Advertisement

TAT HS Exam 2026 SOLVED PAPER

Social Science – Gujarati Medium

Advt. No. 421

Set Code A

કુલ પ્રશ્નો – 200 કલ ગુણ – 200

TAT HS Exam 2026 SOLVED PAPER

TAT HS Exam 2026 SOLVED PAPER

TAT HS Exam 2026 SOLVED PAPER

(1) ગુજરાતી સાહિત્યના ઈતિહાસ સાથે બંધબેસતું વિધાન નીચે પૈકી કયું છે?

(A) પ્રેમાનંદ ભટ્ટ અને શામળ ભટ્ટ એ સગુણ ભક્તિ પરંપરાના સાહિત્યમાં મુખ્ય હતા.

(B) નરસિંહ મહેતા અને અખો એ નિર્ગુણ ભક્તિ પરંપરાના સાહિત્ય માટે વધુ જાણીતા બન્યા હતા.

(C) નર્મદ, દલપતરામ અને મીરા એ સુધારક યુગના કવિઓ તરીકે ઓળખાયા.

(D) રામનારાયણ વિ. પાઠક, ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ વગેરે આધુનિક યુગના કવિઓ કહેવાયા.

(2) પ્રથમ ગુજરાતી શબ્દકોશની રચના __________ એ કરી હતી.

(A) નવલરામ પંડ્યા

(B) ગોંડલના રાજવી ભગવતસિંહજી

(C) ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી

(D) નર્મદાશંકર લાલશંકર દવે

TAT HS Exam 2026 SOLVED PAPER

(3) વિધાન (Assertion): સામાન્યત: વનસ્પતિ લીલા રંગની જોવા મળે છે.

કારણ (Reason): વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવે છે.

(A) વિધાન અને કારણ બંને સાચાં છે, પરંતુ કારણ એ વિધાન માટેની યોગ્ય સમજૂતિ નથી.

(B) વિધાન સાચું છે અને કારણ ખોટું છે.

(C) વિધાન ખોટું છે અને કારણ સાચું છે.

(D) વિધાન અને કારણ બંને સાચાં છે, અને કારણ એ વિધાન માટેની યોગ્ય સમજૂતિ છે.

TAT HS Exam 2026 SOLVED PAPER

(4) વિગતો વાંચો અને નક્કી કરો કે ?—– માટે કયો વિકલ્પ આવશે.

મેરીકૉમ : બોક્સિંગ :: દીપા કરમાકર : ?——

(A) લાંબી કૂદ

(B) દૌડ

(C) જિમ્નેસ્ટિક

(D) રેસલિંગ

(5) અહીં આપેલાં ક્ષેત્રોના ક્રમ (ડાબીથી જમણી) મુજબ મહાન વિભૂતિઓને જોડતાં કયો વિકલ્પ સાચો થાય ?

કલા -> સમાજ સેવા -> ઉદ્યોગ -> રાજનીતિ

(A) રવિશંકર રાવળ -> મદર ટેરેસા ->અમર્ત્યસેન ->અટલ બિહારી વાજપેયી

(B) પંડિત રવિશંકર -> વિનોબા ભાવે -> ધીરુભાઈ અંબાણી -> ડો. રામમનોહર લોહિયા

(C) આર. કે. નારાયણ-> ઈલા ભટ્ટ -> જનરલ સામ માણેકશા-> એ.પી.જે. અબ્દુલ કલામ

(D) બિસ્મિલ્લાહ ખાન સાહેબ -> હોમી ભાભા-> જહાંગીર રતનજી ટાટા -> ચક્રવર્તી રાજગોપાલાચારી

TAT HS Exam 2026 SOLVED PAPER

(6) ભારતના ઈતિહાસ માટે સમયરેખાના સંદર્ભમાં (ઈ.સ. પૂર્વેથી આગળ) નીચેની વિગતો માટે કયો ક્રમ સાચો?

(i) લોથલનો ધક્કો (Dockyard)

(ii) ગુપ્ત સામ્રાજ્ય

(iii) ભીમબેટકાનાં ગૂફાચિત્રો

(iv) જનપદનો ઉદય

(A) iii->i->iv->ii

(B) iii->iv->i->ii

(C) iii->i->ii->iv

(D) iii->iv->ii->i

VIDEO : CLICK HERE

(7) સપ્ટેમ્બર-2025 સુધીની માહિતી મુજબ યુનેસ્કો દ્વારા ઘોષિત ન થયેલ ‘વિશ્વ વિરાસત સ્થળ’ કયું?

(A) કાઝિરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, અસમ

(B) શાંતિ નિકેતન, પશ્ચિમ બંગાળ

(C) વડનગર શહેર, ગુજરાત

(D) છત્રપતિ શિવાજી ટર્મિનલ, મહારાષ્ટ્ર

TAT HS Exam 2026 SOLVED PAPER

(8) અહીં આપેલા વિકલ્પોમાંથી ભારતની નદીઓને તેના ઉદ્ગમ સ્થાન (origin) સાથે જોડતો સાચો વિકલ્પ ક્યો?

(a) બ્રહ્મપુત્રા – (iii) હિમાલય પર્વતમાળા

(b) ગોદાવરી – (iv) પશ્ચિમ ઘાટ

(c) નર્મદા – (ii) વિંધ્ય અને સાતપુડા પર્વતમાળા

(d) મહાનદી – (i) પૂર્વઘાટ/સિહાવા પર્વતમાળા

(A) (a) iii, (b) iv, (c) ii, (d) i

(B) (a) iii, (b) i, (c) ii, (d) iv

(C) (a) iii, (b) iv, (c) i, (d) ii

(D) (a) i, (b) iv, (c) ii, (d) iii

(9) રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 મુજબ શાળાશિક્ષણ માટે અભ્યાસક્રમ અને શિક્ષણશાસ્ત્રનું પુનર્ગઠિત માળખું કયું?

(A) 3+2+3+3+4

(B) 5+3+3+4

(C) 5+3+2+2

(D) 5+6+2+2

(10) “શિક્ષકમાં ક્ષમતા નિર્માણ’ માટે NEP-2020માં CPDની ભલામણ કરવામાં આવી છે. અહીં CPD એટલે…

(A) Comprehensive Professional Development

(B) Continuous Professional Development

(C) Continuous Progressive Development

(D) Comprehensive Programme Development

TAT HS Exam 2026 SOLVED PAPER

(11) નીચે આપેલા બંને વિધાનો માટે કયો વિકલ્પ સાચો?

(1) 200 DTH TV Channels એ ‘PM eVIDYA’– ડિજિટલ પહેલનો એક ભાગ છે, જે વિદ્યાર્થીઓને પોતાના અનુકૂળ સમયે પૂરક શિક્ષણમાં મદદ કરે છે.

(2) ‘DIKSHA’ એ એવું ડિજિટલ પ્લૅટફૉર્મ છે, જે માત્ર શિક્ષકો માટે છે. અહીં શિક્ષક તાલીમ માટે ઓનલાઈન મૉડ્યુલ / કોર્સીસ ઉપલબ્ધ છે.

(A) વિધાન 1 સાચું છે જ્યારે વિધાન 2 ખોટું છે

(B) વિધાનો 1 અને 2 સાચાં છે.

(C) વિધાન 2 સાચું છે જયારે વિધાન 1 ખોટું છે.

(D) બંને વિધાનો ખોટાં છે.

(12) NEP-2020 મુજબ વિદ્યાર્થીઓનું 360° મૂલ્યાંકન એ સંદર્ભમાં શ્રેષ્ઠ વિકલ્પ કયો?

(A) સર્વગ્રાહી પ્રગતિપત્રકની સંરચના

(B) કલા, રમતગમત અને વ્યવસાય-શિક્ષણ સંબંધિત મૂલ્યાંકનનો સમાવેશ

(C) વિષય પસંદગીમાં વિદ્યાર્થીઓને રસ-રૂચિ મુજબ છૂટ

(D) બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત ગોઠવવી

(13) તાજેતરમાં દિલ્હીમાં ભારત મંડપમૂમાં 16 ફેબ્રુઆરી, 2026 માં નીચે પૈકી કયા કાર્યક્રમનું આયોજન થયું હતું?

(A) All India Energy Summit

(B) India AI Impact Summit

(C) All India Olympic Planning Summit

(D) All India Finance Planning Summit

TAT HS Exam 2026 SOLVED PAPER

(14) NEP:2020માં શિક્ષણમાં ટેક્નોલૉજીના વિનિયોગ માટે કઈ સંસ્થાની રચના કરવાની દરખાસ્ત કરવામાં આવી છે, જે ટેક્નોલૉજીના ઉપયોગ અંગેના વિચારોના મુક્ત આદાન-પ્રદાન માટે મંચ પૂરું પાડશે?

(A) NCERT (National Council of Educational Research and Training)

(B) NETF (National Educational Technology Forum)

(C) NITI Aayog

(D) NCTE (National Council for Teacher Education)

(15) વર્ગખંડમાં “Flipped Classroom” મૉડલનો ઉપયોગ એટલે શું?

(A) વર્ગખંડની બેઠક વ્યવસ્થામાં જરૂર પડે ત્યારે ફેરફાર કરી દેવો.

(B) પ્રૉજેક્ટરના ઉપયોગ દ્વારા વર્ગખંડમાં પાઠ આયોજન મુજબ ભણાવવું.

(C) શિક્ષકની ગેરહાજરીમાં વિદ્યાર્થીઓ જાતે ભણે તેવી સુવિધા કરવી.

(D) વિદ્યાર્થીઓ ઘરેથી વિષયવસ્તુને વિડિયો જોઈને આવે અને વર્ગમાં તેના વિષેની ચર્ચા કે પ્રવૃત્તિ કરે.

TAT HS Exam 2026 SOLVED PAPER

(16) તાજેતરમાં ગુજરાતના ક્યા જિલ્લામાં વિશ્વના સૌથી મોટા સોલાર પાર્કનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું?

(A) પાટણ

(B) કચ્છ

(C) બનાસકાંઠા

(D) જામનગર

(17) ગગનયાન મિશન પહેલા અવકાશમાં જનાર ભારતના પ્રથમ “હ્યુમનોઈડ રૉબોટ”નું નામ શું છે?

(A) આકાશ મિત્ર

(B) વ્યોમ મિત્ર

(C) રોબો-ભારત

(D) અવકાશ મિત્ર

(18) એક શાળામાં ધોરણ-9 અને 10 ના વિદ્યાર્થીઓ માટે Financial Literacy અને Environmental Awareness વિષયો શરૂ કરવામાં આવ્યાં છે. આ પ્રેક્ટિસ NEP-2020ના કયા સિદ્ધાંત રજૂ કરે છે?

(A) મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન

(B) 21મી સદીના કૌશલ્યોનો વિકાસ

(C) ક્ષમતાલક્ષી અધ્યયનને મહત્ત્વ

(D) આજીવન અને નિરંતર શિક્ષણને પ્રોત્સાહન

(19) હેમેટાઈટ, મેગ્નેટાઈટ, લિમોનાઈટ અને સિડેરાઈટ–આ કઈ ધાતુના પ્રકારનાં નામ છે?

(A) લોખંડ

(B) તાંબુ

(C) એલ્યુમિનિયમ

(D) મેન્ગેનીઝ

TAT HS Exam 2026 SOLVED PAPER

(20) 21 Lessons for the 21st Century પુસ્તકના લેખક કોણ છે?

(A) રસ્કીન બોન્ડ

(B) અમિશ ત્રિપાઠી

(C) યુવલ નોઆ હરારી

(D) ચેતન ભગત

(21) ‘કેળવણી એ એકધ્રુવી પ્રક્રિયા છે’ આ વિધાન માટે નીચે પૈકી કયું યોગ્ય છે?

(A) બાળક કેન્દ્ર સ્થાને હોય છે.

(B) શૈક્ષણિક સામગ્રી કેન્દ્ર સ્થાને હોય છે.

(C) શિક્ષક કેન્દ્ર સ્થાને હોય છે.

(D) ગુણાત્મક સુધાર કેન્દ્ર સ્થાને હોય છે.

TAT HS Exam 2026 SOLVED PAPER

(22) કેળવણી એટલે…

(i) માહિતી પ્રદાનની પ્રક્રિયા

(ii) જ્ઞાનનું ડહાપણમાં રૂપાંતરણની પ્રક્રિયા

(iii) સ્વાવલંબનની કળા

(iv) સત્યની શોધ અને પૂર્ણત્વના આવિષ્કરણની પ્રક્રિયા

(A) i, ii, iii, iv

(B) i, ii, iii

(C) ii, iii, iv

(D) i, ii, iii

(23) કેળવણીનો એક ઉદ્દેશ “આત્મસાક્ષાત્કાર’ છે, નીચેનું કયુ વિધાન આત્મસાક્ષાત્કારને યોગ્ય રીતે રજૂ કરે છે?

(A) માનવને પોતાની મહત્તાઓ અને મર્યાદાનું જ્ઞાન થવું.

(B) માનવે પોતાની ઈચ્છા અનુસાર વર્તવુ.

(C) માનવનું શિસ્તબદ્ધ અને સંયમશીલ વર્તન.

(D) માનવનું માનસિક વિકારોથી મુક્ત થવું.

(24) શિક્ષણની કઈ વિચારધારાએ તત્ત્વજ્ઞાનના આધારભૂત તત્ત્વ તરીકે વિજ્ઞાનની અદ્યતન પદ્ધતિનો ઉપયોગ કર્યો?

(A) પ્રકૃતિવાદ

(B) વાસ્તવવાદ

(C) વ્યવહારવાદ

(D) આદર્શવાદ

(25) શિક્ષણ વ્યક્તિના રસરૂચિ, ક્ષમતા અને જરૂરિયાતો અનુસાર વિકાસ માટે છે. આ વિધાન શિક્ષણના ક્યા હેતુ સાથે બંધ બેસે છે?

(A) સામાજિક હેતુ

(B) વ્યક્તિગત હેતુ

(C) ઉપયોગિતાનો હેતુ

(D) વિકાસાત્મક હેતુ

TAT HS Exam 2026 SOLVED PAPER

(26) શિક્ષણના આ સ્વરૂપમાં શિક્ષણ પ્રત્યક્ષ પણ અલ્પજીવી હોય છે.

(A) દૂરવર્તી શિક્ષણ

(B) નિરંતર શિક્ષણ

(C) અનૌપચારિક શિક્ષણ

(D) ઔપચારિક શિક્ષણ

(27) આ પ્રકારનાં શિક્ષણમાં સાતત્ય જળવાઈ રહે તે માટે શિક્ષક કરતાં શૈક્ષણિક સામગ્રી વધુ મહત્ત્વની છે.

(A) પ્રત્યક્ષ શિક્ષણ

(B) અનૌપચારિક શિક્ષણ

(C) વૈધિક શિક્ષણ

(D) દૂરવર્તી શિક્ષણ

(28) કયા વાદને વિચારવાદ તરીકે પણ ઓળખવામાં આવે છે?

(A) આદર્શવાદ

(B) પ્રકૃતિવાદ

(C) વ્યવહારવાદ

(D) માનવતાવાદ

TAT HS Exam 2026 SOLVED PAPER

(29) શિક્ષણમાં એવા વિષયોનો સમાવેશ કરવો જોઈએ કે જે બાળકોને જીવનમાં ઉપયોગી થાય. આ વિચાર કયા વાદને સુસંગત છે?

(A) આદર્શવાદ

(B) પ્રકૃતિવાદ

(C) વ્યવહારવાદ

(D) માનવતાવાદ

(30) પ્રકૃતિવાદી દર્શન અનુસાર કિશોરાવસ્થા માટેનો અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ?

(A) પુસ્તકિયું જ્ઞાન નહીં પણ મુક્ત શિક્ષણ આપે તેવો અભ્યાસક્રમ હોવો જોઈએ.

(B) ધર્મનું શિક્ષણ આપે તેવો અભ્યાસક્રમ હોવો જોઈએ.

(C) આત્મરક્ષણ માટેનું શિક્ષણ આપે તેવો અભ્યાસક્રમ હોવો જોઈએ.

(D) સામાજિકતાનો વિકાસ થાય તેવો અભ્યાસક્રમ હોવો જોઈએ.

TAT HS Exam 2026 SOLVED PAPER

(31) વિકાસ એ માનવોમાં જોવા મળતો ફેરફાર છે. આ ફેરફાર માટે શું સાચું છે?

(A) તે પ્રમાણાત્મક અને એકાંગી ફેરફાર છે.

(B) તે ગુણાત્મક અને એકાંગી ફેરફાર છે.

(C) તે પ્રમાણાત્મક અને સર્વાંગી ફેરફાર છે.

(D) તે ગુણાત્મક અને સર્વાંગી ફેરફાર છે.

(32) વર્તનવાદી મનોવૈજ્ઞાનિકોના મતે અધ્યયન શું છે?

(A) અધ્યયન એ પરિવર્તન છે.

(B) અધ્યયન એ પરિવર્તન લાવનાર પ્રક્રિયા છે.

(C) અધ્યયન એ પરિવર્તન અથવા પરિવર્તન લાવનાર પ્રક્રિયા છે.

(D) અધ્યયન એ પરિવર્તન અને પરિવર્તન લાવનાર પ્રક્રિયા બંને છે.

(33) અધ્યયન એ જ્ઞાન મેળવવાની, યાદ રાખવાની અને તેનો ઉપયોગ કરવાની સક્રિય માનસિક પ્રક્રિયા છે. અધ્યયન વિશેનો આ દૃષ્ટિકોણ કોનો છે?

(A) વર્તનવાદી મનોવૈજ્ઞાનિકો

(B) જ્ઞાનવાદી મનોવૈજ્ઞાનિકો

(C) સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિકો

(D) માનવતાવાદી મનોવૈજ્ઞાનિકો

(34) હોવાર્ડ ગાર્ડનરના બહુવિધ બુદ્ધિના સિદ્ધાંત અનુસાર સાત પ્રકારની માનસિક શક્તિઓ હોય છે. જો કોઈ વ્યક્તિમાં આ સાત પૈકી અવકાશીય શક્તિ સવિશેષ હોય તે શું હોવાની સંભાવના મહત્તમ છે?

(A) વૈજ્ઞાનિક

(B) કવિ

(C) શિલ્પકાર

(D) શિક્ષક

TAT HS Exam 2026 SOLVED PAPER

(35) પ્રેરણાના સંદર્ભમાં કયું વિધાન ખોટું છે?

(A) પ્રેરણા વ્યક્તિની આંતરિક સ્થિતિ દર્શાવે છે.

(B) પ્રેરણા વ્યક્તિની જરૂરિયાતોમાંથી ઉદ્ભવી શકે છે.

(C) પ્રેરણાનું ઇંદ્રિયગ્રાહ્ય અસ્તિત્વ છે.

(D) પ્રેરણા વ્યક્તિના પસંદિત વર્તનને ટકાવી રાખે છે.

(36) વ્યક્તિગત ભિન્નતાના સંદર્ભમાં કયો શૈક્ષણિક ફલિતાર્થ યોગ્ય નથી?

(A) વર્ગના વિદ્યાર્થીઓના તેમની ક્ષમતા પ્રમાણે સ્તર બનાવી શિક્ષણ આપવું જોઈએ.

(B) વર્ગના વિદ્યાર્થીની ક્ષમતાને અનુરૂપ વ્યક્તિગત શિક્ષણ આપવું જોઈએ.

(C) વર્ગના વિદ્યાર્થીઓના શિક્ષણ માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ.

(D) વર્ગના વિદ્યાર્થીઓને પર્યાપ્ત મહાવરો મળે તે માટે વધારે ગૃહકાર્ય આપવું જોઈએ.

TAT HS Exam 2026 SOLVED PAPER

(37) પરીક્ષામાં ઓછા ગુણ આવતા વિદ્યાર્થી કહે છે કેઃ “વિજ્ઞાનના સાહેબ બહુ કડકાઈથી પેપર ચેક કરે છે.” આ કઈ બચાવ પ્રયુક્તિનું ઉદાહરણ છે?

(A) યૌક્તિકીકરણ (Rationalization)

(B) પ્રક્ષેપણ (Projection)

(C) તાદાત્મ્ય (Identification)

(D) ક્ષતિપૂર્તિ (Compensation)

(38) વિશિષ્ટ બાળક અને તેના લક્ષણને દર્શાવતી ખોટી જોડ ઓળખો.

(A) ડિસલેકસિયા ધરાવતું બાળક – શબ્દોને ખોટી રીતે વાંચે છે.

(B) ડિસકેલ્યુલિયા ધરાવતું બાળક – ગાણિતિક પ્રક્રિયામાં ભૂલો કરે છે.

(C) ડિસગ્રાફિયા ધરાવતું બાળક – ગ્રાફ દોરવામાં મુશ્કેલી અનુભવે છે.

(D) ઓટીઝમ ધરાવતું બાળક – આંખનો સંપર્ક કરીને વાત કરી શકતું નથી.

(39) સૂચના : 1 થી 5 માંથી તમને યોગ્ય લાગતા અંકની નીચેના ખાનામાં $\checkmark$ ની નિશાની કરો.

પ્રશ્ન : ગણિત વિષય તમને કેવો લાગે છે?

રસપ્રદ [1] [2] [3] [4] [5] કંટાળાજનક

આ વલણ માપદંડનું સ્વરૂપ કયા પ્રકારનું છે?

(A) લિકર્ટ (Likert)

(B) થર્સ્ટન (Thurston)

(C) ગટમેન (Guttman)

(D) ઓસગુડ (Osgood)

TAT HS Exam 2026 SOLVED PAPER

(40) કયા સમયગાળામાં માનવશરીર વૃદ્ધિ મહત્તમ થાય છે.

(A) ગર્ભાવસ્થા

(B) શિશુઅવસ્થા

(C) કિશોરાવસ્થા

(D) તરુણાવસ્થા

(41) વિકાસના સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો.

(A) બાળકનો વિકાસ મસ્તકથી પગની દિશામાં થાય છે.

(B) બાળક પહેલા ખભાના સ્નાયૂઓ પર કાબુ મેળવી પછી ક્રમશઃ કોણી, કાંડુ, હથેળી અને છેવટે ટેરવાં પર અંકુશ મેળવે છે.

(C) દુનિયાના દરેક બાળકની વિકાસ-તરાહ એક સમાન હોય છે. તમામ બાળકો તરુણાવસ્થા દરમિયાન જાતિય ફેરફારો અનુભવે છે.

(D) બાળક પહેલાં આંગળીઓ વડે પકડી પછી હાથને અને છેવટે સમગ્ર શરીરને હલાવે છે.

TAT HS Exam 2026 SOLVED PAPER

(42) જ્ઞાનતંત્રની ખામી/ક્ષતિ ધરાવતા અધ્યેતાને શું કહેવામાં આવે છે?

(A) અધ્યયન અક્ષમતા

(B) સ્નાયવિક વિકલાંગતા

(C) સાંવેગિક રીતે અપવાદરૂપ

(D) સામાજિક અને સાંસ્કૃતિક રીતે પછાત

(43) કેટલાંક તરુણ પોતાની જાતને તેંડુલકર, અમિતાભ બચ્ચન, માધુરી દીક્ષિત માનીને પોતાના દરજ્જાની જરૂરિયાત સંતોષે છે. આ શાનું ઉદાહરણ છે!

(A) યૌક્તિકીકરણ

(B) તાદાત્મ્ય

(C) અતિપૂર્તિ

(D) આરોપણ

(44) વિકસિત પ્રાણી કે બુદ્ધિશાળી (હોંશિયાર) માનવી માટે ક્યા પ્રકારનું અધ્યયન ઉપયુક્ત છે?

(A) અભિસંધાન દ્વારા અધ્યયન

(B) પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન

(C) અભિક્રમિત અધ્યયન

(D) આંતરસૂઝ દ્વારા અધ્યયન

(45) અજાગ્રત ઇચ્છાઓની અસર જાગ્રત વર્તન પર પડ્યા વિના રહેતી નથી. આ સિદ્ધાંત કયો છે?

(A) મેકડૂગલનો સહજવૃત્તિનો સિદ્ધાંત

(B) ફ્રોઈડનો દમન-આનંદ અને જીવનનો સિદ્ધાંત

(C) મેસ્લોનો માનવ પ્રેરણાનો સિદ્ધાંત

(D) મેકલેલેન્ડનો સિદ્ધિ પ્રેરણાનો સિદ્ધાંત

(46) 1956માં આવેલ બ્લૂમ ટેક્સોનોમી (વર્ગીકરણ)માં વર્ષ 2001માં શો મુખ્ય ફેરફાર કરવામાં આવ્યો?

(A) સંશ્લેષણ (Synthesis)ને બદલે સર્જન (Creating) કરવામાં આવ્યું.

(B) મૂલ્યાંકન (Evaluation) ને સૌથી ઉપર મૂકવામાં આવ્યું.

(C) ઉપયોજન (Application)ને એક સ્તર નીચે લઈ જવામાં આવ્યું.

(D) ઉપયોજન (Application) અને વિશ્લેષણ (Analysis)ની વચ્ચે સર્જન નું સ્તર ઉમેરવામાં આવ્યું.

TAT HS Exam 2026 SOLVED PAPER

(47) આપેલા પ્રાપ્તાંકોનું પ્રમાણ વિચલન શોધો : 10, 20, 30, 40, 50

(A) 10

(B) 0

(C) 15

(D) 30

(48) વર્ગશિક્ષણ દરમિયાન શિક્ષક કહે કે, “આ એકમ અઘરો લાગે છે? ચાલો ફરી સમજાવુ, મઝા પડશે.” આ વર્ગવ્યવહારનું કયુ ઘટક છે ?

(A) લાગણી સ્વીકાર

(B) પ્રોત્સાહન કે વખાણ / વિદ્યાર્થીઓની સ્થિતિનો સ્વીકાર

(C) વિદ્યાર્થીના વિચારનો સ્વીકાર

(D) વિદ્યાર્થીની પહેલ

TAT HS Exam 2026 SOLVED PAPER

(49) અધ્યયન તરીકે આકલન (Assessment as Learning)ને સમજાવતું વિધાન કયું છે?

(A) પૂર્વ નિર્ધારિત હેતુઓના આધારે વિદ્યાર્થી કેટલું અધ્યયન કરી શક્યો તે માહિતી શિક્ષક મેળવે છે.

(B) શૈક્ષણિક કાર્યક્રમની અસરકારકતા કેવી રહી તે માહિતી મેળવવા માટે કરવામાં આવે છે.

(C) આગામી અધ્યાપન વધુ સારૂ કઈ રીતે બની શકે, જેનાથી વિદ્યાર્થીઓનું અધ્યયન સુધરે તે જાણવા કરવામાં આવે છે.

(D) આકલન દરમિયાન પણ અધ્યયન થાય છે, જ્યારે વિદ્યાર્થી સ્વઆકલન કરે છે અથવા શિક્ષકે આપેલ પ્રતિપોષણ પર ચિંતન કરે છે.

(50) વિદ્યાર્થીના વ્યક્તિત્વ, વર્તન કે બિનવિદ્યાકીય નિષ્પત્તિનું મૂલ્યાંકન કરવા કયુ સાધન ઉપયોગમાં લેવું હિતાવહ છે !

(A) પ્રશ્નાવલિ

(B) ક્રમમાપદંડ (Rating Scale)

(C) સિદ્ધિકસોટી

(D) નિદાનકસોટી

TAT HS Exam 2026 SOLVED PAPER

(51) તે માઈક્રોટિચિંગનું લક્ષણ નથી.

(A) તે એક નિયંત્રિત વ્યવહાર પદ્ધતિ છે.

(B) તે અધ્યાપન કૌશલ્યો શીખવતી વાસ્તવિક પરિસ્થિતિ છે.

(C) તેમાં એક સમયે એક જ કૌશલ્ય શીખવા પર ધ્યાન અપાય છે.

(D) તે નિશ્ચિત સમય અવધિમાં થતી કામગીરી છે.

(52) તે મૂલ્યાંકનનું લક્ષણ નથી.

(A) મૂલ્યાંકન સતત ચાલતી પ્રક્રિયા છે.

(B) મૂલ્યાંકન પરિવર્તનલક્ષી છે.

(C) મૂલ્યાંકન શિક્ષણને ગતિશીલ બનાવે છે.

(D) મૂલ્યાંકન એ શિક્ષણનું સાધ્ય છે.

TAT HS Exam 2026 SOLVED PAPER

(53) જો કોઈ કસોટીનું કઠીનતા મૂલ્ય 0 થી 100 માં વિચારવામાં આવે તો તેનું મૂલ્ય કેટલું હોય તો સારું ગણાય?

(A) 10 અને 20 ની વચ્ચે

(B) 20 થી ઓછું

(C) 20 થી 80 ની વચ્ચે (આદર્શ રીતે 30 થી 70 કે 25 થી 75)

(D) 80 થી વધુ

(54) વક્રરેખા સમધારણ હોવાને બદલે વચ્ચેના ભાગેથી વધુ અણીદાર હોય તો આ ખામીને શું કહેવાય?

(A) ચર્પટકકુદતા

(B) કૂટકકુદતા (Leptokurtic)

(C) ધન વિરૂપતા

(D) ઋણ વિરૂપતા

(55) પોતાના કાર્યોમાં સુધારણા લાવવા માટે કાર્ય કરનાર દ્વારા જ હાથ ધરાતા સંશોધનને શું કહે છે?

(A) સૈદ્ધાંતિક સંશોધન

(B) વ્યક્તિગત સંશોધન

(C) મૂળગત સંશોધન

(D) ક્રિયાત્મક સંશોધન (Action Research)

TAT HS Exam 2026 SOLVED PAPER

(56) નીચે ખાલી જગ્યામાં યોગ્ય ગાણિતિક સંજ્ઞા મૂકી સમીકરણ સાચું બનાવો.

45 ___ 9 ___ 5 ___ 10

સાચો જવાબ : A

TAT HS Exam 2026 SOLVED PAPER

(57) દરરોજ સવારે ટાવર-Aનો પડછાયો ટાવર-B પર પડે છે. સાંજે ટાવર-Bનો પડછાયો ટાવર-A પર પડે છે. તો ટાવર-B એ ટાવર-Aની કઈ દિશામાં આવેલ હશે?

(A) ઉત્તર

(B) દક્ષિણ

(C) પૂર્વ

(D) પશ્ચિમ

TAT HS Exam 2026 SOLVED PAPER

(58) M એ P નો પુત્ર છે. Q એ O ની પૌત્રી છે. O એ P નો પતિ છે. તો M નો O સાથે સંબંધ શું હશે?

(A) પિતા

(B) માતા

(C) પુત્ર

(D) પુત્રી

(59) 1, 5, 14, 30, ___, 91 ખૂટતી સંખ્યા કઈ હશે?

(A) 55

(B) 51

(C) 35

(D) 45

(60) નીચેનામાંથી બાકીની સંખ્યાઓથી જુદી પડતી સંખ્યા કઈ છે?

16, 25, 36, 62, 144, 196, 225

(A) 25

(B) 62

(C) 144

(D) 196

TAT HS Exam 2026 SOLVED PAPER

(61) ચાર બાળકો એક જ હારમાં બેઠા છે. A એ B ની બાજુની સીટ પર છે, પણ C ની બાજુ નહીં. જો C એ D ની બાજુમાં બેઠો ન હોય, તો D ની બાજુની સીટમાં કોણ બેઠું હશે?

(A) B

(B) B અને A

(C) કંઈ ન કહી શકાય

(D) A

TAT HS Exam 2026 SOLVED PAPER

(62)

TAT HS Exam 2026 SOLVED PAPER

(A) Bનું મુખ પૂર્વ તરફ હશે.

(B) Fનું મુખ પશ્ચિમ તરફ હશે.

(C) Aનું સ્થાન અગ્નિમાં હશે.

(D) Eનું સ્થાન ઈશાનમાં હશે.

TAT HS Exam 2026 SOLVED PAPER

(63) એક વિદ્યાર્થી દક્ષિણ તરફ 12 કિ.મી. અંતર કાપે છે, પછી જમણી બાજુએ વળી 10 કિ.મી. અંતર કાપે છે, ફરી જમણી બાજુએ વળી 12 કિ.મી. અંતર કાપે છે. તો તે વિદ્યાર્થી પ્રસ્થાન બિંદુથી કેટલો દૂર હશે?

(A) 22 કિ.મી.

(B) 44 કિ.મી.

(C) 12 કિ.મી.

(D) 10 કિ.મી.

(64) ‘AUDITORIUM’ શબ્દનો ઉપયોગ કરી કયો શબ્દ ન બને?

(A) ADMIN

(B) AUDITOR

(C) AURUM

(D) RADIO

TAT HS Exam 2026 SOLVED PAPER

(65) શ્રેણીમાં આગળનું પદ કયું આવે ?

AA11, BB48, CC927, DD1664, ___

(A) EE 1525

(B) EE 2525

(C) EE 25125

(D) EE 2515

TAT HS Exam 2026 SOLVED PAPER

(66) આગળની આકૃતિઓ મુજબ છેલ્લી આકૃતિમાં ? માં કઈ સંખ્યા આવશે?

સાચો જવાબ : D

TAT HS Exam 2026 SOLVED PAPER

(67) આપેલા વિધાનના સારાંશ માટે શું સાચું?

વિધાન : ભારત બહુવિધ ભાષાઓનો દેશ છે.

સારાંશ:

(1) બધા ભારતીયોએ એકથી વધુ ભાષા શીખવી જોઈએ.

(2) દરેક દેશ બહુવિધ ભાષાઓ ધરાવે છે.

(A) સારાંશ 1 સાચું અને 2 ખોટું છે.

(B) બંને સારાંશ સાચાં છે.

(C) બંને સારાંશ ખોટાં છે.

(D) સારાંશ 1 ખોટું અને 2 સાચું છે.

TAT HS Exam 2026 SOLVED PAPER

(68) જો ઘડિયાળમાં 5:40 વાગ્યા હોય, તો દર્પણમાં પ્રતિબિંબમાં કેટલો સમય બતાવશે?

(A) 4:50

(B) 7:40

(C) 6:20

(D) 2:40

TAT HS Exam 2026 SOLVED PAPER

(69) એક લીપ યરમાં કેટલા કલાક હોય છે?:

(A) 8760

(B) 8670

(C) 8784

(D) 8874

TAT HS Exam 2026 SOLVED PAPER

TAT HS Exam 2026 SOLVED PAPER

(70)

(A) 60

(B) 03

(C) 05

(D) 04

TAT HS Exam 2026 SOLVED PAPER

(71) કયા વાક્યમાં અવ્યયનો ઉપયોગ થતો નથી?

(A) તે પાસ થયો કેમ કે તેણે ખૂબ મહેનત કરેલી.

(B) શાબાશ છે એ બહાદૂર જુવાનને !

(C) એ પ્રાણઘાતક અકસ્માતથી તે મરી જાત.

(D) એ ચોરની પેઠે ઘરમાં ઘૂસ્યો. (અથવા યોગ્ય વિકલ્પ)

(72) કયું વાક્ય કર્મણિ પ્રયોગમાં નથી?

(A) તને વિમાન દેખાય છે?

(B) મેં શીર્ષાસન કર્યું.

(C) મને વાત સમજાય છે.

(D) મારે આસને બેસવું છે.

TAT HS Exam 2026 SOLVED PAPER

(73)

સાચો જવાબ : D

TAT HS Exam 2026 SOLVED PAPER

(74) કયા જોડકામાંના શબ્દો એક પ્રકારનો જ સમાસ દર્શાવે છે?

(A) તપોધન, પાશ્ર્વેતર

(B) ઘનશ્યામ, કાપુરુષ (બંને કર્મધારય સમાસ)

(C) કલ્પલતા, શ્રીયુત

(D) શેષશાયી, સ્વચ્છંદ

(75) એ શબ્દ શોધો કે જેનો અર્થ અન્ય કરતાં ભિન્ન છે.

(A) પુંડરિક

(B) પર્યંક

(C) રાજીવ

(D) શતદલ

TAT HS Exam 2026 SOLVED PAPER

(76) સાચી જોડણી પસંદ કરો.

(A) હિમસૂતા

(B) હીમસુતા

(C) હીમસૂતા

(D) હિમસુતા

(77) એ, થી, થકી, વડે વગેરે પ્રત્યયો કઈ વિભક્તિમાં આવે છે?

(A) સંપ્રદાન

(B) અપાદાન

(C) સંબંધ

(D) કરણ

TAT HS Exam 2026 SOLVED PAPER

(78) પોતાની વાતને કે વિષયને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરતા ગદ્યને કયા પ્રકારનું ગદ્ય કહેવામાં આવે છે?

(A) વાદાત્મક

(B) વિવરણાત્મક

(C) વર્ણનાત્મક

(D) ભાવાત્મક

(79) તમતમારે, જુદાજુદા, દૂરદૂરથી વગેરે કયા પ્રકારના શબ્દો છે?

(A) નામયોગી શબ્દો

(B) સંયુક્ત શબ્દો

(C) સામાસિક શબ્દો

(D) દ્વિરુક્તિવાળા શબ્દો

(80) નીચેનામાંથી પરિમાણવાચક વિશેષણ જણાવો.

(A) આટલું

(B) આવું

(C) કડવું

(D) પહેલું

TAT HS Exam 2026 SOLVED PAPER

(81) નીચેનામાંથી કયા વિકલ્પમાં તમામ શબ્દોની જોડણી વ્યાકરણની દૃષ્ટિએ સંપૂર્ણ સાચી છે?

(A) શારીરિક, આશીર્વાદ, જિજીવિષા, સુશ્રુષા

(B) શારીરિક, આશીર્વાદ, જિજીવિષા, શુશ્રૂષા

(C) શારિરીક, આશિર્વાદ, જીજીવિષા, શુશ્રુષા

(D) શારીરીક, આશિર્વાદ, જિજીવીષા, શુશ્રૂષા

(82) નીચેનામાંથી કયો શબ્દ ‘અશ્વ’નો પર્યાયવાચી શબ્દ નથી ?

(A) હાય

(B) વાજી

(C) તોખાર

(D) કુંજર

(83) વાક્યશુદ્ધિના નિયમ અનુસાર નીચેનામાંથી વ્યાકરણની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય પસંદ કરો.

(A) મેં આજે એક ગાય અને એક બળદને આવતી જોઈ.

(B) મેં આજે એક ગાય અને એક બળદ આવતાં જોયાં.

(C) મેં આજે એક ગાય અને એક બળદ આવતા જોયો.

(D) મેં આજે એક ગાય અને બળદને આવતી જોઈ.

(84) નીચેના વાક્યમાં વ્યાકરણીય રીતે કયો શબ્દપ્રયોગ ખોટો છે? “તેણે મને સહૃદયતાપૂર્વક આવકાર આપ્યો.”

(A) તેણે

(B) સહૃદયતાપૂર્વક

(C) આવકાર

(D) આપ્યો

TAT HS Exam 2026 SOLVED PAPER

(85)

સાચો જવાબ : B

TAT HS Exam 2026 SOLVED PAPER

(86)

સાચો જવાબ : C

TAT HS Exam 2026 SOLVED PAPER

(87) Which word has no suffix.

(A) Health

(B) Library

(C) Embrace

(D) Marriage

TAT HS Exam 2026 SOLVED PAPER

(88) Find out the odd pair.

(A) proud – pride

(B) bond – bind

(C) grieve – grief

(D) lose – loss

TAT HS Exam 2026 SOLVED PAPER

(89)

સાચો જવાબ : D

TAT HS Exam 2026 SOLVED PAPER

(90) Select the sentence with almost similar meaning to the sentence “At the moment the duck looked exhausted.”

(A) The duck looked dreadful

(B) The duck was looking for a place to hide

(C) The duck looked very tired.

(D) The duck seemed unhappy.

TAT HS Exam 2026 SOLVED PAPER

(91) Put proper preposition in the blank. He was looking ___ his lost keys.

(A) at

(B) for

(C) after

(D) into

(92) ___ he finds a job, his family will starve. Fill in the blank with proper word.

(A) It

(B) Unless

(C) As

(D) However

(93) The harder you work, the ___ result you will get.

(A) good

(B) best

(C) better

(D) lower

(94) Select the similar word for Inventory.

(A) Summary

(B) Schedule

(C) Index

(D) Questionnaire

TAT HS Exam 2026 SOLVED PAPER

(95) All the crows are black. We ___ find a white crow, put proper adverb to complete the sentence.

(A) frequently

(B) usually

(C) rarely

(D) always

(96) Which expression best conveys the idea?

(A) During the curfew, the streets wearing desolate look.

(B) During the curfew, the streets wore a desolate look.

(C) During the curfew, the streets have had worn desolate looks

(D) During the curfew, the streets has been wearing desolation looks

TAT HS Exam 2026 SOLVED PAPER

(97) What is the correct noun form of the verb ‘compel’?

(A) Compelation

(B) Compulsion

(C) Compulsory

(D) Compellment

(98) Fill in the blank with the correct preposition : “The committee is totally opposed ___ the new proposal.”

(A) for

(B) against

(C) to

(D) with

TAT HS Exam 2026 SOLVED PAPER

(99) Fill in the blanks with appropriate articles: “He is ___ heir to the throne and ___ honest man.”

(A) a, a

(B) an, a

(C) an, an

(D) the, a

TAT HS Exam 2026 SOLVED PAPER

(100) Identify the correct verb according to subject-verb Agreement: “Neither the principal nor the teachers ___ present at the meeting yesterday.”

(A) was

(B) were

(C) are

(D) is

TAT HS Exam 2026 SOLVED PAPER

TAT HS Exam 2026 SOLVED PAPER

TAT HS Exam 2026 SOLVED PAPER

TAT HS Exam 2026 SOLVED PAPER

101) ગાંધીજીને માનવજગતના કલ્યાણની ઉત્તમ જીવન વ્યવસ્થા ‘સર્વોદય વિચાર’ કોના દ્વારા મળ્યો?

(A) માતા પૂતળીબાઈ

(B) વિનોબા ભાવે

(C) રસ્કિન

(D) ઝવેરચંદ મેઘાણી

TAT HS Exam 2026 SOLVED PAPER

102) દૈવી સંપદાવાળી વ્યક્તિના 26 દૈવી ગુણો નીચે પૈકી ક્યાં દર્શાવેલા છે?

(A) અગિયાર મહાવ્રતોમાં

(B) ભગવદ્ગીતાના શ્લોકોમાં

(C) વૈષ્ણવજન ભજનમાં

(D) શાંતિનિકેતનના ધ્યેય મંત્રમાં

103) બાળકને કુટુંબમાં વિશેષ માવજત, પોષણ અને કાળજીથી ઉછેરીને સમાજમાં મોકલવામાં આવે તો તે બાળક માટે, પરિવાર માટે અને સમાજ માટે ફળદાયી બને છે. ત્યારે કુટુંબને શેની ઉપમા આપી શકાય?

(A) સમાજ પરિવાર

(B) રાષ્ટ્ર પરિવાર

(C) ધરુવાડિયું

(D) પ્રોટોન અને ઈલેક્ટ્રોન

TAT HS Exam 2026 SOLVED PAPER

104) બાળપણનો ચાર થી પાંચ વર્ષનો ગાળો એટલે કયો તબક્કો?

(A) સામાજિકતાના વિકાસની ઝંખનાનો સમય

(B) સમૃદ્ધ કલ્પનાશક્તિ

(C) પરિચિત અને અપરિચિત વ્યક્તિઓ વચ્ચેના આધારે ભાવની સમજ

(D) અવાજ આધારે ભાવની સમજ

105) માનવસમાજ સંદર્ભે વિવિધ સંશોધનોના તારણો પૈકી કયું તારણ યોગ્ય નથી?

(A) માનવસમાજથી અલિપ્ત રહેનાર બાળક પશુ જેવા બની જાય છે.

(B) માણસ તરીકે વિકસવાની આધારશીલા બાળપણના પાંચ વર્ષના ઉછેર પર આધારિત છે.

(C) બધી સુખ-સગવડો હોવા છતા અપૂરતો સ્નેહ બાળકને લાગણીશૂન્ય બનાવી શકે છે.

(D) માનવસમાજથી અલિપ્ત રહેલ બાળકો મુશ્કેલી વગર ભાષા શીખી શકે છે.

106) વિક્ટર અને અમલા-કમલા જેવા ઉદાહરણોને આધારે કુટુંબનું માનવ વિકાસમાં મહત્ત્વ સંદર્ભે કઈ બાબત યોગ્ય છે?

(A) કુટુંબ કરતા જૈવિક વારસો જ મહત્ત્વનો છે.

(B) કુટુંબને લીધે જ ભાષા અને માનવીય ગુણોનો વિકાસ થાય છે.

(C) માનવ વિકાસ પર કુટુંબની અસર નથી થતી.

(D) સામાજિકતાના વિકાસમાં યોગદાન નથી.

TAT HS Exam 2026 SOLVED PAPER

107) સારાસાર વિવેક બાબતે નીચે પૈકી કઈ બાબત યોગ્ય નથી?

(A) હંસનો ક્ષીર-નીર વિવેક.

(B) યતઃ ધર્મઃ તતઃ જયઃ

(C) સારાસાર વિવેક જાણનાર તટસ્થ ન બની શકે.

(D) પરિવારમાંથી સારાસારની કેળવણીનો પાયો નંખાય છે.

108) ભારતમાં મલબારના નાયર લોકોની “તરવડ’ નામે ઓળખાતી કુટુંબ-વ્યવસ્થા નીચે પૈકી કયા લક્ષણો ધરાવે છે?

(i) કુટુંબનો વહીવટ પુરુષો કરે છે.

(ii) મિલ્કતનો વહીવટ સ્ત્રીઓ કરે છે.

(iii) મિલ્કતની વારસ સ્ત્રીઓ હોય છે.

(iv) પિતૃપ્રધાન કુટુંબ વ્યવસ્થા હોય છે.

(A) i & ii

(B) ii & iii

(C) i & iv

(D) i & iii

109) વિભક્ત કુટુંબો વધવા પાછળ નીચે પૈકી કયું કારણ જવાબદાર નથી?

(A) જનસંખ્યા

(B) પ્રાચીન શિક્ષણ પદ્ધતિ

(C) શહેરો તરફની અભિમુખતા

(D) પશ્ચિમની જીવનપદ્ધતિની અસર

110) કુટુંબ વ્યવસ્થાનો પાયો કોને માનવામાં આવે છે?

(A) વ્યવસાય

(B) સંપત્તિ

(C) લગ્ન

(D) શિક્ષણ

TAT HS Exam 2026 SOLVED PAPER

111) બંગાળમાં સ્ત્રીઓની કેળવણીની શરૂઆત કોણે કરી હતી?

(A) સ્વામી દયાનંદ સરસ્વતી

(B) ધોંડો કેશવ કર્વે

(C) રાજા રામમોહન રાય

(D) એની બેસન્ટ

112) ગાર્ગી અને લોપામુદ્રાના ઉદાહરણો સંદર્ભે પ્રાચીન વેદ-ઉપનિષદ કાળમાં સ્ત્રીઓનું શું સ્થાન હશે?

(A) તે માત્ર ઘરકામ કરતી હતી.

(B) તે પારકું ધન ગણાતી

(C) તે શિક્ષણ મેળવી શકતી ન હતી.

(D) તે મહાજ્ઞાની ઋષિઓ સાથે શાસ્ત્રાર્થ પણ કરતી હતી.

113) મહિલા અને બાળ કલ્યાણની પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓ સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી?

(A) વઢવાણ – વિકાસ વિદ્યાલય

(B) મુંબઈ – વનિતા વિશ્રામ

(C) અમદાવાદ – જ્યોતિસંઘ

(D) જામનગર – શિશુવિહાર

114) મિલમાલિકના પત્ની હોવા છતા મજૂરોના કલ્યાણ માટે ગાંધીજીની સાથે રહીને કોણે કામ કરેલું?

(A) અરૂણા અસફઅલી

(B) અનસૂયાબેન સારાભાઈ

(C) મીઠુબહેન પીટીટ

(D) મૃદુલાબેન સારાભાઈ

TAT HS Exam 2026 SOLVED PAPER

115) વિવિધ ક્ષેત્રોમાં જોડાયેલ મહિલાઓ સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી?

(A) વહીવટી ક્ષેત્ર – કિરણ બેદી

(B) સાહિત્ય ક્ષેત્ર – કુંદનિકા કાપડીયા

(C) નૃત્ય ક્ષેત્ર – હેમા માલિની

(D) રાજકીય ક્ષેત્ર – પદ્મા ફડિયા

116) સ્ત્રી સમાનતા સંદર્ભે નીચે પૈકી કયું વિધાન યોગ્ય નથી?

(A) ભારતના બંધારણમાં સ્ત્રી-પુરૂષોને નાગરિક તરીકે સમાન અધિકારો છે.

(B) સંતાન ઈચ્છે તો માતાની અટક ધારણ કરી શકે છે.

(C) કાયદા મુજબ પુત્રને જ પિતાની મિલ્કત વારસામાં પ્રાપ્ત થાય છે.

(D) નોકરીમાં જોડાયેલ સ્ત્રીઓને પુરૂષ જેટલા જ લાભ પ્રાપ્ત થાય છે.

TAT HS Exam 2026 SOLVED PAPER

117) સ્ત્રીઓની સ્થિતિ સુધારણા માટેના કાયદા સંદર્ભે નીચે પૈકી કઈ વિગત યોગ્ય નથી?

(A) રાજા રામમોહન રાયે વિલિયમ બેન્ટિકને કાયદાથી સતીપ્રથા અટકાવવા માટે રજૂઆત કરી હતી.

(B) બ્રહ્મોસમાજે વિધવા પુનર્લગ્ન માટે ઝુંબેશ ઉપાડી હતી.

(C) મહાદેવ ગોવિંદ રાનડેનું લક્ષ્ય બાળલગ્નો અટકાવવાનું હતું.

(D) ઈ.સ. 1881ના લગ્નવય સંમતિ કાયદા મુજબ છોકરીઓ માટે લગ્નવય બાર વર્ષની નક્કી થઈ.

118) નિરક્ષરતા અને વસ્તીવધારા વચ્ચેનો સંબંધ કઈ બાબતથી દર્શાવી શકાશે નહિ?

(A) સૌથી વધુ સાક્ષરતા ધરાવતા રાજ્યમાં સૌથી ઓછો વસ્તીવધારા દર છે.

(B) કેટલાક સમૃદ્ધ દેશોમાં સો ટકા સાક્ષરતા હોવાથી વસ્તી ઘટતી જાય છે.

(C) નિરક્ષર લોકો અજ્ઞાનવશ વધુ બાળકો મજૂરી કરવામાં મદદરૂપ થશે તેવું માને છે.

(D) ઊંચુ શિક્ષણ ધરાવતા લોકો એક-બે બાળકોથી સંતોષ માનતા નથી.

TAT HS Exam 2026 SOLVED PAPER

119) યથાસ્થિતિવાદી લોકો માટે નીચે પૈકી કઈ બાબત બંધબેસતી નથી?

(A) જે પરિસ્થિતિમાં જીવતા હોય તેનાથી સંતુષ્ટ

(B) ‘રામ રાખે તેમ રહીએ’માં માનનારા

(C) સંજોગોને બદલવા માટે પુરુષાર્થ કરનાર

(D) અગવડો તો જીવનમાં આવ્યા કરે. ભોગવવી પડે તેવું માનનાર

120) ખ્રિસ્તી ધર્મના ધર્મપુસ્તક બાઈબલનો માર્ટિન લ્યુથરે કઈ ભાષામાં અનુવાદ કર્યો?

(A) જર્મન

(B) લેટિન

(C) ફ્રેન્ચ

(D) રશિયન

121) વ્યક્તિઓએ કરેલ સેવાકાર્ય અને તેના વિસ્તાર સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી?

(A) જુગતરામ દવે : સુરત

(B) નરસિંહભાઈ ભાવસાર : બનાસકાંઠા

(C) મામાસાહેબ ફડકે : ગોધરા

(D) મૃણાલિનીબહેન સારાભાઈ : અમદાવાદ

TAT HS Exam 2026 SOLVED PAPER

122) જો પૃથ્વી પર ઓઝોન સ્તર ન હોય તો તેની સૌથી ગંભીર અસર કઈ થાય?

(A) વધારે પડતો વરસાદ થાય.

(B) પૃથ્વીનું તાપમાન ખૂબ ઓછું થઈ જાય.

(C) દરિયાના પાણીમાં વધારો થાય.

(D) અલ્ટ્રા વાયોલેટ કિરણોથી પૃથ્વી પરનું જીવન નાશ પામે

123) વાતાવરણ સંદર્ભે કઈ વિગતો યોગ્ય છે?

  1. નાઈટ્રોજન નિષ્ક્રિય વાયુ છે.
  2. પૃથ્વીથી લગભગ 18 કિ.મી. સુધીના સ્તરને ક્ષોભાવરણ કહે છે.
  3. પૃથ્વી સપાટીથી ઊંચે જતા હવા ઘટ્ટ બનતી જાય છે.
  4. વાતાવરણમાં સૌથી ઊંચે ઓઝોન વાયુનું સ્તર આવેલું હોય છે. (A) 1 અને 2 (B) 2 અને 4 (C) 2 અને 3 (D) 1 અને 4

124) વાતાવરણને દૂષિત કરનારા કુદરતી પરિબળો સંદર્ભે નીચે પૈકી કઈ જોડ યોગ્ય નથી?

(A) મહાસાગરો, જ્વાળામુખીઓ, રણપ્રદેશો

(B) ધરતીકંપો, પાણીમાં ભળતા સેન્દ્રિય પદાર્થો

(C) મહાસાગરો, નદીઓ, રણપ્રદેશો

(D) ધરતીકંપો, જ્વાળામુખીઓ

125) જે કોઈ ઉદ્યોગ ગેસોના ઉત્સર્જનને ઘટાડવા નવી ટેક્નોલૉજી અપનાવે તો તેની શું અસર થાય?

(A) ઉત્પાદન સંપૂર્ણ બંધ થઈ જાય.

(B) પાણી પ્રદૂષણ વધે.

(C) જમીન બિનઉપજાઉ બને.

(D) હવા પ્રદૂષણમાં ઘટાડો થાય.

126) જલાવરણ સંદર્ભે નીચે પૈકી કઈ વિગત યોગ્ય નથી?

(A) ખેતી માટે મીઠા પાણીનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.

(B) પાણીના કુલ જથ્થાનો 97% ભાગ મહાસાગરોનું પાણી છે.

(C) પીવાલાયક પાણીનો 2% ભાગ બરફરૂપે જામી ગયેલો છે.

(D) કુદરત દ્વારા પાણીનું પ્રદૂષણ અલ્પ પ્રમાણમાં થાય છે.

127) ઉદ્યોગો દ્વારા થતાં નદીઓના જળ પ્રદૂષણ સંદર્ભે કઈ વિગત યોગ્ય નથી?

(A) મથુરા રિફાઈનરી – યમુના નદી

(B) જેતપુર સાડી રંગવાનો ઉદ્યોગ – આજી નદી

(C) બરૌની રિફાઈનરી – ગંગા નદી

(D) વડોદરા ઉદ્યોગો – વિશ્વામિત્રી નદી

TAT HS Exam 2026 SOLVED PAPER

128) પૃથ્વી પર કુદરતી રીતે કેટલા ટકા જંગલો હોવા જોઈએ?

(A) 23%

(B) 33%

(C) 37%

(D) 43%

129) ઈઝરાયલનો રણ વિસ્તાર એશિયાના કયા ભાગમાં આવેલ છે?

(A) ઉત્તર એશિયા

(B) દક્ષિણ એશિયા

(C) પૂર્વ એશિયા

(D) પશ્ચિમ એશિયા

130) નીચે પૈકી કયા દેશે રોજીંદા વપરાશનો ત્રીજા ભાગનો પાણીનો જથ્થો ગંદા પાણીમાંથી શુદ્ધ કરેલો હોય છે?

(A) અમેરિકા

(B) જાપાન

(C) રશિયા

(D) ઇઝરાયલ

131) ઇંગ્લેન્ડમાં સ્ત્રીઓને મતાધિકાર ક્યારે મળ્યો?

(A) ઈ.સ. 1827માં

(B) ઈ.સ. 1828માં

(C) ઈ.સ. 1927માં

(D) ઈ.સ. 1928માં

132) માનવીના ભટકતા જીવનનો અંત ક્યારે આવ્યો?

(A) તેણે લગ્ન કરવાનું શરૂ કર્યું ત્યારે

(B) તેણે મકાન બાંધવાનું શરૂ કર્યું ત્યારે

(C) તેણે ઘોડેસવારી શરૂ કરી ત્યારે

(D) તેણે ખેતી-પશુપાલનનો વિકાસ કર્યો ત્યારે

133) છૂટાછેડા લીધેલ કોઈ પણ વ્યક્તિ છૂટાછેડાના હુકમનામાના કેટલા સમય બાદ ફરીથી લગ્ન કરી શકે છે?

(A) 1 વર્ષ બાદ

(B) 2 વર્ષ બાદ

(C) 3 વર્ષ બાદ

(D) 6 મહિના બાદ

134) ઇન્ડિયન નેશનલ સોશિયલ કોન્ફરન્સ નામની રાષ્ટ્રીય સંસ્થાની સ્થાપના કોણે કરી?

(A) કેશવચંદ્ર સેન

(B) રાજા રામમોહન રાય

(C) મહાદેવ ગોવિંદ રાનડે

(D) અરવિંદ ઘોષ

TAT HS Exam 2026 SOLVED PAPER

135) આઝાદી વખતે દેશના લોકોનું સરેરાશ આયુષ્ય કેટલા વર્ષનું હતું?

(A) 64 વર્ષ

(B) 50 વર્ષ

(C) 72 વર્ષ

(D) 27 વર્ષ

136) “ગ્રામપંચાયત અને ગ્રામસભા વચ્ચેનો સંબંધ મંત્રીમંડળ અને ધારાસભા ગૃહ જેવો હોવો જોઈએ.”- આ વિધાન કોણે કહ્યું હતું?

(A) મહાત્મા ગાંધીજી

(B) જવાહરલાલ નહેરુ

(C) ઉચ્છંગરાય ઢેબર

(D) જયપ્રકાશ નારાયણ

137) ભારતમાં કયા વર્ષમાં દહેજ પ્રતિબંધક ધારો ઘડવામાં આવ્યો હતો?

(A) ઈ.સ. 1959

(B) ઈ.સ. 1961

(C) ઈ.સ. 1963

(D) ઈ.સ. 1965

TAT HS Exam 2026 SOLVED PAPER

138) પૃથ્વીને ફરતે આવેલા ટ્રોપોસ્ફિયરમાં કેટલા ટકા હવા છે?

(A) 30%

(B) 40%

(C) 50%

(D) 60%

139) કારખાનાની ચીમનીઓ કેટલા મીટરથી વધારે ઊંચી રાખવી જોઈએ?

(A) 30 મીટર

(B) 20 મીટર

(C) 40 મીટર

(D) 50 મીટર

140) વિશ્વના કુલ જમીન વિસ્તારમાં ભારતનો હિસ્સો કેટલા ટકા છે?

(A) 2.4%

(B) 4.2%

(C) 5.2%

(D) 2.5%

141) કોણે ભારત જોડોનું અભિયાન ચલાવીને દેશને રાષ્ટ્રીય ઐક્યનો સંદેશો આપ્યો?

(A) મહાત્મા ગાંધીજી

(B) બાબા મુરલીધર આમ્ટે

(C) સ્વામી આનંદ

(D) વિનોબા ભાવે

142) કમ્પ્યૂટરને ગાંધીજીના રેંટિયા સાથે સરખાવનાર વ્યક્તિ કોણ હતા?

(A) સરદાર પટેલ

(B) ડૉ. કલામ

(C) કાકાસાહેબ કાલેલકર

(D) યાસીન દલાલ

TAT HS Exam 2026 SOLVED PAPER

143) સત્તાના વિકેન્દ્રીકરણ અંગે ગાંધીજી ઉપર કોની અસર જોવા મળે છે?

(A) ટોલ્સટૉય

(B) રસ્કિન

(C) ડેવિડ થોરો

(D) વિનોબા ભાવે

144) ભારતે આર્થિક ઉદારીકરણની નીતિ ક્યારે અપનાવી?

(A) 1890

(B) 1990

(C) 1891

(D) 1991

145) માનવવિકાસ અહેવાલ દર વર્ષે કોના દ્વારા જાહેર કરવામાં આવે છે?

(A) યુનેસ્કો

(B) યુનિસેફ

(C) W.H.O.

(D) સંયુક્ત રાષ્ટ્રસંઘ (UNDP)

146) વિશ્વ માનવ અધિકારોની ઘોષણા ક્યારે કરવામાં આવી?

(A) ઈ.સ. 1945

(B) ઈ.સ. 1948

(C) ઈ.સ. 1946

(D) ઈ.સ. 1949

147) નીચેનામાંથી કયા પુસ્તકને નોબલ ઈનામ મળ્યું હતું?

(A) સામાજિક કરાર

(B) સત્યના પ્રયોગો

(C) નેચર

(D) ગીતાંજલિ

148) સજીવ ખેતી ઉપરના પ્રયોગો કયા દેશમાં સફળ થયા?

(A) પેરિસ

(B) જાપાન

(C) ભારત

(D) ઇઝરાયલ

149) વિશ્વમાં પ્રકૃતિ ઉપર વિનાશનો ખતરો ટાળવા કોણ કામ કરે છે?

(A) GLF

(B) વૈજ્ઞાનિકો

(C) સૈનિકો

(D) WWF

150) બગદાદ : અરેબિયન નાઈટ્સની જાદુઈ નગરી :: ઈજિપ્ત : ?

(A) વિશાળ મહાલયો

(B) ભવ્ય મંદિરો

(C) ભવ્ય પિરામિડો

(D) આરસની સુંદર પ્રતિમાઓ

151) પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાંથી છૂટવા અવકાશયાનને પ્રતિ કલાક કેટલા કિ.મી. ગતિનો ધક્કો આપવો પડે છે?

(A) 15,000 કિ.મી.

(B) 20,000 કિ.મી.

(C) 25,000 કિ.મી.

(D) 30,000 કિ.મી.

TAT HS Exam 2026 SOLVED PAPER

152) વીજપ્રવાહ મારફત સંકેતમાં ઝડપથી સંદેશા મોકલવા માટે અવાજ ઉપરથી અક્ષરો લખવાની કોડભાષા વિકસાવનાર વૈજ્ઞાનિક કોણ હતા?

(A) ગ્રેહામ બેલ

(B) મોર્સ

(C) ડૉ. વિક્રમ સારાભાઈ

(D) ડૉ. સી.વી. રામન

153) સર્વેક્ષણ સંદર્ભે નીચે પૈકી કઈ વિગત યોગ્ય નથી?

(A) રોડ અને રેલમાર્ગોના આયોજન માટે સર્વેક્ષણ થાય છે.

(B) ભૌતિક સર્વેક્ષણ અને સામાજિક સર્વેક્ષણ સમાન છે.

(C) ભૌતિક સાધનોની મદદથી ભૌતિક સર્વેક્ષણ થાય છે.

(D) સર્વેક્ષણ ઈજનેરી વિદ્યાનો એક ભાગ છે.

154) સર્વેક્ષણના પગથિયા સંદર્ભે સાચો ક્રમ કયો છે?

(A) વિષય પસંદગી – સાહિત્ય સમીક્ષા – નમૂનાની તપાસ – સાધન પસંદગી – માહિતીનું વર્ગીકરણ – અર્થઘટન – અહેવાલ

(B) વિષય પસંદગી – માહિતીનું અર્થઘટન – નમૂનાની તપાસ – અહેવાલ

(C) સાહિત્ય સમીક્ષા – વિષય પસંદગી – સાધન પસંદગી – માહિતીનું વર્ગીકરણ – અહેવાલ

(D) સાધન પસંદગી – સાહિત્ય સમીક્ષા – નમૂનાની તપાસ – અહેવાલ

155) નીચે પૈકી કઈ વિગત સામાન્ય હેતુવાળા કોષ્ટક સાથે સંબંધિત છે?

(A) કોષ્ટકના હેતુ સાથે સંબંધિત ન હોય તે એકમો છોડી દેવામાં આવે છે.

(B) એકમો વચ્ચેનો સંબંધ સ્પષ્ટતાપૂર્વક દર્શાવવા તેનો ઉપયોગ થાય છે.

(C) તેને જટિલ કોષ્ટક કહેવાય છે.

(D) તેને સંદર્ભ કોષ્ટક કહેવાય છે.

156) નીચે આપેલ રાજનીતિના વિધાનો પૈકી કયો વિચાર ગાંધીજીનો છે?

(A) લોકો ઉપર રાજ્યસત્તાનો દોર જેટલો ઓછો તેટલું તે રાજ્ય સારું.

(B) ઝાઝા માણસો કરે તે ખરું જ હોય તે માન્યતા એ ખોટો વહેમ છે.

(C) અંતરાત્માને લગતી બાબતોમાં લઘુમતીના કાયદાને સ્થાન નથી.

(D) જે રાજ્યમાં ખોટી રીતે માણસોને જેલમાં નાખવામાં આવે છે, તે રાજ્યમાં ન્યાયી અને સારા માણસોનું ઘર જેલ છે.

157) ગાંધીજીએ ઈ.સ. 1933-34માં કઈ બાબતના પ્રચાર માટે આખા દેશમાં પ્રવાસ કર્યો?

(A) સ્વદેશી

(B) ગ્રામોદ્યોગ

(C) આર્થિક સમાનતા

(D) અસ્પૃશ્યતા નિવારણ

158) ગાંધીજીએ હરિજન પત્રોમાં ગરીબી અંગેના તેમના લેખો કયા મથાળા હેઠળ લખ્યા હતા?

(A) વૉલન્ટરી સિમ્પ્લિસિટી (Voluntary Simplicity)

(B) મરજિયાત ગરીબી

(C) ગરીબી હટાવો

(D) સમાજમાં ગરીબી

159) મહાત્મા ગાંધીના વિચારો સંદર્ભે કઈ વિગતો યોગ્ય છે?

  1. ગાંધીજીના વિચારો ઉપર ‘વૉલ્ડન’ ગ્રંથની અસર ખૂબ જોવા મળે છે.
  2. ગાંધીજીના મતે પત્રો વ્યક્તિગત માલિકીના હોવા જોઈએ.
  3. ‘બ્રેડ લેબર’નો અર્થ ગાંધીજીએ ‘જાત મહેનત’ કર્યો છે. (A) 1 અને 2 (B) 2 અને 3 (C) 1 અને 3 (D) માત્ર 2

160) “ગાંધીજીએ માત્ર હિંદુસ્તાનને જ આઝાદ નથી કર્યો; એમણે તો ઇંગ્લેન્ડને પણ સામ્રાજ્યવાદની વિચારસરણીમાંથી મુક્ત કર્યું છે.” – આ શબ્દો કયા ઇતિહાસકારના છે?

(A) લિન યુટાંગ

(B) સુભાષચંદ્ર બોઝ

(C) મહર્ષિ કર્વે

(D) આર્નોલ્ડ ટૉયન્બી

161) નીચે આપેલ વિધાનો કોને લાગુ પડે છે તે જણાવો.

  • તેઓ આદિવાસીઓના “પરમ મિત્ર” તરીકે જાણીતા હતા.
  • ઢેબરભાઈ સમિતિએ તેમની ભલામણને ખાસ મહત્ત્વ આપ્યું હતું. (A) જુગતરામ દવે (B) ઠક્કરબાપા (C) ડૉ. વેરિયર ઍલ્વિન (D) વણીકરદાદા

TAT HS Exam 2026 SOLVED PAPER

162) નીચે પૈકી કઈ બાબત ગાંધીજીની વિચારધારા સાથે સંબંધિત નથી?

(A) નિઃશસ્ત્ર લોકો નૈતિક રીતે નબળા હોય છે.

(B) ‘ભારત છોડો’ ગાંધીજીએ આપેલ નારો

(C) અહિંસા દ્વારા ધાર્યું પરિણામ લાવી શકાય છે.

(D) વ્યક્તિ સામે નહીં, તેની નીતિ સામે વાંધો.

163) જો સમાજમાં શિક્ષણ અને ટેક્નોલૉજીનો પ્રભાવ વધે તો સામાજિક મૂલ્યોમાં કયો બદલાવ સૌથી વધુ જોવા મળે?

(A) અંધશ્રદ્ધામાં વધારો

(B) વૈજ્ઞાનિક દૃષ્ટિકોણનો વિકાસ

(C) પરંપરાગત માન્યતાઓમાં વધારો

(D) સામાજિક સંપર્કમાં ઘટાડો

164) “સમય વરતે, સાવધાન’ – એના અર્થ સાથે કઈ બાબત સંબંધિત નથી?

(A) પરિવર્તનોને આવકારવા.

(B) પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે.

(C) બદલાતા સંજોગોને અનુકૂળ થવું.

(D) સ્થિતિ ચુસ્તતામાં વિકાસ.

165) જ્ઞાનનું વિતરણ કરવાની આવડત અને ક્ષમતા ધરાવતી સ્ત્રીઓ માટે પ્રાચીન સમયમાં કયો શબ્દ વપરાતો હતો?

(A) આચાર્યા

(B) બ્રહ્મવાદિની

(C) ઉપાધ્યાયા

(D) સઘોદ્વાહા

166) આર્થિક સુધારાઓના મૂળભૂત ત્રણ અંગોમાં કોનો સમાવેશ થતો નથી?

(A) અર્થકારણ

(B) ઉદારીકરણ

(C) ખાનગીકરણ

(D) વૈશ્વિકીકરણ

167) ઉદારીકરણ સંદર્ભે કઈ વિગત યોગ્ય નથી?

(A) તે 1991 થી અપનાવવામાં આવી.

(B) આ નીતિમાં ભાવતંત્રને ખૂબ ઓછો અવકાશ રહે છે.

(C) તે મુક્ત બજારની નીતિ છે.

(D) તેના લીધે ઝડપી ગતિથી આર્થિક વિકાસ કરવો શક્ય છે.

168) વિભિન્ન રાષ્ટ્રો વચ્ચે મૂડીની હેરફેર પરના નિયંત્રણો દૂર કરવાનો હેતુ કઈ બાબતમાં છે?

(A) વૈશ્વિકીકરણ

(B) ખાનગીકરણ

(C) રાષ્ટ્રીયકરણ

(D) ઉદારીકરણ

169) ભારત માટે કયું આર્થિક પરિવર્તન ફાયદાને બદલે નુકશાનકારક બની શકે તેમ છે?

(A) વિદેશી વ્યાપારમાં વધારો.

(B) રોજગારીમાં વધારો.

(C) આંતરમાળખાકીય સુવિધાઓમાં વધારો.

(D) નવી ટેક્નોલૉજી આધારિત ઉત્પાદન સાધનોના અતિશય ઉપયોગથી બેરોજગારી વધવી.

170) નીચે પૈકી કઈ બાબતનો સમાવેશ સામાજિક મૂડીરોકાણમાં થતો નથી.

(A) પર્યાવરણ જળવાઈ રહે.

(B) આરોગ્ય સુવિધા પૂરી પાડવી.

(C) રોજગારીમાં વધારો થાય.

(D) માનવશક્તિનો વિકાસ થાય.

171) ઉપભોક્તાવાદ સંદર્ભે કઈ વિગતો યોગ્ય છે?

  1. તે ભૌતિક સમૃદ્ધિ પાછળની દોડ છે.
  2. તેના લીધે પ્રગતિ થાય છે.
  3. જરૂરિયાતની પ્રાથમિકતા મુજબ નાણાનો ઉપયોગ થાય છે.
  4. મૂડીવાદી દેશો નાણાના જોરે આવા દૂષણોને પોષે છે. (A) 1, 2 અને 3 (B) 2 અને 3 (C) 1 અને 2 (D) 1 અને 4

TAT HS Exam 2026 SOLVED PAPER

172) ગ્રીસના વતની, પશ્ચિમના જગતના આદ્ય વિચારક તત્ત્વવેત્તા અને મહાત્મા ગાંધીએ જેમને ‘સત્યવીર’ તરીકે ઓળખાવ્યા તે તત્ત્વચિંતક કોણ હતા?

(A) થોરો

(B) શેક્સપિયર

(C) કાર્લ માર્ક્સ

(D) સોક્રેટિસ

173) સામ્યવાદી વિચારધારાના જનક કોણ હતા?

(A) કાર્લ માર્ક્સ

(B) સોક્રેટિસ

(C) લેનિન

(D) થોરો

174) ‘દાસ કેપિટલ’ પુસ્તક સંદર્ભે કઈ વિગત યોગ્ય નથી?

(A) આ પુસ્તક સમાજવાદી વિચારધારાનો પ્રમુખ ગ્રંથ હતો.

(B) આ પુસ્તકને સૌથી વધુ આવકાર જર્મનીમાં મળ્યો.

(C) આ ગ્રંથ ત્રણ ભાગમાં બહાર પડ્યો હતો.

(D) આ ગ્રંથે માર્ક્સની સમાજવાદના પ્રખર ચિંતક તરીકે નામના કરી.

175) નીચે પૈકી કયું પુસ્તક ટોલ્સ્ટૉયનું નથી?

(A) યુદ્ધ અને શાંતિ

(B) ત્યારે કરીશું શું?

(C) વૈકુંઠ વસે છે તારા હૃદયમાં

(D) સામાજિક કરાર

176) પૃથ્વી ફરતે ત્રણે ઉપગ્રહો જો યોગ્ય ભ્રમણકક્ષામાં મૂકવામાં આવે તો સમગ્ર વિશ્વને સંદેશા વ્યવહારથી આવરી શકાય તેવી કલ્પના કોણે કરેલી?

(A) આર્થર સી. ક્લાર્ક (અથવા કાર્લ સાગન)

(B) ડૉ. વિક્રમ સારાભાઈએ

(C) ભાસ્કરાચાર્યે

(D) આર્યભટ્ટે

177) ગુજરાતમાં રાજકીય ક્ષેત્રની તેજસ્વી મહિલાઓમાં નીચે પૈકી કોનો સમાવેશ થાય છે?

(A) શ્રીમતી સુચેતા ક્રિપલાની

(B) શ્રીમતી જોહરાબહેન ચાવડા

(C) શ્રીમતી શારદા મુકરજી

(D) શ્રીમતી મધુ દંડવતે

178) પોતાની કન્યા માટે પાત્ર પસંદગી કરતી વખતે પિતા યુવકની કઈ બાબતને મહત્ત્વ આપશે?

(A) દેખાવ

(B) આર્થિક સ્થિતિ

(C) શૈક્ષણિક લાયકાત

(D) જ્ઞાન અને કુળ

179) ઇંગ્લેન્ડના કામદારોના નવા આંતરરાષ્ટ્રીય સંગઠનનું નેતૃત્વ કોને મળ્યું હતું?

(A) કાર્લ માર્ક્સ

(B) આર્ડિલેયસ

(C) ડેવિડ થોરો

(D) સોક્રેટિસ

180) ગાંધીજીએ કયું પુસ્તક વાંચીને તેના વિચારોને સર્વોદયના સિદ્ધાંતો તરીકે ઓળખાવ્યા?

(A) વૈકુંઠ તારા હૃદયમાં છે.

(B) ત્યારે કરીશું શું?

(C) અન્ટુ ધીસ લાસ્ટ (Unto This Last)

(D) ગીતાંજલિ

TAT HS Exam 2026 SOLVED PAPER

181) પ્રસ્તાવનારૂપ વિધાની રજૂઆત એ કયા અધ્યાપન કૌશલ્યનું ઘટક છે?

(A) વિષયાભિમુખ

(B) સ્પષ્ટીકરણ

(C) ઉત્તેજના પરિવર્તન

(D) પ્રસ્તાવના

182) સામાજિક વિજ્ઞાન અધ્યાપનમાં કઈ પદ્ધતિ વિદ્યાર્થી કેન્દ્રિત છે?

(A) વ્યાખ્યાન પદ્ધતિ

(B) વાંચન પદ્ધતિ

(C) પ્રોજેક્ટ પદ્ધતિ

(D) લખાણ પદ્ધતિ

183) વિદ્યાર્થીઓમાં વિચારશક્તિ વિકસાવવા માટે કઈ પદ્ધતિ વધુ અસરકારક છે?

(A) વ્યાખ્યાન પદ્ધતિ

(B) વાંચન પદ્ધતિ

(C) લખાણ પદ્ધતિ

(D) ચર્ચા પદ્ધતિ

184) વાર્ષિક આયોજનમાં કઈ બાબતો ધ્યાનમાં રાખી આયોજન કરવામાં આવે છે?

(A) સમયપત્રક

(B) રજાના દિવસો

(C) કામના દિવસો

(D) પાઠયક્રમ

185) સામાજિક વિજ્ઞાન મંડળમાં કોનું મહત્ત્વ વધારે હોય છે?

(A) શિક્ષકનું

(B) આચાર્યનું

(C) સમાજનું

(D) વિદ્યાર્થીઓનું

186) સારા પ્રશ્નપત્રની રચના કરવામાં પ્રથમ કઈ બાબત વિચારવામાં આવે છે?

(A) વિષયવસ્તુના પેટા મુદ્દા

(B) હેતુ પ્રમાણે ગુણભાર

(C) નિબંધ પ્રકારના પ્રશ્નો

(D) અલ્પ અભ્યાસક્રમ

187) શૈક્ષણિક સાધનોની પસંદગી કરવામાં કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ?

(A) વધુ માહિતી

(B) ટકાઉપણું

(C) ઓછી સંખ્યા

(D) મોટા વર્ગ

188) વિષયવસ્તુ અધ્યાપનની પદ્ધતિ નક્કી કરવા માટે નીચે પૈકી કયું સૌથી વધુ નિર્ણાયક તત્ત્વ છે?

(A) અભ્યાસક્રમ

(B) ઉપલબ્ધ સંસાધનો

(C) વર્ગખંડ પર્યાવરણ

(D) વિદ્યાર્થીઓનું વયજૂથ

189) નીચે પૈકી કઈ પદ્ધતિ શિક્ષક – વિદ્યાર્થી સહભાગીકેન્દ્રી પદ્ધતિ છે?

(A) વાર્તાકથન

(B) નિરીક્ષિત અભ્યાસ

(C) સ્વાધ્યાય

(D) નાટયીકરણ

190) એક શિક્ષક વર્ગખંડમાં જૂના સમયના સિક્કા, ટીકિટ વગેરે સામગ્રીઓની ક્રમબદ્ધ રજૂઆત કરીને ભૂતકાલીન ઘટનાઓનું વાસ્તવિક દર્શન કરાવે છે. અધ્યાપનની આ કઈ પદ્ધતિ છે?

(A) આધાર

(B) નિદર્શન

(C) અવલોકન

(D) પ્રદર્શન

191) કૌશલ્ય પ્રાપ્તિનો હેતુ કયા પ્રકારના પાઠનો હોય છે?

(A) હેતુકેન્દ્રી પાઠ

(B) સેતુ પાઠ

(C) સૂક્ષ્મ શિક્ષણ (Micro Teaching)

(D) એકમ પાઠ

192) માઈક્રોટીચિંગના તબક્કાઓનો યોગ્ય ક્રમ જણાવો.

  1. પુનઃ શિક્ષણનો તબક્કો
  2. પુનઃ આયોજનનો તબક્કો
  3. શિક્ષણનો તબક્કો
  4. પ્રતિપોષણનો તબક્કો
  5. પુનઃ પ્રતિપોષણનો તબક્કો (A) 1, 2, 5, 3, 4 (B) 2, 1, 4, 3, 5 (C) 3, 4, 2, 1, 5 (D) 3, 5, 4, 1, 2

193) નિદર્શન પદ્ધતિ સંદર્ભે નીચે પૈકી કઈ વિગત યોગ્ય નથી?

(A) વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોય ત્યારે

(B) તમામ વિદ્યાર્થીઓનું સક્રિય જોડાણ.

(C) શિક્ષક પોતે જ નિદર્શન કરે છે.

(D) શિક્ષક પ્રયોગ કે પ્રવૃત્તિની રજૂઆત કરે છે.

194) એક શિક્ષક વર્ગખંડમાં માપને ધ્યાને લઈને નકશાના પ્રકારો સમજાવી રહ્યા છે તો તેઓ નીચે પૈકી કયા પ્રકારની સમજૂતી આપશે?

  1. નકશાપોથીના નકશા
  2. જમીનના નકશા
  3. હવામાનના નકશા
  4. સર્વે માટેના નકશા (A) 1 અને 4 (B) 1 અને 3 (C) 2 અને 3 (D) 2 અને 4

195) નીચે પૈકી કયા હેતુનો સમાવેશ જ્ઞાનાત્મક ક્ષેત્રના હેતુઓમાં થતો નથી?

(A) જ્ઞાનપ્રાપ્તિ

(B) જ્ઞાનની સમજ

(C) કૌશલ્ય વિકાસ

(D) જ્ઞાનનું ઉપયોજન

TAT HS Exam 2026 SOLVED PAPER

196) નીચે પૈકી કઈ વિગત પ્રાદેશિક પદ્ધતિ માટે યોગ્ય નથી?

(A) હર્બટસને આ પદ્ધતિની હિમાયત કરી હતી.

(B) આ પદ્ધતિમાં વિશ્વને રાજનૈતિક વિભાગોમાં વહેંચીને અભ્યાસ કરાય છે.

(C) આ પદ્ધતિ ભૂગોળ અધ્યાપન અને અભ્યાસક્રમ રચના બંને માટે ઉપયોગી છે.

(D) કાર્ય-કારણ સંબંધ સાથે માનવજીવનનો અભ્યાસ કરાય છે.

197) પ્રોજેક્ટ પદ્ધતિ માટે નીચે પૈકી કયા વિધાનો લાગુ પડે છે?

(1) તે અધ્યયન અને અધ્યાપન બંને માટે ઉપયોગી છે.

(2) તે નિદર્શન પદ્ધતિનું વૈજ્ઞાનિક સ્વરૂપ છે.

(3) ક્લિપેટ્રિકે પ્રોજેક્ટના ચાર પ્રકારો દર્શાવ્યા છે.

(4) પ્રોજેક્ટની પસંદગી વિદ્યાર્થીઓ કરે તે વધુ ઉચિત છે.

(A) 1 અને 4

(B) 2 અને 3

(C) 3 અને 4

(D) 2 અને 4

198) પ્રોજેક્ટના સોપાનોના ક્રમ સંદર્ભે કયો વિકલ્પ યોગ્ય છે?

(A) આયોજન – પરિસ્થિતિ નિર્માણ – અમલ – પ્રોજેક્ટની પસંદગી – જૂથ અહેવાલ – મૂલ્યાંકન

(B) પ્રોજેક્ટની પસંદગી – આયોજન – અમલ – જૂથ અહેવાલની રજૂઆત – મૂલ્યાંકન

(C) પરિસ્થિતિ નિર્માણ – પ્રોજેક્ટની પસંદગી – આયોજન – અમલ – જૂથ અહેવાલની રજૂઆત – મૂલ્યાંકન યોજના

(D) આયોજન – અમલ – પરિસ્થિતિ નિર્માણ – પ્રોજેક્ટની પસંદગી – જૂથ અહેવાલની રજૂઆત – મૂલ્યાંકન યોજના

199) એક શિક્ષકને ભૂગોળ વિષયમાં પાકો, તે માટેના અનુકૂળ સંજોગો, ઉત્પાદનનું પ્રમાણ વગેરેની સમજ વર્ગખંડમાં આપવી છે તો શિક્ષક માટે નીચે પૈકી કયા સાધનનો ઉપયોગ સૌથી વધુ યોગ્ય રહેશે?

(A) વિકાસ ચાર્ટ

(B) ગ્રાફ ચાર્ટ

(C) વૃક્ષ ચાર્ટ

(D) સંગઠન ચાર્ટ

200) કોઈ ઘટનાને વિવિધ દૃષ્ટિકોણથી મૂલવવા માટે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ ગણાશે?

(A) સ્વાધ્યાય

(B) પ્રશ્ન પદ્ધતિ

(C) પરિસંવાદ

(D) અવલોકન

TAT HS Exam 2026 SOLVED PAPER

આ પ્રકારની ઉપયોગી શૈક્ષણિક માહિતી માટે વોટ્સએપ ગ્રુપમાં જોડવા માટેની લીંક… https://chat.whatsapp.com/LFadFpf6jtWJA9P9tv95Ca?s=sh&p=a&mlu=4&ilr=4

અને હા… ઉપયોગી શૈક્ષણિક માહિતીના વિડીયો માટે માટેની લીંક… https://www.youtube.com/@TalatiNiranjan

ડી.એલ.એડ. પ્રથમ વર્ષ પ્રવેશ ૨૦૨૬-૨૦૨૭ માહિતી માટે લીંક: https://edu.ourgujarat.com/d-el-ed-first-year-2026-2027-કામચલાઉ-મેરિટ-યાદી-અં/

અનંત અનંત શુભકામનાઓ…

ખાસ : વધુ માહિતી અને સ્ત્રોત માટે સત્તાવાર વેબસાઇટ્સનો અને સાહિત્યનો ઉપયોગ કરવો.

Leave a Comment