો બનાવવામાં ખૂબ જ રસ ધરાવવો.
(20) આ સમસ્યાથી ગ્રસ્ત બાળક ભાષાનો યોગ્ય ઉપયોગ કરી શકતું નથી અને ન સમજાય તેવું બોલે છે.
(A) વાચનમાં અક્ષમતા
(B) ગણનમાં અક્ષમતા
(C) લેખનમાં અક્ષમતા
(D) સ્વલીનતા
TET 1 Solved Paper 2025

TET 1 Solved Paper 2025
(21) આકૃતિમાં A, B અને C માટે શું સાચું છે?

(A) A = મૂલ્યાંકન, B = પરીક્ષણ, C = માપન
(B) A = પરીક્ષણ, B = માપન, C = મૂલ્યાંકન
(C) A = માપન, B = મૂલ્યાંકન, C = પરીક્ષણ
(D) A = માપન, B = પરીક્ષણ, C = મૂલ્યાંકન
TET 1 Solved Paper 2025
(22) અધ્યયન સંબંધિત અક્ષમતા ધરાવતા બાળકોમાં કયું લક્ષણ જોવા નહીં મળે?
(A) અતિ ક્રિયાશીલ રહે છે.
(B) અકારણ ગુસ્સે થાય છે.
(C) વર્ગકાર્યમાં એકાગ્રતાથી જોડાય છે.
(D) યાદ રાખવામાં મુશ્કેલી અનુભવે છે.
(23) અધ્યેતા કેટલું શીખ્યા? કેવી રીતે શીખ્યા? તે જાણવા કયા પ્રકારનું મૂલ્યાંકન વધુ ઉપયોગી બને છે.
(A) સ્વ-અધ્યયન કાર્યનું મૂલ્યાંકન
(B) રચનાત્મક મૂલ્યાંકન
(C) સત્રાંત મૂલ્યાંકન
(D) મૌખિક અને લેખિત મૂલ્યાંકન
TET 1 Solved Paper 2025
(24) શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે…
(A) અધ્યેતાએ વર્ષાંતે પ્રાપ્ત કરેલ વિવિધ સાક્ષરી વિષયોની એકંદરી સિદ્ધિનું મૂલ્યાંકન
(B) અધ્યેતાના વ્યક્તિત્વને ઓળખવા માટેનું મૂલ્યાંકન
(C) અધ્યેતાની શૈક્ષણિક, સામાજિક, બૌધિક અને શારીરિક ‘બાબતોનું’ મૂલ્યાંકન.
(D) વર્ગખંડ શિક્ષણ પ્રક્રિયા દરમિયાન થતું મૂલ્યાંકન
(25) સમાવેશી શિક્ષણનું મૂલ્યાંકન કેવી રીતે કરવું જોઈએ?
(A) પરંપરાગત રીતે
(B) મૂલ્યાંકનનાં માપદંડોમાં લચિલાપણું અને ઔદાર્ય દાખવી.
(C) મૂલ્યાંકન સમાનતાના ધોરણે જ કરવું જેથી વંચિત જૂથ પાછળ ન રહી જાય.
(D) મૂલ્યાંકનની પ્રવિધિ એકરૂપ રાખવી.
TET 1 Solved Paper 2025

TET 1 Solved Paper 2025
(26) બહુશ્રેણીય શિક્ષણમાં સિન્ડિકેટ પ્રયુક્તિ એટલે શું?
(A) વિદ્યાર્થી-વિદ્યાર્થી શિક્ષણની પ્રયુક્તિ
(B) ફળિયા મોનીટરીંગ શિક્ષણ પ્રયુક્તિ
(C) નિવૃત્ત શિક્ષક કે કેળવણીકારનો શિક્ષણમાં ઉપયોગ પ્રયુક્તિ
(D) શાળામાં અવેજી શિક્ષકથી શિક્ષણ પ્રયુક્તિ
(27) “વર્ગખંડ શિક્ષણ દરમિયાન બાળકને યોગ્ય સમયે યોગ્ય બદલો આપવાથી શિક્ષણ દૃઢ બને છે’ – આ વિધાન કયા સિદ્ધાંત માટે લાગું પાડી શકાય?
(A) કારક અભિસંધાનનો સિદ્ધાંત
(B) સામાજિક અધ્યયનનો સિદ્ધાંત
(C) મોડલિંગનો સિદ્ધાંત
(D) વાતાવરણવાદનો સિદ્ધાંત
(28) વિદ્યાર્થીની ગણિતની નોટબુકમાં ગણેલા દાખલામાં ભૂલો દર્શાવી શિક્ષકે તેના માટે દાખલા ફરીથી સમજાવ્યા. આ પ્રક્રિયા કયા પ્રકારનું મૂલ્યાંકન દર્શાવે છે?
(A) અધ્યયનનું મૂલ્યાંકન
(B) અધ્યયન માટેનું મૂલ્યાંકન
(C) અધ્યયન દ્વારા મૂલ્યાંકન
(D) અધ્યયન એજ મૂલ્યાંકન
TET 1 Solved Paper 2025
(29) વર્ગવ્યવહાર દરમિયાન નીચેના પૈકી કઈ ક્રિયા શિક્ષકની પરોક્ષ અસર દર્શાવે છે?
(A) શિક્ષક વિદ્યાર્થીઓની લાગણીનો સ્વીકાર કરે છે.
(B) શિક્ષક વિષયાંગ સમજાવવા વ્યાખ્યાન આપે છે.
(C) શિક્ષક દાખલાં ગણવા જરૂરી સૂચના આપે છે.
(D) શિક્ષક વિદ્યાર્થીના ખોટા જવાબની ટીકા કરે છે.
(30) મૂર્ત પરથી અમૂર્ત તરફ લઈ જવા માટેના અધ્યયન સૂત્રનું ઉદાહરણ કયું છે?
(A) તાજમહલનું ચિત્ર દર્શાવી આગ્રા વિશે જણાવવું.
(B) વિદ્યાર્થીઓને અલગ-અલગ ત્રિકોણ આપી તેના ખૂણાઓના માપનો સરવાળો 180º સાબિત કરવો.
(C) કાવ્યગાન કર્યા પછી દરેક પંક્તિની સમજ આપવી.
(D) વિવિધ ફૂલો બતાવીને તેની આંતરિક રચનાની સમજ આપવી.
TET 1 Solved Paper 2025

TET 1 Solved Paper 2025
(31) “કેટકેટલું વિચાર્યું હતું! એમાંનું કંઈ જ ન થયું!’ અહીં દ્વિરુક્તના કયા પ્રકારનો પ્રયોગ થયો છે?
(A) પ્રાસયુક્ત દ્વિરુક્ત
(B) સંયોજક યુક્ત દ્વિરુક્ત
(C) લોપવાળો દ્વિરુક્ત
(D) સંપૂર્ણ દ્વિરુક્ત
(32) ‘મારે માત્ર કલાક માટે ત્યાં જવાનું છે.’– વાક્યમાં નિપાતના કયા પ્રકારનો ઉપયોગ થયો છે?
(A) આદરવાચક
(B) સીમાવાચક
(C) પ્રકીર્ણ
(D) ભારવાચક
પરિચ્છેદ વાંચી પ્રશ્નો 33 થી 35 ના જવાબ આપો.
શૈક્ષણિક તત્ત્વજ્ઞાન એ માન્યતા પર આધારિત છે કે બાળક જન્મથી જ જિજ્ઞાસા, સર્જનાત્મકતા અને શીખવાની સ્વાભાવિક શક્તિ સાથે જન્મે છે. શિક્ષકનું કાર્ય માત્ર જ્ઞાન આપવાનું નથી, પણ બાળકની અંદર રહેલા તેજને ઓળખી તેને ઉછેરવાનું છે. સાચો પ્રાથમિક શિક્ષક વિદ્યાર્થીને પુસ્તકના જવાબ ગોખવા કરતાં પણ જીવનના પ્રશ્નો વિશે વિચારવાનું શીખવે છે. તે વર્ગખંડમાં એવું પર્યાવરણ બનાવે છે જ્યાં ભૂલને નિષ્ફળતા નહીં, પરંતુ નવી સમજ સુધી પહોંચવાનો માર્ગ માનવામાં આવે છે. બાળકોને મૂલ્યો, સહકાર, સંવેદનશીલતા અને જવાબદારી શીખવતી શિક્ષણપ્રવૃતિ જ સાચું શિક્ષણ છે.
બાળકના વ્યક્તિત્વના વિકાસમાં શિક્ષક એક દીવાદાંડીની જેમ રસ્તો બતાવે છે, પરંતુ તેના પર ચાલવાનો નિર્ણય બાળકનો જ હોય છે. વિવિધ તત્ત્વ ચિંતકોના મત મુજબ શિક્ષણનું કામ બહારથી માહિતી ભરવાનું નહીં, પરંતુ અંદરના જ્ઞાનને જાગૃત કરવાનું છે. જ્યારે શિક્ષક દરેક બાળકને અનોખું માનવાની ભાવના રાખે, ત્યારે વર્ગખંડ એક જીવંત શૈક્ષણિક સમુદાય બની જાય છે. શિક્ષણનું સાચું ધ્યેય માત્ર પરીક્ષા માટે તૈયાર કરવાનું નથી, પરંતુ જીવન માટે તૈયાર કરવાનું છે. આ રીતે પ્રાથમિક શિક્ષક બાળકના હૃદયમાં માનવતા, વિચારોની સ્વતંત્રતા અને સકારાત્મક દ્રષ્ટિનું બીજ વાવતો એક સર્જનહાર બને છે.
TET 1 Solved Paper 2025
(33) “ભૂલ નવી સમજ તરફ દોરી જાય છે”—આ વિચાર ઉજાગર કરવા માટે કયો શૈક્ષણિક અનુભવ સૌથી વધુ અસરકારક રહેશે?
(A) ગણિતના સૂત્રોનું રટણ
(B) સ્વઅધ્યયને અવકાશ
(C) ગુણાંક વધારવા માટેના મૉક ટેસ્ટ
(D) પાઠયપુસ્તક અનુસાર વિષયવસ્તુ શીખવવું
(34) શિક્ષકને “દીવાદાંડી’ સાથે સરખાવવા પાછળનો મુખ્ય શૈક્ષણિક સંદેશ શું હોઈ શકે?
(A) શિક્ષક માર્ગ બતાવે છે પણ નિયંત્રણ વિદ્યાર્થીના હાથમાં રહે છે.
(B) શિક્ષક દરેક પગલું અને નિર્ણય નિશ્ચિત કરે છે.
(C) શિક્ષકનું મુખ્ય કાર્ય વિદ્યાર્થીઓને માહિતી આપવાનું જ છે.
(D) શિક્ષક વર્ગખંડનું શિસ્ત નિયમન જાળવે છે.
TET 1 Solved Paper 2025

TET 1 Solved Paper 2025
(35) પરીચ્છેદ સૂચવે છે કે સાચું શિક્ષણ “અંદરની ક્ષમતાને જાગૃત કરવા” પર આધારિત છે. નીચેની કઈ રીત આ વિચાર સાથે સૌથી ઓછું સુસંગત છે?
(A) વિદ્યાર્થીઓને સમસ્યાઓના સ્વતંત્ર ઉકેલ શોધવા પ્રોત્સાહિત કરવું
(B) વિદ્યાર્થીઓના વિચારોને માન્યતા આપી ચર્ચાનો માહોલ બનાવવો
(C) બધાને એકસરખી જવાબદારી આપીને “એકમાત્ર યોગ્ય રીત” શીખવવી
(D) શીખવાના વ્યક્તિગત અનુભવોને મહત્ત્વ આપવું
(36) નીચેનામાંથી ખોટી જોડણી અલગ તારવો.
(A) આશીર્વાદ
(B) મ્યુનિસિપાલિટી
(C) જિજીવીષા
(D) યુયુત્સુ
TET 1 Solved Paper 2025
(37) “આ રમણીનો રાગ કોને મુગ્ધ ન કરે?’ અલંકાર ઓળખાવો.
(A) શ્લેષ અલંકાર
(B) વ્યતિરેક અલંકાર
(C) સજીવારોપણ અલંકાર
(D) રૂપક અલંકાર
TET 1 Solved Paper 2025
નીચેનું કાવ્ય વાંચી તેના આધારે આપેલ પ્રશ્ન ક્રમાંક 38 થી 40 ના જવાબ આપો.
મરજીવિયા
સમુદ્ર ભણી ઊપયા કમરને કસી રંગથી
અટંક મરજીવિયા, ડગ ભરંત ઉત્સાહનાં;
હવા પ્રદીપ્ત નયનો; અથાગ બળ ઊભરે અંગથી;
મહારવ તણી દિશા પર ઠરી બધી ચાહના.
ડર્યાં પ્રિયજનો; બધાં સજલનેત્ર આડાં ફર્યાં,
શિખામણ દીધી : ‘વૃથા જીવન વેડફો કાં ભલા,
કહીંથી વળગી વિનાશકર આંધળી આ બલા?’
પરંતુ દૃઢનિશ્ચયી નહિ જ એમ વાર્યા વળ્યા.
ગયા ગરજતા અફાટ વિકરાલ રત્નાકરે;
તરંગ ગિરિમાળ શા હૃદય ઉપર આથડ્યા;
હઠ્યા ન લવ તો ય, સાહસિક સર્વ કૂદી પડ્યા
અગાધ જળમાં, પ્રવેશ કીધ કાળને ગહ્વર.
ખૂંદ્યાં મરણનાં તમોમય તળો અને પામિયા
અખૂટ મણિમોતીકોષ, લઈ બહાર એ આવિયા.
– પૂજાલાલ
TET 1 Solved Paper 2025

TET 1 Solved Paper 2025
(38) કાવ્ય સંદર્ભે લાગુ ના પડતું હોય તેવું વાક્ય કયું છે?
(A) મરજીવિયા ઉત્સાહથી ડગ ભરતાં સમુદ્ર ભણી ઊપડ્યા.
(B) મરજીવિયા દરિયામાંથી શંખ અને છીપલાં શોધી લાવ્યા.
(C) જીવના જોખમે દરિયામાંથી મોતી કાઢનાર એટલે ‘મરજીવિયા’
(D) તાગ ના આવે તેટલું અતિ ઊંડું સમુદ્રનું જળ હતું.
(39) મરજીવિયાનાં પ્રિયજનો માટે નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી?
(A) રડતાં રડતાં આડાં ફર્યાં.
(B) ખોટી રીતે જીવન ન વેડફવા કહ્યું.
(C) મોઢું મીઠું કરાવી મરજીવિયાને વળાવિયા.
(D) આવી વિનાશકર વાત ક્યાંથી વળગી તેવું વિચારવા લાગ્યાં.
TET 1 Solved Paper 2025
(40) કાવ્યમાં વપરાયેલ ‘ગહ્વર’ શબ્દનો અર્થ શું થાય?
(A) બખોલ
(B) ટેકીલું કામ
(C) વિકરાલ
(D) તેજોમય
નીચે આપેલો ગદ્યાંશ વાંચી તેના આધારે આપેલ પ્રશ્ન ક્રમાંક 41 થી 43ના જવાબ આપો.
સાચી મૈત્રી આશીર્વાદરૂપ છે. સાચો મિત્ર આપણો હંમેશનો સાથીદાર છે. આપણા સુખ દુઃખમાં તે ભાગીદાર બને છે. આપણને સાચા રસ્તે દોરે છે. આપણી સારી વસ્તુઓને કે આપણા ગુણોને તે વખાણે છે અને આપણી અવળી બાજુનો નિર્દેશ કરી આપણને તેનાથી દૂર થવા શિખામણ આપે છે. આપણને અવળે રસ્તે જતાં અટકાવે છે. વિકટ પ્રશ્નમાં તે આપણને સાચી અને યોગ્ય સલાહ આપે છે. આપણા જીવનમાં તે ઓતપ્રોત થઈ જાય છે અને એ રીતે સાચો મિત્ર એક વિશુદ્ધ અરીસાનું કામ કરે છે, આપણું સાચું પ્રતિબિંબ પાડે છે. તદુપરાંત જો પ્રતિબિંબ વિકૃત હોય તો તેને સુંદર બનાવવા મથે છે. મૈત્રીમાં સ્વાર્થભાવના ન હોય. સાચા મિત્ર પાસેથી કંઈ પણ લેવાની વૃત્તિ હરગિજ ન હોવી જોઈએ. બલકે પાસે હોય તે આપવાની વૃત્તિ હોવી જોઈએ. ત્યાગ ભાવના વિનાની મૈત્રી લાંબો સમય ટકતી નથી.
– ગુણવંત શાહ
TET 1 Solved Paper 2025
(41) ગદ્યાંશને આધારે મૈત્રી માટેની કઈ જરૂરી બાબત છે?
(A) ત્યાગ ભાવના
(B) સમર્પણ ભાવના
(C) લેવા કરતાં દેવાની વૃત્તિ
(D) ઘસાઈને ઊજળા થવું
TET 1 Solved Paper 2025

TET 1 Solved Paper 2025
(42) ગદ્યાંશના મધ્યવર્તી વિચારને સૌથી વધારે અનુરૂપ વિધાન કયું છે ?
(A) મિત્ર સુખમાં પાછળ રહે, દુઃખમાં આગળ હોય.
(B) સૌથી ઊંચી સગાઈ મિત્રની
(C) જગની સર્વ કડીઓમાં સ્નેહની સર્વથી વડી.
(D) મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું અમ અંતરમાં વહ્યા કરે.
(43) ગદ્યાંશમાં રજૂ થયેલ મુદ્દાઓમાં સાચો ક્રમ ધરાવતો વિકલ્પ કયો છે?
(A) મૈત્રીનું મહત્ત્વ / મિત્ર પસંદગીનાં ધોરણો / મિત્રની કામગીરી / સાચી મૈત્રીની ખાસિયત
(B) મિત્રની કામગીરી / મિત્ર પસંદગીનાં ધોરણો / મૈત્રીનું મહત્ત્વ / સાચી મૈત્રીની ખાસિયત
(C) મિત્ર પસંદગીના ધોરણો / સાચી મૈત્રીની ખાસિયત / મૈત્રીનું મહત્ત્વ / મિત્રની કામગીરી
(D) સાચી મૈત્રીની ખાસિયત / મૈત્રીનું મહત્ત્વ / મિત્રની કામગીરી / મિત્ર પસંદગીનાં ધોરણો
TET 1 Solved Paper 2025
(44) પ્રાથમિક કક્ષાએ નવા શબ્દો શીખવાડવા માટેની સૌથી સુસંગત અને અસરકારક રીત કઈ છે?
(A) વિદ્યાર્થીઓને નવા શબ્દ લખીને આપી દેવા.
(B) વિદ્યાર્થીઓને નવા શબ્દો પાંચ વાર લખવા આપવા.
(C) શબ્દોને અનુરૂપ કાર્ડ, ચિત્ર વાપરવા.
(D) નવા શબ્દો પર રાઈમિંગ બનાવીને વગાડવી.
(45) હાલમાં મૂળાક્ષર શીખવવાનો ક્રમ નીચેનામાંથી કયો છે?
(A) ગ, મ, ન, જ, લ, ટ, ચ, ખ, વ, ર, સ, દ, પ, ડ, ત, ણ
(B) ગ, મ, ન, જ, વ, ર, સ, દ, પ, ડ, ત, ણ, ક, બ, અ, છ
(C) ગ, મ, ન, જ, વ, ર, સ, દ, ક, બ, અ, છ, પ, ડ, ત, ણ
(D) ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ
(46) “નાનકડો જય ચાલતાં-ચાલતાં ખડખડાટ હસી પડ્યો. એ જોઈને બાકીનાં સૌ પણ હસવા લાગ્યાં.”—આ વાક્યમાં ક્રિયાવિશેષણ કયું છે?
(A) પણ
(B) ખડખડાટ
(C) ચાલતાં-ચાલતાં
(D) હસી પડ્યો-હસવાં લાગ્યાં.
TET 1 Solved Paper 2025
(47) આપેલ અધ્યયન નિષ્પત્તિમાંથી કઈ ધોરણ – 1 ના વિદ્યાર્થીઓને લાગું પડતી નથી?
(A) કવિતા અને જોડકણાં સાંભળે અને ગાય છે.
(B) ચિત્ર અને અન્ય સંદર્ભોનો ઉપયોગ કરીને પાઠ્યસામગ્રીમાં આવતા શબ્દોના અર્થનું અનુમાન કરે છે.
(C) લખાણમાં અપરિચિત શબ્દોના અર્થ જાણવા માટે બાળ શબ્દકોશનો ઉપયોગ કરે છે.
(D) સરળ કથાવસ્તુ અને પાત્રો સાથેની વાર્તા બનાવે છે.
(48) ‘રમે તેની રમત’ની યાદી મુજબ ધોરણ 1-2 ના વિદ્યાર્થીઓને દિવસના અંતે કેટલી મિનીટ રમાડવી જોઈએ?
(A) 30 મિનીટ
(B) 90 મિનીટ
(C) 70 મિનીટ
(D) 65 મિનીટ
(49) ભાષા સજ્જતામાં કોઈક પાસાં ચૂકી ન જવાય તે માટે શિક્ષકે શું કરવું જોઈએ?
(A) વાર્તાનું ભાવવાહી પઠન અવશ્ય કરવું
(B) વાર્તા બનાવવી
(C) વાર્તાનું નાટયીકરણ કરવું
(D) વર્ગ સમક્ષ વાર્તા કહેવી
TET 1 Solved Paper 2025
(50) “તમને તમારા શૈક્ષણિક પ્રયોગો અજમાવવાની સ્વતંત્રતા આપવામાં આવે છે.” – આ વિધાન…
(A) ‘તોતોચાન’ પુસ્તકમાંનું છે.
(B) ‘શૈક્ષણિક પ્રયોગો’ પુસ્તકમાંનું છે.
(C) “સત્યના પ્રયોગો’ આત્મકથાનું છે.
(D) ‘દિવાસ્વપ્ન’ પુસ્તકમાંનું છે.
(51) વિદ્યાર્થીના વાંચનનું મુલ્યાંકન કરતી વખતે શું ધ્યાનમાં રાખશો?
(A) નવા શબ્દો જોડવાની કળા
(B) વિચારોની ક્રમિકતા
(C) વિરામચિહ્નોનો ખ્યાલ અને અવાજમાં આરોહ અવરોહ
(D) બે શબ્દો વચ્ચે યોગ્ય અંતર
(52) કથન પદ્ધતિની સફળતા માટે શિક્ષકે નીચે મુજબની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.
(A) કથનની સાથે એકમ અનુસાર શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરવો.
(B) વિદ્યાર્થીની વયકક્ષાને ધ્યાનમાં રાખવા.
(C) અનાવશ્યક પુનરાવર્તન ટાળવું
(D) ઉપરની ત્રણેય
TET 1 Solved Paper 2025
(53) કોઈ શિક્ષક વાર્તા લેખનમાં વિચાર બદલવા નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ કરશે?
(A) શીર્ષક બદલશે.
(B) વાર્તાને અંત સુધી લઈ જશે.
(C) પરિચ્છેદ પાડશે.
(D) હાંસિયામાં ઉલ્લેખ કરશે.
(54) ભાષા પ્રભુત્વ પ્રાપ્ત કરવા શાનો વિકાસ જરૂરી છે ?
(A) અભિવ્યક્તિ
(B) તાર્કિક ચિંતન
(C) અર્થગ્રહણ
(D) ઉપરના ત્રણેય
(55) શિક્ષકે બાળકોના ચિંતનશક્તિના વિકાસ અર્થે શું કરાવવું જોઈએ?
(A) સર્જનાત્મક લેખન
(B) અનુલેખન
(C) શ્રુતલેખન
(D) વિચારોનું સંક્ષેપીકરણ
(56) ઉપચારાત્મક શિક્ષણના સોપાનોનો સાચો ક્રમ કયો છે?
(A) આયોજન–નિદાન–અમલીકરણ-મૂલ્યાંકન
(B) નિદાન-આયોજન-અમલીકરણ- મૂલ્યાંકન
(C) અમલીકરણ – મૂલ્યાંકન – નિદાન-આયોજન
(D) મૂલ્યાંકન-નિદાન – આયોજન–અમલીકરણ
(57) કયો કૌશલ્યને ‘વ્યક્તિત્વનું દર્પણ’ ગણવામાં આવે છે.
(A) શ્રવણ
(B) કથન
(C) વાંચન
(D) લેખન
TET 1 Solved Paper 2025
(58) શિક્ષક પાઠ સમજાવતી વખતે ગુજરાતી બોલતા-બોલતા વચ્ચે “Do you understand?” એમ અંગ્રેજી વાક્ય બોલે છે. આને શું કહે છે?
(A) કોડ – સ્વિચિંગ (Code – Switching)
(B) કોડ – મિક્સિંગ (Code – Mixing)
(C) બહુભાષીવાદ
(D) ભાષાકીય ભૂલ
(59) ભાષા કૌશલ્યો શીખવવાનો સ્વાભાવિક ક્રમ (Natural order) કયો છે?
(A) શ્રવણ-વાંચન-કથન-લેખન
(B) શ્રવણ-કથન-વાંચન-લેખન
(C) લેખન – વાંચન –શ્રવણ-કથન
(D) કથન – લેખન-શ્રવણ-વાંચન
TET 1 Solved Paper 2025
(60) વિદ્યાર્થીઓમાં ભાષા સજ્જતાનું મૂલ્યાંકન કરવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ?
(A) માત્ર લેખિત પરીક્ષા
(B) માત્ર મૌખિક પરીક્ષા
(C) વર્ગવ્યવહાર અને આંતરક્રિયાઓનું અવલોકન
(D) ફક્ત વ્યાકરણના નિયમો પૂછવા
(61) વાચન શિક્ષણ માટેની ત્રિપદ પદ્ધતિને અંગ્રેજીમાં કયા નામે ઓળખવામાં આવે છે ?
(A) આગમન પદ્ધતિ
(B) મૂળાક્ષર પદ્ધતિ
(C) સેગુઈન પદ્ધતિ
(D) બ્રેઈનો પદ્ધતિ
(62) Which of the following is correct for ‘Communicative Approach’ of teaching English?
(A) Use of target language as the medium.
(B) Use of mother tongue as the medium.
(C) Emphasis on form rather than meaning.
(D) Focus on translating into mother tongue.
(63) ________ of learning English observes the scientific path of language acquisition: LSRW
(A) Grammar Translation method
(B) Reading method
(C) Bilingual method
(D) Direct method
(64) Which among the following is not a characteristic of a professionally competent teacher?
(A) Facilitates a student centred environment
(B) Avoids student engagement in learning process
(C) Integrates technology effectively
(D) Plans instructions to achieve desired objectives
(65) ________ trains students to run their eyes over a text quickly in order to locate specific information.
(A) Skimming
(B) Questioning
(C) Scanning
(D) Modelling
TET 1 Solved Paper 2025
(66) Reading aloud makes the reading activity ________
(A) painful
(B) boring
(C) enjoyable
(D) monotonous
(67) In textbooks, writing tasks that use pictures are called:
(A) Free writing
(B) Essay writing
(C) Guided composition
(D) Story writing
(68) Non-verbal communication by a teacher in a classroom includes:
(A) story telling
(B) gestures and facial expressions
(C) dictation
(D) giving instructions to the students
(69) In grammar – translation method, the vocabulary is taught through ________
(A) bilingual word lists
(B) reference to dictionaries
(C) memorization of words
(D) All of the above
(70) Language is learnt more meaningfully by its ________ than through the understanding of its rules.
(A) passive use
(B) vocabulary
(C) active use
(D) grammar
(71) To develop listening skill, the teacher can use :
(A) Stories, rhymes and dialogues
(B) Only grammar exercises
(C) Copying from the board
(D) Silent reading only
(72) The symbol <-> is used in the 3rd standard textbook of English to denote ________

(A) Whole class activity
(B) Group work
(C) Pair work
(D) Individual work
(73) Which of the following techniques are used in the communicative approach of English Language teaching?
(A) Language Games
(B) Mind Engaging Activities
(C) Role play and group discussion
(D) All of the above
TET 1 Solved Paper 2025
(74) How can a teacher diagnose specific weakness in the students’ English language skills?
(A) By giving homework without feedback.
(B) By letting students study on their own without guidance.
(C) By observing day – to – day performance of the students and keeping records of recurring problems.
(D) By focusing only on teaching new topics.
(75) The platform where broad discussion of subjects of practical interest takes place is ________
(A) Workshop
(B) Refresher Course
(C) Seminar
(D) Conference
(76) If land absorbs too much waste, nothing will grow on it, and it will become unfit to live on.
Find out synonym of the underlined word (absorbs):
(A) give out
(B) sucks
(C) reflects
(D) exude
(77) Arrange the following words in order to make a Correct Sentence.
A. the right way is
B. upwards and downwards
C. according to the Doctor
D. to move the brush
(A) CADB
(B) CDBA
(C) ABCD
(D) DBCA
(78) The Sorcerer ordered the genie to carry off the princess and the palace to a far off land.
The phrase ‘to carry off’ means
(A) put back
(B) put on
(C) take away
(D) bring back
TET 1 Solved Paper 2025
(79) I peeped ________ the cage. Fill in the blank with appropriate preposition.
(A) at
(B) into
(C) to
(D) above
(80) Farmers Celebrated the Season of Cutting Crops.
Identify the parts of speech of underlined word (Cutting).
(A) Noun
(B) Pronoun
(C) Adjective
(D) Adverb
TET 1 Solved Paper 2025
(81) I usually go to school by my two wheeler but today I am ________ an auto.
(A) take
(B) taken
(C) taking
(D) have taken
TET 1 Solved Paper 2025
(82) The trunk of the mango tree is ________ than the apple tree.
(A) thick
(B) thickest
(C) thicker
(D) thicked
(83) His was the best speech that I ever heard.
The underlined word (His) stands for
(A) Personal pronoun
(B) Reciprocal pronoun
(C) Relative pronoun
(D) Distributive pronoun
TET 1 Solved Paper 2025
(84) “A” and “An” are ________ articles.
(A) indefinite
(B) definite
(C) simple
(D) complex
(85) Arrange the following words in a dictionary order.
- change
- chair
- chance
- chain
- chalk (A) 2, 3, 1, 5, 4(B) 4, 2, 5, 3, 1(C) 1, 3, 4, 2, 5(D) 2, 4, 3, 1, 5
TET 1 Solved Paper 2025
(86) Which of the following words is spelled out – correctly?
(A) Enviroment
(B) Envivenment
(C) Environment
(D) Envaironment
Read the following passage and answer the questions from 87 to 88
Almost all men in a village do work of one kind or another. Besides the farmers, the important workers are the carpenters, the blacksmiths, the weavers and the potters. They work in shops, in their huts and houses, in the open or under trees. The carpenter works with wood and makes ploughs and carts for the farmers. He makes doors and windows for the houses of the villagers. The blacksmith works with iron. He makes locks, knives and plough-shares. The weaver makes cloths for men, women and children. He also makes carpets, rugs, towels and bed-sheets. The potter makes pots, pitchers, plates, jugs and small lamps out of clay. They all work very hard.
TET 1 Solved Paper 2025
(87) Where do the villagers mostly work?
(A) Only in shops
(B) In shops, huts, houses, outdoors, or under trees
(C) Only in open fields
(D) Only in the blacksmith’s workshop
(88) Which item is not made by the potter?
(A) Small lamps
(B) Jugs
(C) Plates
(D) Bed-sheets
Read the following poem and answer the questions from 89 to 90
When you are sad
I will dry your tears;
When you are scared
I will ease your fears.
When you are worried
I will give you hope;
If you want to give up
I’ll help you cope.
TET 1 Solved Paper 2025
When you are lost
and can’t see the light
I’ll be your beacon
shining so bright.
This is my oath that
I pledge to the end
Why? You may ask.
Because you’re my friend!
(89) The phrase “I’ll be your beacon shining so bright” in the poem suggests that a friend:
(A) will guide you in darkness or confusion.
(B) will teach you to swim.
(C) will take you on a journey.
(D) will give you gifts.
(90) Which quality of friendship is most highlighted in the poem?
(A) Going to school together
(B) Playing games together
(C) Sharing secrets
(D) Supporting and caring in difficult times.
(91) શાળામાં આજે બાળમેળો છે ધોરણ 1 થી 5 માં ક્રમિક 84, 92, 101, 88, 75 વિદ્યાર્થીઓ હાજર છે. બાળ મેળામાં કુલ 11 પ્રવૃત્તિઓ છે. એક પ્રવૃત્તિના બે ગ્રૂપ કરતા દરેક ગ્રૂપમાં કેટલા વિદ્યાર્થીઓ રાખવા પડશે?
(A) 40
(B) 22
(C) 20
(D) 18
(92) એક IT કંપનીમાં 125 ઈજનેરો સૉફ્ટવેર ડિઝાઈનીંગ કાર્ય કરે છે, દરેકની કામગીરીની ગુણવત્તા ચકાસી કંપની દરેકને પગાર ઉપરાંત 2% બૉનસ ચુકવતા દરેકને રૂા. 3000 વધુ આપવાના થાય તો કંપનીને તે માસમાં કુલ કેટલો પગાર ખર્ચ વધી જશે ?
(A) રૂા. 3,50,000
(B) રૂા. 3,60,000
(C) રૂા. 3,70,000
(D) રૂા. 3,75,000
(93) સંખ્યાના પટ્ટા પર વાંદરો અને સસલું 6 ના સ્થાન પર ઊભા છે વાંદરો 9 કુદકા મારીને 60 પર પહોંચે છે. જ્યારે સસલું 9 કુદકા મારીને 24 પર પહોંચે છે તો બંનેના એક પગલું કુદવામાં કેટલો તફાવત છે?
(A) 6
(B) 4
(C) 3
(D) 2
TET 1 Solved Paper 2025
(94) આપેલ વર્તુળ આલેખ પરથી કયુ વિધાન સાચું છે?

સાચો જવાબ : B
TET 1 Solved Paper 2025
(95) મોહનભાઈએ બેંક પાસેથી દર મહિને રૂા. 600 વ્યાજની શરતે એક વર્ષ માટે રૂા. 10,000 ની લોન લીધી, જ્યારે મગનભાઈએ નાણા ધીરનાર પાસેથી રૂા. 10,000 એક વર્ષ પછી રૂા. 18,000 ચૂકવવાની શરતે ધીરાણ લીધુ. તો મગનભાઈએ મોહનભાઈ કરતાં કેટલા ઓછાં/વધારે નાણા ચુકવવા પડે?
(A) રૂા. 800 વધારે
(B) રૂા. 800 ઓછા
(C) રૂા. 600 વધારે
(D) રૂા. 600 ઓછા
(96) નવેમ્બર-2025 ના માસના કૅલેન્ડરના આધારે બાળકોને સંખ્યાની પેટર્ન શીખવવી છે. તો નીચે પૈકી કઈ પેટર્ન શીખવી શકાય ?
NOVEMBER – 2025
| SUN | MON | TUE | WED | THU | FRI | SAT |
| 30 | 1 | |||||
| 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
| 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
| 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
| 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
TET 1 Solved Paper 2025

સાચો જવાબ : D
TET 1 Solved Paper 2025
(97) દિલીપને 1 સે.મી. માપના 4000 નંગ પાસા (Die) એક વેપારીને મોકલવા માટે 4000 નંગ સમાય તેવું લંબઘન ખોખું છે. જેમાં પાસાઓ ગોઠવીને પેક કરી દીધા છે. લંબઘન ખોખાનું માપ 20 સે.મી. × 10 સે.મી. × A સેમી. છે. તો ખોખામાં A નું માપ કેટલું હશે?
(A) 10 સે.મી.
(B) 40 સે.મી.
(C) 80 સે.મી.
(D) 20 સે.મી.
(98) આ “L” આકારના બ્લૉકને દરેક સપાટીએ પર જુદા-જુદા રંગ કરવા છે. કેટલા જુદા જુદા રંગોની પસંદગી કરવી પડશે ?

TET 1 Solved Paper 2025
(A) 6 રંગ (Six)
(B) 4 રંગ (Four)
(C) 8 રંગ (Eight)
(D) 5 રંગ (Five)
(99) 8, 12, 16, 20 …….. શ્રેણીનું 98 મું પદ શોધો?
(A) 384
(B) 388
(C) 394
(D) 396
(100) આકૃતિમાં દર્શાવ્યા મુજબનું ખેતર છે. તે ખેતરનો, એક લગ્નમાં તેના લંબચોરસ ભાગનો ઉપયોગ કરવો છે. તો લંબચોરસ ભાગમાં કાર્પેટ પાથરવા માટે કેટલીક કાર્પેટની જરૂરિયાત પડે?

TET 1 Solved Paper 2025
(A) 54 ચો.મી.
(B) 54 મીટર
(C) 162 ચો.મી.
(D) 162 મીટર
TET 1 Solved Paper 2025
(101)

સાચો જવાબ : D
TET 1 Solved Paper 2025
(102)

સાચો જવાબ : A
(103) એક સંખ્યાનો 8/10 મો ભાગ 128 છે. તો તે સંખ્યાની અડધી સંખ્યા કઈ છે?
(A) 180
(B) 80
(C) 160
(D) 120
(104) એક પરીક્ષામાં 1200 વિદ્યાર્થી બેઠા. જો પાસ થયેલા અને નાપાસ થયેલા વિદ્યાર્થીઓનો ગુણોત્તર 5:1 હોય તો કેટલા વિદ્યાર્થી પાસ થયા.
(A) 500
(B) 200
(C) 600
(D) 1000
(105) એક દુપટ્ટો 2 મીટર 15 સેમી લાંબો તથા 75 સેમી પહોળો છે. તેની બૉર્ડર ડિઝાઈન કરવા માટે કેટલી લાંબી લેસ પટ્ટી જોઈશે?
(A) 3 મીટર 20 સેમી
(B) 3 મીટર 40 સેમી
(C) 3 મીટર 60 સેમી
(D) 3 મીટર 80 સેમી
સાચો જવાબ (D) 5 મીટર 80 સેમી હોવો જોઈએ, પરંતુ વિકલ્પોમાં (D) 5 મીટર 80 સેમી આપવાને બદલે ભૂલથી 3 મીટર 80 સેમી લખાયેલ છે. આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ (D) જ બનશે.
(106) ગણિત અઘરુ નથી, કારણ કે…
(A) તેમાં જટીલ ગણતરીઓ હોય છે.
(B) તે રોજ બરોજના જીવનમાં ઉપયોગી છે.
(C) તેમાં કોઈ ચોક્કસ વિજ્ઞાન નથી.
(D) પ્રમેયોની સાબિતી માટે કોઈ ચોક્કસ તર્ક નથી.
(107) પ્રશ્નપત્ર રચના માટેની બ્લ્યૂપ્રિન્ટમાં કયા ઘટકનો સમાવેશ થતો નથી?
(A) વિદ્યાર્થીની મૌલિકતા પ્રમાણે ગુણભાર
(B) પ્રશ્ન સ્વરૂપ પ્રમાણે ગુણભાર
(C) એકમ પ્રમાણે ગુણભાર
(D) હેતુ પ્રમાણે ગુણભાર
TET 1 Solved Paper 2025
(108) “વૈદિક ગણિત” ગ્રંથના રચિયતા કોણ છે?
(A) શ્રી ભારતીકૃષ્ણ તીર્થજી મહારાજ
(B) આર્યભટ્ટ
(C) ભાસ્કરાચાર્ય
(D) શ્રી ધરાચાર્ય
(109) “ધોરણ-1 ના આનંદદાયી ગણિત’માં આસ્થાના જન્મદિવસની ઊજવણીના પ્રસંગ દ્વારા ગણિતની કઈ વિભાવના સમજાવી છે?
(A) શૂન્યની વિભાવના (સંકલ્પના)
(B) દસની વિભાવના (સંકલ્પના)
(C) નવની વિભાવના (સંકલ્પના)
(D) એકની વિભાવના (સંકલ્પના)
(110) ગણિત શિક્ષણના અધ્યયન સિદ્ધાંતો પૈકી કયું જોડકું સાચું છે?
(A) જિન પિયાજે – ક્રિયાત્મક જ્ઞાન
(B) જિન પિયાજે – મૂર્ત સામગ્રી
(C) ડેવિડ પૉલે આસુબેલ – ક્રિયાત્મક જ્ઞાન
(D) ડેવિડ પૉલે આસુબેલ – મૂર્ત સામગ્રી
(111) ગણિત શિક્ષણ પ્રક્રિયાના અંતે મૂલ્યાંકન સંદર્ભે મૂલ્યાંકનના હેતુઓ અંગે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? (વિદ્યાર્થીના સંદર્ભે)
(A) વિદ્યાર્થીઓમાં મૂલ્યાંકન આયોજનની સમજ જાણવા.
(B) વિદ્યાર્થીઓની ગણિત વિષયમાં રહેલી કચાશ જાણવી.
(C) ગણિતમાં પ્રતિભાશાળી, સામાન્ય અને નબળા વિદ્યાર્થીઓ તારવવા.
(D) ગણિત વિષયવસ્તુના એકમોની કઠિનતા જાણવા.
(112) મૂલ્યાંકન સંબંધે પ્રશ્નની રચનામાં સંબંધ ઘટાયક પ્રશ્નનું નીચેના પૈકીમાંથી કયું ઉદાહરણ છે?

સાચો જવાબ : D
(113) ધોરણ – 4 ગણિતના પ્રકરણ-1 “ઈટોની ઈમારત” શિખવવા માટે નીચેના પૈકી કઈ અધ્યાપન પદ્ધતિ શ્રેષ્ઠતમ ગણાય?
(A) પ્રકલ્પ પદ્ધતિ
(B) આગમન પદ્ધતિ
(C) નિગમન પદ્ધતિ
(D) પૃથક્કરણ પદ્ધતિ
TET 1 Solved Paper 2025
(114) ગણિતમાં ભૂમિતિના ખ્યાલો અસરકારક રીતે વિકસવવા જેમાં ખાસ કરીને કોયટા ઉકેલવામાં (પ્રમેય, રચના, દોરવા) નીચેના પૈકી કઈ શિક્ષણ પદ્ધતિથી શિક્ષણકાર્ય અસરકારક બનાવી શકાય?
(A) નિગમન પદ્ધતિ
(B) પ્રકલ્પ પદ્ધતિ
(C) નિદર્શન પદ્ધતિ
(D) સંયોગીકરણ પદ્ધતિ
(115) એક બાળક સરવાળાના દાખલામાં એકમમાંથી દશકમાં વધારો કરવાનું ભૂલી જાય છે. આ ભૂલ કયા પ્રકારની છે.
(A) ગણિતિક કૌશલ્યની ભૂલ
(B) ગણતરીની ભૂલ
(C) બેદરકારીની ભૂલ
(D) ખ્યાલની ભૂલ
(116) નીચેના વિવિધ પરિસ્થિતિઓ દર્શાવતા વિધાન છે. તે પૈકી કયું વિધાન વિદ્યાર્થીઓના કૌશલ્યનું માપન કરશે?
(A) તેણી દરરોજ સમયસર શાળાએ પહોંચી જાય છે.
(B) ટ્રેનની ઝડપ આપેલી હોય અને ટ્રેન દ્વારા કપાયેલું અંતર આપેલું હોય તો તેની મદદથી અંતર કાપવા લાગતો સમય નક્કી કરે છે.
(C) તેણી કાગળનો બગાડ ન થાય તે રીતે પોતાનું ગૃહકાર્ય નોટબુકમાં કરે છે.
(D) તેણી રોડ એટલાસનો ઉપયોગ કરીને સાચો રસ્તો પસંદ કરે છે.
(117) ગણિત શિક્ષણ દ્વારા વ્યક્તિમાં ચોકસાઈનો ગુણ કેળવાય એ ગણિત શિક્ષણનું કયું મૂલ્ય દર્શાવે છે?
(A) ઉપયોગિતા
(B) ચોકસાઈ
(C) સામાજિક
(D) સાંસ્કૃતિક
(118) ગણિત શિક્ષણમાં કોઈ મુદ્દાને વિવિધ રીતે જોવા માટેની પદ્ધતિ કઈ છે?
(A) વ્યાખ્યાન
(B) પ્રોજેક્ટ
(C) તુલના પદ્ધતિ
(D) પરિસંવાદ
(119) પ્રાથમિક સ્તરે સંખ્યા ખ્યાલ (Number Concept)માં મુશ્કેલીનું કારણ શું છે?
(A) ગણિત પ્રત્યે અરુચિ
(B) હોમવર્ક
(C) મૂર્ત વસ્તુ સાથે ગણતરીનો અનુભવ ન કરવો
(D) ગણિત વિષય પ્રત્યે લઘુતાગ્રંથી
(120) “ધોરણ – 1 આનંદદાયી ગણિત”માં “લીનાની પરિવાર” મથાળા હેઠળ પ્રકરણ-9 આપવામાં આવેલ છે. આ પ્રકરણ થકી ધોરણ-1 ના વિદ્યાર્થીઓને કઈ સંકલ્પના શીખવવા માટેનું વિષયવસ્તુ આપેલ છે?
(A) સંગતતા
(B) અંક લેખન
(C) માપન
(D) ચલણ (નાણું)
TET 1 Solved Paper 2025
(121) નિદાન અને મૂલ્યાંકન માટે પર્યાવરણ શિક્ષણ ઉપયોગી એવી “clinical method” પદ્ધતિ કયા મનોવૈજ્ઞાનીક દ્વારા આપવામાં આવેલ છે?
(A) વિગોત્સકી
(B) બ્રુનર
(C) સિગ્મંડ ફ્રોઈડ
(D) જિન પિયાજે
(122) વર્ગખંડમાં કોઈ એક વિદ્યાર્થી ‘મધમાખી’ને મારે છે. જે શિક્ષક જુએ છે, શિક્ષક આવું ન કરવા સમજાવે છે અને વિદ્યાર્થી ત્યારબાદ દરેકને જીવવાનો અધિકાર છે, જે વિદ્યાર્થી સમજે છે, આ વિદ્યાર્થીનું કયા પ્રકારનું મૂલ્યાંકન કહેવાય છે?
(A) પરિપાકમુલક મૂલ્યાંકન
(B) પ્રગતિમુલક મૂલ્યાંકન
(C) ઉપરોક્ત બંને
(D) ઉપરોક્ત એકપણ નહિ
(123) પર્યાવરણ શિક્ષણ એટલે
(1) માનવ અને પર્યાવરણના આંતર સંબંધો સમજાવે.
(2) ભવિષ્યમાં ઉદ્ભવનાર સમસ્યાઓ અટકાવવા આપણને તૈયાર કરે.
(3) સંસ્કૃતિને જીવન સાથે જોડવામાં મદદ કરે.
(4) વસુધૈવ કુટુંબકમની ભાવના કેળવે.
(5) પર્યાવરણ માટેનું, પર્યાવરણ વિશેનું અને પર્યાવરણ દ્વારા થતું શિક્ષણ.
(A) (3) સિવાય તમામ સાચા
(B) (4) સિવાય તમામ સાચા
(C) (1) સિવાય તમામ સાચા
(D) 1 થી 5 તમામ સાચા છે
(124) પર્યાવરણ શિક્ષણના વિકાસાત્મક આવર્તન સંદર્ભે 10 વર્ષના ઉંમરના વિદ્યાર્થી માટે હેતુ કયો છે?
(A) તાલુકાના વૈવિધ્યસભર લોકજીવનને જાણે
(B) રાષ્ટ્રના વૈવિધ્યસભર લોકજીવનને જાણે
(C) જિલ્લાના વૈવિધ્યસભર લોકજીવનને જાણે
(D) રાજ્યના વૈવિધ્યસભર લોકજીવનને જાણે
(125) ઓફલાઈન શિક્ષણ કરતાં ઓનલાઈન શિક્ષણનો સૌથી મોટો ફાયદો કયો છે?
(A) મર્યાદિત ખેડાણ (Limited access)
(B) ક્ષમતા / અનુકૂળતા (Flexibility)
(C) ઉચું મૂલ્ય (High cost)
(D) આંતર પ્રક્રિયા (Interactivity)
TET 1 Solved Paper 2025
(126) સર્વેક્ષણ પદ્ધતિનું મહત્ત્વ
(1) પર્યાવરણ શિક્ષણની ગુણવત્તા સુધારવામાં ઉપયોગી બને
(2) કોઈ ચોક્કસ બાબતોની પરિસ્થિતિનું નિદાન કરી શકાય
(3) વર્તમાન, ભૂતકાળ કે ભવિષ્યની પરિસ્થિતિનો તાગ મેળવી શકાય
(A) 1 અને 2 સાચા
(B) 1 અને 3 સાચા
(C) તમામ સાચા
(D) 2 અને 3 સાચા
(127) પર્યાવરણ અભ્યાસ દ્વારા વિદ્યાર્થીઓમાં જે કૌશલ્ય વિકસાવી શકાય તેનું વ્યાપક દૃષ્ટિએ કેટલા વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે?
(A) 4
(B) 2
(C) 1
(D) 3
(128) કઈ પદ્ધતિમાં બાળકો કોઈપણ વસ્તુનું પોતાની બધી ઈન્દ્રિયોનો ઉપયોગ કરી પ્રાથમિક પ્રત્યક્ષ જ્ઞાન મેળવે છે?
(A) પ્રૉજેક્ટ પદ્ધતિ
(B) અવલોકન પદ્ધતિ
(C) પ્રવાસ પદ્ધતિ
(D) વાર્તા પદ્ધતિ
(129) જ્યારે વર્ગખંડમાં શિક્ષક કથન દરમિયાન આરોહ-અવરોહથી વિદ્યાર્થીઓના ધ્યાનને ટકાવી રાખવાનો પ્રયત્ન કરે છે ત્યારે તે માઈક્રોટીચીંગના કયા કૌશલ્યનો ઉપયોગ કરી રહ્યો છે તેમ કહેવાય?
(A) પ્રશ્ન-પ્રવાહિતા
(B) ઉત્તેજના-પરિવર્તન
(C) વિષયાભિમુખ
(D) સુદૃઢીકરણ
(130) વર્ષ-2004 માં કયા ટાપુના આદિમજાતીઓના વ્યક્તિઓ દ્વારા પ્રાણીઓના અલગ પ્રકારનાં વર્તન જોઈને સુનામી અંગે અનુમાન લગાવવામાં આવ્યું હતું?
(A) નિકોબાર ટાપુ
(B) દિવ
(C) લક્ષદ્વીપ
(D) અંદમાન ટાપુ
(131) ભારતના ક્યા રાજ્યમાં “કળશપર્ણ” જોવા મળે છે?
(A) મેઘાલય
(B) નાગાલેન્ડ
(C) આસામ
(D) ઝારખંડ
(132) શરૂઆતમાં જ્યારે બાળક માનસિક રીતે હળવાશ અનુભવતો હોય ત્યારે ઝડપથી શીખે છે. સમય પસાર થતાં બાળક શું અનુભવ કરે છે ?
(A) શારીરિક થાક
(B) માનસિક થાક
(C) આંખોનો થાક
(D) શિખવામાં રુચિ ઓછી
TET 1 Solved Paper 2025
(133) ધોરણ 5 પર્યાવરણનો “પહાડી રહેઠાણ’ એકમ શીખવવા માટે સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ કઈ કહી શકાય?
(A) ચર્ચા પદ્ધતિ
(B) પ્રૉજેક્ટ પદ્ધતિ
(C) અવલોકન પદ્ધતિ
(D) કાલ્પનિક પ્રવાસ પદ્ધતિ
(134) અસમ: ચા :: ચીન : ________?
(A) મરચા
(B) ભીંડા
(C) સોયાબીન
(D) કોફી
(135) પ્રવેશદ્વારની સંખ્યા મુજબ વાવના ચાર પ્રકાર હોય છે. શિવમને ત્રણ પ્રવેશદ્વારવાળી વાવ જોવી છે. તો તેણે કઈ વાવ જોવી જોઈએ?
(A) જયા
(B) નંદા
(C) વિજયા
(D) ભદ્રા
(136) મને ઓળખો

સાચો જવાબ : B
(137) બચેન્દ્રી પાલ સંદર્ભે કયુ વિધાન સુસંગત નથી?
(A) તેઓ માઉન્ટ એવરેસ્ટ ચઢાણ ટુકડીના સભ્ય હતા.
(B) તેઓ માઉન્ટ એવરેસ્ટની ટોચ પર ચઢનાર દુનિયાનાં ત્રીજા મહિલા હતા.
(C) તેઓ માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા હતા.
(D) તેમનાં માર્ગદર્શક જ્ઞાન સિંઘ હતા.
(138) શ્રીનગરમાં ઘણાં પરિવારો ________ માં રહે છે.
(A) ખતમબંડ
(B) ડોંગા
(C) રેબો
(D) ડબ
(139) વિશ્વને પૃથ્વી વિશે અલગ-અલગ સંસ્કૃતિના લોકોના અભિપ્રાય અને વિચાર અંગે જાણવું છે. તો તેણે નીચે પૈકી કયું પુસ્તક વાંચવું જોઈએ?
(A) હાઉ વી ફાઉન્ડ ધ અર્થ ઇઝ રાઉન્ડ
(B) ધ અર્થ ઈઝ રાઉન્ડ
(C) ધ અમેઝિંગ અર્થ
(D) વી ધ પીપલ ઓન અર્થ
TET 1 Solved Paper 2025
(140) ડાંગ જિલ્લાની સરહદ ગુજરાતને કયા રાજય સાથે જોડે છે?
(A) મધ્યપ્રદેશ
(B) ગોવા
(C) કર્ણાટક
(D) મહારાષ્ટ્ર
(141) રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 હેઠળ “પ્રારંભિક બાળસંભાળ અને શિક્ષણના તાલીમી કાર્યક્રમોનું નિરીક્ષણ” કોના દ્વારા કરવામાં આવશે?
(A) જી.સી.ઈ.આર.ટી.
(B) તાલુકા શિક્ષણ સમિતિ
(C) કલસ્ટર રિસોર્સ સેન્ટર
(D) બ્લોક રિસોર્સ સેન્ટર
(142) રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંર્તગત કયા વયજૂથને આવરી લેવામાં આવેલ છે?
(A) 3 થી 18 વર્ષ
(B) 3 થી 14 વર્ષ
(C) 6 થી 14 વર્ષ
(D) 3 થી 35 વર્ષ
(143) બ્રેઈલ લિપિ કેટલા ટપકાંઓ પર આધારિત લિપિ છે?
(A) 4
(B) 5
(C) 6
(D) 7
(144) સિંગાપોર ખાતે યોજાયેલ FIDE વર્લ્ડ ચેસ ચેમ્પિયન શીપમાં કયા દેશના રમતવીરને હરાવીને શ્રીમાન ગુકેશ વિશ્વ વિજેતા બન્યા હતા?
(A) ઑસ્ટ્રેલીયા
(B) અમેરીકા
(C) જાપાન
(D) ચીન
(145) એક વ્યક્તિ પોતાના ઘરથી ઉત્તર તરફ 3 કિલોમિટર જાય છે. પછી ડાબી બાજુ વળીને 2 કિલોમિટર જાય છે. ફરીથી જમણી બાજુ વળીને 1 કિલોમીટર જાય છે. અંતમાં તે જમણી બાજુ વળીને 5 કિલોમિટર જાય છે, તો તે પોતાના ઘરથી કેટલે દૂર છે?
(A) 3 કિમી.
(B) 6 કિમી.
(C) 4 કિમી.
(D) 5 કિમી.
(146) ગુજરાત સરકારશ્રીની મુખ્યમંત્રીશ્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ ધોરણ 5 નો અભ્યાસ પૂર્ણ કરનાર બાળકને ધોરણ 6 થી 12 સ્કોલરશીપ આપવામાં આવે છે. તે યોજનાનું અમલીકરણ કઈ કચેરી કરે છે?
(A) પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી
(B) રાજ્ય પરીક્ષા બોર્ડ
(C) નિયામકશ્રી શાળાઓ
(D) ગુજરાત શૈક્ષણિક, સંશોધન અને તાલીમ પરીષદ
(147) દેશના લોકો વચ્ચે ભાવનાત્મક બંધનને જાળવવા માટે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ યોજના અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવે છે. તે અંતર્ગત ગુજરાત રાજ્યનું સહભાગી રાજ્ય કયું છે?
(A) રાજસ્થાન
(B) છત્તીસગઢ
(C) મહારાષ્ટ્ર
(D) મધ્યપ્રદેશ
TET 1 Solved Paper 2025
(148) ગુજરાત શૈક્ષણિક, સંશોધન અને તાલીમ પરીષદ (GCERT) ગાંધીનગર દ્વારા વર્ષ 2025 માં યોજવામાં આવેલ ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનો મુખ્ય વિષય કયો રાખવામાં આવેલ ?
(A) ટૅકનૉલૉજી ઓફ ટૉય
(B) સાયન્સ એન્ડ ટેકનોલૉજી ફોર સસ્ટેનેબલ ફ્યુચર
(C) સ્ટેપ ફોર વિકસિત અને આત્મનિર્ભર ભારત
(D) રાષ્ટ્ર નિર્માણમાં માટે વિજ્ઞાન ટૅકનોલૉજી
(149) મનોજે ધોરણ 1 થી 4 નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં કરેલ છે અને ધોરણ 5 નો અભ્યાસ સરકારી પ્રાથમિક શાળામાં કરેલ છે અને તે CET ની પરીક્ષાના મેરીટમાં આવેલ છે તો તેને કયો લાભ મળવાપાત્ર થશે?
(A) જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ
(B) જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ
(C) જ્ઞાન શક્તિ રેસીડેિન્સયલ સ્કુલમાં પ્રવેશ
(D) રક્ષા શક્તિ સ્કુલમાં પ્રવેશ
(150) ‘DIKSHA’ પોર્ટલ શું છે?
(A) શિક્ષકો માટેનું ડિજિટલ પ્લેટફોર્મ
(B) પોષણ માટેનું પોર્ટલ
(C) શાળાઓ માટેની સહાય યોજના
(D) મહિલા સુરક્ષા માટેની યોજના
TET 1 Solved Paper 2025
આ પ્રકારની ઉપયોગી શૈક્ષણિક માહિતી માટે વોટ્સએપ ગ્રુપમાં જોડવા માટેની લીંક… https://chat.whatsapp.com/LFadFpf6jtWJA9P9tv95Ca?s=sh&p=a&mlu=4&ilr=4
અને હા… ઉપયોગી શૈક્ષણિક માહિતીના વિડીયો માટે માટેની લીંક… https://www.youtube.com/@TalatiNiranjan
ડી.એલ.એડ. પ્રથમ વર્ષ પ્રવેશ ૨૦૨૬-૨૦૨૭ માહિતી માટે લીંક: https://edu.ourgujarat.com/d-el-ed-first-year-2026-2027-કામચલાઉ-મેરિટ-યાદી-અં/
…અનંત અનંત શુભકામનાઓ…
ખાસ : વધુ માહિતી અને સ્ત્રોત માટે સત્તાવાર વેબસાઇટ્સનો અને સાહિત્યનો ઉપયોગ કરવો.