Advertisement

AEISCE Exam – 2026

મદદનીશ કેળવણી નિરીક્ષક (વર્ગ-૩) (પ્રાથમિક શાળાઓ) બઢતી માટેની પરીક્ષા (AEISCE-2026)

કુલ ગુણ: 200

સીરીઝ: A

AEISCE Exam – 2026

મદદનીશ કેળવણી નિરીક્ષક (વર્ગ-૩)

AEISCE Exam – 2026

(1) તાજેતરમાં અજમાયશી ધોરણે અમલમાં મૂકાયેલ ડિજિટલ સર્વગ્રાહી પ્રગતિ કાર્ડ અંગે શું સાચું છે?

(A) પાયાના તબક્કે (ધોરણ 2 સુધી) અજમાયશ

(B) માધ્યમિક શાળાઓમાં અજમાયશ

(C) પ્રારંભિક (ધોરણ 3 થી 5) તબક્કે અજમાયશ

(D) પાયાના તબક્કાથી મિડલ તબક્કા સુધી અજમાયશ

(2) વિદ્યાર્થીઓ માટે દાતા તરફથી સ્પોર્ટ ટી-શર્ટ મેળવવાનાં છે, દાતા વિદ્યાર્થીઓનાં માપ માગે છે. બધા વિદ્યાર્થીઓનાં માપ છે. તેનું એકંદર કરીને માહિતી આપવા માટે શું કામ લાગશે?

(A) મધ્યસ્થ

(B) મધ્યક

(C) બહુલક

(D) પ્રમાણ વિચલન

(3) NER અને GER સંદર્ભે શું સાચું છે ?

(A) NER<=GER

(B) GER <= NER

(C) NER = GER

(D) GER > NER

(4) NEP 2020 અંતર્ગત શાળાકીય માળખામાં થયેલ પરિવર્તન (5+3+3+4) પાછળનો મુખ્ય ઉદ્દેશ શો છે ?

(A) વિદ્યાર્થીઓની ઉંમરને અનુરૂપ અભ્યાસક્રમ રચના થાય એ માટે.

(B) પરિવર્તન સંસારનો નિયમ છે તેથી પરિવર્તન જરૂરી હતું.

(C) આંગણવાડી (પ્રિ-સ્કૂલ-બાલવાટિકા)ને પ્રાથમિક શાળામાં લાવવા માટે

(D) ચાર તબક્કા મુજબ શૈક્ષણિક વહીવટ સરળ બને તે માટે

(5) NEP 2020 અને SCF-SE 2026માં ઉલ્લેખિત બહુભાષિતા અંગે સૌથી વધુ શું સાચું છે?

(A) પારિભાષિક શબ્દોનું અંગ્રેજી વિદ્યાર્થીઓને આવડે એ માટે

(B) અંગ્રેજીનું વૈશ્વિક પ્રભુત્વ જોતાં ધોરણ 1 થી અંગ્રેજી શીખવી શકાય એ માટે

(C) ત્રિ-ભાષા સૂત્રનો સારો ઉપયોગ થાય એ માટે

(D) વિદ્યાર્થીના ઘરની ભાષાનો સ્વીકાર અને સેતુ તરીકે ઉપયોગ કરવા માટે

મદદનીશ કેળવણી નિરીક્ષક (વર્ગ-૩)

(6) NEP 2020માં અભ્યાસક્રમની સામગ્રીમાં ઘટાડો કરવાનું સૂચવવાનું મુખ્ય કારણ શું છે?

(A) વિવેચનાત્મક ચિંતન કૌશલ્ય વધારવા માટે

(B) પાઠ્યપુસ્તકની સંખ્યા અને કદ ઘટાડવા માટે

(C) વિદ્યાર્થીઓ ઉપર ભારણ ન પડે એ માટે

(D) નવા આવનાર AI જેવા વિષયો ભવિષ્યમાં દાખલ કરી શકાય તે માટે

(7) ‘નિપુણ ગુજરાત અભિયાન’ અંતર્ગત શાળાને ‘નિપુણ શાળા’ ક્યારે કહેવાશે ?

(A) તમામ વિદ્યાર્થીઓ 80% કે તેથી વધુ સિદ્ધિ મેળવે તેવી શાળા

(B) તમામ વિદ્યાર્થીઓની સરેરાશ સિદ્ધિ 80% કે તેથી વધુ હોય તેવી શાળા

(C) 80% વિદ્યાર્થીઓ ‘નિપુણ’ સિદ્ધિ મેળવે તેવી શાળા

(D) ગુજરાતીમાં 80% તથા સંખ્યાજ્ઞાનમાં 75% સરેરાશ સિદ્ધિ પ્રાપ્ત કરે તેવી શાળા

(8) PARAKH રાષ્ટ્રીય સર્વેક્ષણ અંતર્ગત શું ખોટું છે?

(A) આ સર્વેક્ષણમાં જે તે ધોરણની ક્ષમતાઓનો સમાવેશ કરવામાં આવે છે.

(B) તેમાં ધોરણ 3, 6 અને 9માં કસોટી લેવાય છે

(C) આ સર્વેક્ષણ છેલ્લે વર્ષ 2024માં થયેલ

(D) આ સર્વેક્ષણમાં તમામ પ્રકારના સંચાલન હેઠળની શાળાઓનો સમાવેશ કરવામાં આવે છે.

(9) ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓના ધોરણ 1-2નાં પાઠ્યપુસ્તકોમાં વર્ષ 2025-26માં કયો ફેરફાર કરવામાં આવ્યો છે?

(A) ગુજરાતી અને ગણિતની શિક્ષક આવૃત્તિ અને વિદ્યાર્થી આવૃત્તિ અલગ કરવામાં આવી છે.

(B) NCERTનું પર્યાવરણનું પાઠ્યપુસ્તક ઉમેરવામાં આવ્યું છે.

(C) પાઠ્યપુસ્તકોમાં SCF-FS મુજબ જરૂરી ફેરફાર કરવામાં આવ્યા છે.

(D) ગણિતનું પાઠ્યપુસ્તક NCERTનું અનુવાદિત પાઠયપુસ્તક બનાવવામાં આવ્યું છે.

(10) નિપુણ ગુજરાત અંતર્ગત રચિત તાલુકા કક્ષાની સમિતિમાં સભ્ય સચિવ કોણ છે?

(A) તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી

(B) ડાયેટ લીએઝન (પ્રભારી) વ્યાખ્યાતા

(C) BRC કો-ઓર્ડીનેટર

(D) BRP – નિપુણ

AEISCE Exam – 2026

મદદનીશ કેળવણી નિરીક્ષક (વર્ગ-૩)

AEISCE Exam – 2026

(11) ભારતમાં સૌથી વધુ મીઠાનું ઉત્પાદન કયા રાજયમાં થાય છે?

(A) મહારાષ્ટ્ર

(B) કેરલા

(C) તમિલનાડુ

(D) ગુજરાત

(12) ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન કયું છે?

(A) ઉકાઈ

(B) મુન્દ્રા

(C) વણાકબોરી

(D) ધુવારણ

(13) દેશમાં સૌથી વધુ ગ્રામ્ય વસ્તી ધરાવતું રાજ્ય કયું છે ?

(A) ગુજરાત

(B) બિહાર

(C) હિમાચલ પ્રદેશ

(D) ઉત્તર પ્રદેશ

(14) કયો જૂનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ સુરત જિલ્લામાંથી પસાર થતો હતો?

(A) રાષ્ટ્રીય ધોરીમાર્ગ 1

(B) રાષ્ટ્રીય ધોરીમાર્ગ 2

(C) રાષ્ટ્રીય ધોરીમાર્ગ 6

(D) રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8

(15) ગુજરાતમાં મુખ્યત્વે કેવા પ્રકારના જંગલો જોવા મળશે?

(A) ઉષ્ણ કટીબંધીય વરસાદી જંગલો

(B) ઉષ્ણ કટીબંધીય ખરાઉ જંગલો

(C) ઉષ્ણ કટીબંધીય કાંટાળા જંગલો

(D) સમશીતોષ્ણ કટીબંધીય કાંટાળાં જંગલો

મદદનીશ કેળવણી નિરીક્ષક (વર્ગ-૩)

(16) નીચેના પૈકી કયા મંદિરની સ્થાપત્ય શૈલી ‘નાગરશૈલી’ છે?

(A) મીનાક્ષી મંદિર (મદુરાઈ)

(B) સૂર્ય મંદિર (મોઢેરા)

(C) હાટકેશ્વર મંદિર (વડનગર)

(D) મહાબલિપુરમ્ (તમિલનાડુ)

(17) વિધાન (i) વૌઠાનો મેળો અમદાવાદ જિલ્લામાં યોજાય છે.

વિધાન (ii) ગદાધરનો મેળો અરવલ્લી જિલ્લામાં યોજાય છે, તો,

(A) વિધાન – (i) અને (ii) બંને સાચા છે.

(B) વિધાન – (i) સાચું, વિધાન (ii) ખોટું

(C) વિધાન – (i) ખોટું, વિધાન – (ii) સાચું

(D) વિધાન – (i) અને (ii) બંને ખોટા છે.

(18) નીચે પૈકી કઈ જોડ ખોટી છે?

(A) ભદ્રાવતી-કચ્છ

(B) પાટગઢ-પાટણ

(C) ભૃગુકચ્છ – ભરૂચ

(D) સ્તંભતીર્થ -ખંભાત

(19) સાહિત્યકાર અને તેની રચના સંદર્ભે નીચે પૈકી કઈ જોડ અયોગ્ય છે?

(A) હિતોપદેશ-નારાયણ

(B) સિદ્ધહેમશબ્દાનુશાસન – હેમચંદ્રાચાર્ય

(C) તારીખે દિલ્લી — અમીર ખુશરો

(D) પદ્માવત -પદ્મનાભ

(20) અમદાવાદમાં સૌ પ્રથમ સુતરાઉ કાપડની મિલની સ્થાપના કોણે કરી હતી?

(A) છોટાલાલ રેંટિયાવાળા

(B) રણછોડલાલ રેંટિયાવાળા

(C) દાદાભાઈ નવરોજી

(D) બેચરદાસ લશ્કરી

મદદનીશ કેળવણી નિરીક્ષક (વર્ગ-૩)

(21) ભારતમાં આવેલ વિદેશીઓ અને તેમણે વેપાર માટે સ્થાપેલ પ્રથમ કોઠીના સંદર્ભમાં કઈ જોડ સાચી છે?

(A) ડેનિશ – મલબાર

(B) વલંદા – ગોવા

(C) અંગ્રેજ – સુરત

(D) ફ્રેન્ચ -પોંડિચેરી

(22) ગુજરાતમાં અંગ્રેજો વિરુદ્ધ ઉગ્ર ક્રાંતિની સૌપ્રથમ ભૂમિકા તૈયાર કરનાર કોણ હતાં?

(A) મહાત્મા ગાંધી

(B) અરવિંદ ઘોષ

(C) બારીન્દ્રનાથ ઘોષ

(D) અંબુભાઈ પુરાણી

(23) 2/3, 4/7, ?, 14/29, 22/51 આ શ્રેણીમાં ?ની જગ્યાએ શું આવશે?

(A) 8/11

(B) 6/15

(C) 8/13

(D) 8/15

(24) જો BLOOD = 24113 અને BRUST = 20678 હોય તો ROBUST = ?

(A) 021678

(B) 620781

(C) 610732

(D) 012678

(25) આકૃતિમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા જૂથમાંથી TET-1, TET-2 અને HTAT પરીક્ષામાં પાસ થયેલ વ્યક્તિઓની વિગત દર્શાવવામાં આવી છે. ઓછામાં ઓછી બે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી હોય તેવી કુલ કેટલી વ્યક્તિ છે ?

મદદનીશ કેળવણી નિરીક્ષક (વર્ગ-૩)

(A) 16

(B) 19

(C) 31

(D) 47

AEISCE Exam – 2026

(26) એક ધન સંખ્યા અને તેવી વ્યસ્ત સંખ્યાનો સરવાળો તે સંખ્યા અને તેની વ્યસ્ત સંખ્યાની બાદબાકી કરતાં બમણો હોય તો તે સંખ્યા કઈ હશે?

મદદનીશ કેળવણી નિરીક્ષક (વર્ગ-૩)

સાચો જવાબ (D)

(27) જો એક ત્રિકોણની ત્રણ બાજુઓનું માપનું પ્રમાણ 1/2:1/3:1/4 હોય અને તેની પરિમિતિ 52cm હોય તો આ ત્રિકોણની સૌથી નાની બાજુનું માપ શું હશે?

(A) 9cm

(B) 10cm

(C) 11cm

(D) 12cm

(28) જો એક વર્તુળની ત્રિજ્યા 50% વધારવામાં આવે તો તેનો પરિઘ કેટલા ટકા વધશે?

(A) 25%

(B) 50%

(C) 75%

(D) 100%

(29) એક વર્ગમાં X હાજરીપત્રકમાં 5મા સ્થાને છે. Y છેલ્લેથી 8મા સ્થાને છે. જો Z એ X પછી છઠ્ઠા તેમજ X અને Y ની વચ્ચે હોય, તો વર્ગમાં કુલ કેટલા બાળકો હશે?

(A) 25

(B) 23

(C) 24

(D) 26

(30) જો 5 જાન્યુઆરી, 1991ના રોજ શનિવાર હોય, તો 4 માર્ચ 1992ના રોજ કયો વાર હોય?

(A) રવિવાર

(B) બુધવાર

(C) શનિવાર

(D) શુક્રવાર

AEISCE Exam – 2026

(31) 15 વ્યક્તિ એક મિટિંગમાં હાજર હતી. બધા વ્યક્તિઓ એકબીજા સાથે હાથ મિલાવે છે, તો કેટલી વાર હાથ મિલાવે?

(A) 105

(B) 100

(C) 120

(D) 150

(32) એક માતાએ તેની પુત્રીને કહ્યું, તું જયારે જન્મી ત્યારે મારી ઉંમર તારી અત્યારની ઉંમર જેટલી હતી. જો હાલમાં માતાની ઉંમર 66 વર્ષ હોય, તો પુત્રીની ઉંમર કેટલી હોય?

(A) 30

(B) 33

(C) 34

(D) 36

(33) ઘડિયાળમાં 3:00 થી 4:00ની વચ્ચે લગભગ કેટલા વાગ્યે ઘડિયાળના બંને કાટા એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય?

(A) 3:40

(B) 3:45

(C) 3:50

(D) 3:55

(34) જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસા ત્યાગ કરવાની મૂળભૂત ફરજ ભારતના બંધારણની કઈ કલમ અંતર્ગત દર્શાવવામાં આવી છે?

(A) કલમ – 51 (ક)

(B) કલમ – 51 (ખ)

(C) કલમ – 51 (ગ)

(D) કલમ – 51 (ઘ)

(35) માતા-પિતાએ 6 વર્ષથી 14 વર્ષ સુધીની વયના પોતાના બાળકને શિક્ષણની તકો પૂરી પાડવાની મૂળભૂત ફરજ ભારતીય બંધારણમાં કઈ કલમમાં દર્શાવી છે?

(A) કલમ – 51 – (ક) – (ક)

(B) કલમ – 51 – (ક) – (ચ)

(C) કલમ – 51 – (ક) – (ઝ)

(D) કલમ – 51 – (ક) – (ડ)

AEISCE Exam – 2026

(36) રાજ્યમાં વિદ્યાંજલિ યોજના શા માટે શરૂ કરવામાં આવી છે?

(A) કોઈ સંસ્થા નવી શાળા તૈયાર કે શરૂ કરવા માંગે છે તે માટે

(B) કોઈ સંસ્થા કે વ્યક્તિ શિક્ષણ ક્ષેત્રે આર્થિક સહાય આપી શકે તે માટે

(C) કોઈ વ્યક્તિ પોતાની રીતે શૈક્ષણિક કાર્ય કરી શકે તે માટે

(D) કોઈ સંસ્થા કે વ્યક્તિ તેમની પસંદગીની શાળાઓ સાથે સીધા જોડાઈ યોગદાન આપી શકે તે માટે

(37) રાજ્યમાં શિક્ષક-પ્રશિક્ષણ સંદર્ભે કઈ ચેનલ સમર્પિત છે?

(A) PM-e vidya channel – 79

(B) PM-e vidya channel – 82

(C) વંદે ગુજરાત ચેનલ – 11

(D) વંદે ગુજરાત ચેનલ – 12

(38) નિરંતર શિક્ષણ વિભાગ દ્વારા કયો કાર્યક્રમ નવભારત સાક્ષરતા અંતર્ગત શરૂ થયેલ છે?

(A) ઉલ્લાસ

(B) ઉજાસ

(C) ઉત્સાહ

(D) ઉમંગ

(39) ‘ચોક્કસ શીખવાની અક્ષમતા’ (SLD)ને કાયદાકીય રીતે એક વિશિષ્ટ દિવ્યાંગતા તરીકે માન્યતા કયા અધિનિયમ અંતર્ગત પ્રાપ્ત થઈ છે?

(A) RTE-Act 2009

(B) RTI-Act 2005

(C) RPWD-Act 2016

(D) PWD-Act 1995

(40) 14 વર્ષથી ઓછી વયની વ્યક્તિને કારખાનામાં કામે ન રાખી શકાય-આ વિધાનને કયા મૂળભૂત અધિકારનું પીઠબળ મળે છે ?

(A) સમાનતાનો હક

(B) સ્વતંત્રતાનો હક

(C) શોષણ સામેનો હક

(D) સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક

AEISCE Exam – 2026

મદદનીશ કેળવણી નિરીક્ષક (વર્ગ-૩)

AEISCE Exam – 2026

(41) રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના કયા ભાગમાં કરવામાં આવ્યો છે?

(A) ત્રીજા

(B) ચોથા

(C) પાંચમા

(D) છઠ્ઠા

(42) કયું બંધારણમાં સમાવિષ્ય આરોગ્યવિષયક નીતિઓ સંબંધિત સિદ્ધાંતનો ભાગ છે ?

(A) રાજ્ય નાગરિકોને માટે માંદગીના પ્રસંગે જાહેર સહાય માટે જોગવાઈ કરશે.

(B) રાજ્ય ગ્રામપંચાયતોને સ્વરાજ્ય માટે આર્થિક સહાય આપશે.

(C) રાજ્ય દેશના પર્યાવરણનું રક્ષણ થાય એ માટે પ્રયાસ કરશે.

(D) રાજ્ય કામના સ્થળે કામદારોનું આરોગ્ય જળવાઈ રહે તેવી માનવીય પરિસ્થિતિ સુનિશ્ચિત કરશે.

(43) સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજા અને રાહત પૂરી પાડવામાં આવે—આ રાજનીતિના કયા માર્ગદર્શક સિદ્ધાંતનો ભાગ છે ?

(A) આરોગ્યવિષયક નીતિઓ સંદર્ભે સિદ્ધાંતો

(B) સાંસ્કૃતિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંતો

(C) સામાજિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંતો

(D) આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંતો

(44) GPFRC એક્ટ શેના માટે છે ?

(A) શિક્ષકોના GPF માટે

(B) શિક્ષકોના પગાર માટે

(C) ખાનગી શાળાની ફી નિયંત્રણ માટે

(D) શિષ્યવૃત્તિ માટે

(45) RTE Act અનુસાર પ્રાથમિકમાં શિક્ષક-વિદ્યાર્થીનો ગુણોત્તર કેટલો હોવો જોઈએ?

(A) 1:30

(B) 1:25

(C) 1:35

(D) 1:40

AEISCE Exam – 2026

(46) નીચેનામાંથી ધ્વનિની સૌથી ઝડપ શેમાં હોય છે?

(A) હવા

(B) પાણી

(C) લોખંડ

(D) શૂન્યાવકાશ

(47) નીચેનામાંથી કયું સંયોજન નથી ?

(A) પાણી

(B) પારો

(C) મીઠું

(D) ખાંડ

(48) વિજ્ઞાન પાઠ્યપુસ્તક ‘કૂતુહલ’ અનુસાર કોને વૈજ્ઞાનિક કહી શકાય?

(A) વિજ્ઞાનમાં ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરી હોય તેવી વ્યક્તિને

(B) દિવસ-રાત જોયા વિના પ્રયોગશાળામાં પ્રયોગો કરતી હોય તેવી વ્યક્તિને

(C) સમસ્યાના ઉકેલ માટે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરતી હોય તેવી વ્યક્તિને

(D) વિશ્વ વૈજ્ઞાનિક સંઘે જેને વૈજ્ઞાનિક તરીકે માન્યતા આપી હોય તેવી વ્યક્તિને

(49) એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમના અદ્યતન સંસ્કરણને શું નામ આપવામાં આવ્યું છે ?

(A) અપસાઈડ ડાઉન કેક (Upside Down Cake)

(B) વેનીલા આઈસ્ક્રીમ (Vanilla Ice Cream)

(C) બકલાવા (Baklava)

(D) સિનેમન બન (Cinnamon Bun)

(50) શરીરને તરત ઊર્જા પૂરી પાડનાર આહારજૂથમાં મુખ્યત્વે કયું પોષકતત્ત્વ હોય છે?

(A) પ્રોટીન

(B) ચરબી

(C) વિટામીન

(D) કાર્બોહાઈડ્રેટ્સ

AEISCE Exam – 2026

(51) NCERT દ્વારા તૈયાર કરવામાં આવેલ e-Jaadui Pitaraનું લાભાર્થી વિદ્યાર્થીજૂથ કયું છે ?

(A) ફાઉન્ડેશનલ સ્ટેજના વિદ્યાર્થીઓ

(B) પ્રિપરેટરી સ્ટેજના વિદ્યાર્થીઓ

(C) મિડલ સ્ટેજના વિદ્યાર્થીઓ

(D) સેકન્ડરી સ્ટેજના વિદ્યાર્થીઓ

(52) વર્ષ 2026માં ઈન્ડિયા સેમિકંડક્ટર મિશન (ISM) અંતર્ગત ગુજરાતમાં આ સ્થળે અત્યાધુનિક પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે.

(A) હજીરા

(B) દહેજ

(C) સાણંદ

(D) વાપી

(53) ભારતના કયા રાજ્યમાં દેશની હાઈડ્રોજનથી ચાલતી પ્રથમ ટ્રેન શરૂ કરવામાં આવી છે?

(A) ગુજરાત

(B) હરિયાણા

(C) ઉત્તર પ્રદેશ

(D) કર્ણાટક

(54) ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ (UCC) સમિતિના અધ્યક્ષ કોણ છે?

(A) આર. સી. કોડેકર

(B) સી. એલ. મીના

(C) ગીતા શ્રોફ

(D) રંજના દેસાઈ

(55) NEP 2020 ઓછામાં ઓછા કયા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને માતૃભાષામાં શિક્ષણ આપવાની ભલામણ કરે છે?

(A) 2

(B) 5

(C) 8

(D) 10

AEISCE Exam – 2026

(56) જિલ્લા શિક્ષણ અને તાલીમભવન મૂળભૂત રીતે કોની ભલામણ છે?

(A) રાષ્ટ્રીય શિક્ષણનીતિ 1968

(B) રાષ્ટ્રીય શિક્ષણનીતિ 1986

(C) રાષ્ટ્રીય શિક્ષણનીતિ 1992 (POA)

(D) રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020

(57) NEP 2020માં ઉલ્લેખિત ડિજિટલ ડિવાઈડ (digital divide) શું દર્શાવે છે?

(A) ડિજિટલ અપ્રચાર દ્વારા લોકોમાં ભાગલા પાડવા

(B) શાળામાં જેટલા ધોરણ ચાલતા હોય તે મુજબ ડિજિટલ ઉપકરણોનું વિતરણ કરવું

(C) સમાજના જુદા જુદા સમુદાયોમાં ડિજિટલ સુવિધાઓનું જુદુજુદુ પ્રમાણ

(D) ઓછા ડિજિટલ ઉપકરણોને કારણે શાળાના બધા વિદ્યાર્થીઓને તેનો લાભ ન મળવો.

(58) શિક્ષકના પોતાના વ્યાવસાયિક વિકાસ માટે NEP 2020માં દર વર્ષે ઓછામાં ઓછા કેટલા કલાકની તાલીમ લેવાનું નિર્ધારીત કરવામાં આવેલ છે?

(A) 40 કલાક

(B) 50 કલાક

(C) 45 કલાક

(D) 55 કલાક

(59) NEP 2020 મુજબ ઉચ્ચ શિક્ષણ કેવું હોવું જોઈએ?

(A) એક શાખાકીય

(B) બહુ શાખાકીય

(C) માત્ર વ્યાવસાયિક

(D) માત્ર સંશોધન આધારિત

(60) વિધાન (i) : અધ્યેતાની જરૂરિયાત અનુસાર તૈયાર કરવામાં આવે છે.

વિધાન (ii): ઈ-સામગ્રી નિઃશુલ્ક હોય છે.

Open Educational Resources (OER) ના સંદર્ભમાં ઉપરોક્ત વિધાનો અંગે શું કહી શકાય?

(A) વિધાન (i) અને (ii) સાચાં છે.

(B) વિધાન (i) અને (ii) ખોટા છે.

(C) વિધાન (i) જ સાચું છે.

(D) વિધાન (ii) જ સાચું છે.

મદદનીશ કેળવણી નિરીક્ષક (વર્ગ-૩)

(61) ગુજરાત બજેટ 2025-26માં રાજ્યના વિકાસ માટે કયા ખાસ ફંડની જાહેરાત કરવામાં આવી હતી?

(A) નમો ગુજરાત ફંડ

(B) ગતિશક્તિ ગુજરાત ફંડ

(C) વિકસિત ગુજરાત ફંડ

(D) સ્વર્ણિમ ગુજરાત ફંડ

(62) ‘ગ્રીન હાઈડ્રોજન હબ’ ગુજરાતના કયા દરિયાકાંઠાના વિસ્તારમાં વિકસાવવામાં આવી રહ્યું છે ?

(A) દહેજ અને કંડલા

(B) મુન્દ્રા અને કંડલા

(C) વેરાવળ અને પોરબંદર

(D) હજિરા અને પીપવાવ

(63) NEP 2020માં ભારતની શિક્ષણ પ્રણાલી વિશ્વની અન્ય કોઈ પણ શિક્ષણ પ્રણાલી પાછળ ન હોય તેવું લક્ષ્ય ક્યાં સુધી સિદ્ધ કરવાની અપેક્ષા રાખવામાં આવી છે?

(A) વર્ષ 2030

(B) વર્ષ 2035

(C) વર્ષ 2040

(D) વર્ષ 2047

(64) રાષ્ટ્રીય જ્ઞાન ભંડાર તરીકે ઓળખ NEP 2020માં કોને આપવામાં આવી છે?

(A) DIKSHA

(B) PM e-vidya

(C) NROER

(D) SWAYAM

(65) શાળા શિક્ષણનો વિસ્તાર વધારવા રાજ્યોને કઈ નવી સંસ્થા સ્થાપવા માટે ભલામણ કરવામાં આવી છે?

(A) NIOS

(B) SIOS

(C) SOS

(D) ODL

AEISCE Exam – 2026

(66) શિક્ષણને એક સ્વતંત્ર વિદ્યાશાખા તરીકે લેવી જોઈએ—આ ભલામણ કયા શિક્ષણ કમિશનની છે?

(A) મુદાલિયર કમિશન

(B) રાધાકૃષ્ણન કમિશન

(C) કોઠારી કમિશન

(D) હંસા મહેતા કમિશન

(67) ઈશ્વરભાઈ પટેલ કમિટિની રચના શા માટે કરવામાં આવી હતી?

(A) શિક્ષણ પ્રશિક્ષણને એક ચોક્કસ માળખું આપવા માટે

(B) કન્યા અને મહિલા કેળવણીની દિશા નક્કી કરવા માટે

(C) શાળા શિક્ષણના તત્કાલીન અભ્યાસક્રમની સમીક્ષા માટે

(D) વ્યાવસાયિક શિક્ષણને શાળા શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે

(68) ‘પાઠ્યક્રમ પૂર્ણ કરવો એ જ શિક્ષણનો હેતુ બની ગયો છે.’ શાળા શિક્ષણ માટે આવું કઈ કમિટિએ કહ્યું હતું?

(A) માલ્કમ આદિશેરૈયા સમિતિ

(B) પ્રો. યશપાલ સમિતિ

(C) ડો. હંસા મહેતા સમિતિ

(D) દુર્ગાબાઈ દેશમુખ સમિતિ

(69) કર્મચારીઓની વહીવટી અને શૈક્ષણિક કામગીરીને સ્પષ્ટપણે જુદી પાડવા માટે SCERTs અને DIETsનું પુન: ગઠન થવું જોઈએ—આવી ભલામણ કયા કમિશને કરી છે?

(A) હંટર કમિશન

(B) નેશનલ નોલેજ કમિશન

(C) માલ્કમ આદિશેરૈયા કમિશન

(D) રામમૂર્તિ કમિશન

(70) શિક્ષણને ભારતીય બંધારણની ‘સમવર્તી સૂચિ’ (Concurrent List)માં મૂકવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી?

(A) સ્વરણસિંહ સમિતિ

(B) કોઠારી આયોગ

(C) રામમૂર્તિ સમિતિ

(D) રાધાકૃષ્ણન સમિતિ

મદદનીશ કેળવણી નિરીક્ષક (વર્ગ-૩)

(71) વિવિધ વ્યાવસાયિક અભ્યાસક્રમો માતૃભાષા કે પ્રાદેશિક ભાષાઓમાં ભણાવવાની રજૂઆત ….. માં કરી હતી?

(A) NPE-1968

(B) NPE-1986

(C) NPE-1992 (POA)

(D) NEP – 2020

(72) રાષ્ટ્રીય સિદ્ધિ સર્વેક્ષણ (NAS)નું સંચાલન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે?

(A) PARAKH

(B) NTA

(C) MHRD

(D) CBSE

(73) ગુજરાતમાં રાજ્ય અભ્યાસક્રમ રૂપરેખા— ફાઉન્ડેશનલ સ્ટેજ (SCF-FS) કઈ સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે?

(A) NCERT

(B) સમગ્ર શિક્ષા

(C) GCERT

(D) ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી

(74) NCF-SEમાં દર્શાવવામાં આવેલ CROSS CUTTING THEMES માટે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે ?

(A) સમાવેશી શિક્ષણ

(B) ભાષા શિક્ષણ

(C) કલા શિક્ષણ

(D) વ્યાવસાયિક શિક્ષણ

(75) નીચેના પૈકી કયો વિકલ્પ પંચકોશ વિકાસનો ભાગ નથી?

(A) અન્નમય કોશ

(B) નિજાનંદમય કોશ

(C) વિજ્ઞાનમય કોશ

(D) મનોમય કોશ

AEISCE Exam – 2026

(76) ગુજરાત રાજ્યમાં જુલાઈ 2026માં FLN સંદર્ભે કયા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે?

(A) પરખ–FLS સર્વેક્ષણ

(B) પરખ-GAS સર્વેક્ષણ

(C) નિપૂણ ભારત મિશન

(D) નિપૂણ ગુજરાત અભિયાન

(77) ધોરણ 10 પાસ કર્યા પછી વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહમાં આગળ વધવા પ્રોત્સાહિત કરવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે?

(A) નમો લક્ષ્મી યોજના

(B) નમો સરસ્વતી યોજના

(C) સરસ્વતી સાધના યોજના

(D) જ્ઞાન સાધના યોજના

(78) શિક્ષણ શાસ્ત્રમાં Peer-to-Peer Learning એટલે શું?

(A) કમ્પ્યૂટર દ્વારા શીખવું

(B) માતાપિતા દ્વારા બાળકને શિક્ષણ આપવું

(C) શિક્ષક દ્વારા બાળકને શિક્ષણ આપવું

(D) સમાન વયજૂથના વિદ્યાર્થીઓનું એકબીજાના સહયોગથી શીખવું

(79) ગુજરાત સરકારના ‘એક કેમ્પસ-અવિરત શિક્ષણ – મજબૂત ભવિષ્ય’ ધ્યેયની પૂર્તિ માટે રાજ્યમાં કેવી શાળાઓનું નિર્માણ કરવામાં આવનાર છે ?

(A) બાલવાટિકાથી ધોરણ 12 સુધીની સંકલિત શાળાઓ

(B) બાલવાટિકાથી ધોરણ 10 સુધીની સંકલિત શાળાઓ

(C) ધોરણ 3 થી 10 સુધીની સંકલિત શાળાઓ

(D) બાલવાટિકાથી ધોરણ 5 સુધીની સંકલિત શાળાઓ

(80) દેશની સૌથી મોટી અને અત્યાધુનિક ‘નમો સેન્ટ્રલ લાઈબ્રેરી’ ગુજરાતના કયા શહેરમાં સ્થપાઈ છે?

(A) અમદાવાદ

(B) વડોદરા

(C) ગાંધીનગર

(D) વડનગર

AEISCE Exam – 2026

(81) ગુજરાત સરકાર દ્વારા જૂન 2026માં લોન્ચ કરવામાં આવેલ SQAAFનું પૂરું નામ શું છે?

(A) School Quality Assessment and Accreditation Framework

(B) School Quality Assessment and Assurance Framework

(C) School Quality Assurance and Accreditation Framework

(D) School Quality Accreditation and Assurance Framework

(82) એક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા 240 છે. આ શાળાની શાળા વ્યવસ્થાપન સમિતિમાં કેટલા સભ્યો હોવા જોઈએ?

(A) 9

(B) 12

(C) 12 થી 15

(D) 15 થી 20

(83) વિકસિત ભારત શિક્ષા અભિયાન બિલ 2025 શાની સાથે સંબંધિત છે?

(A) પ્રાથમિક શિક્ષણ

(B) માધ્યમિક શિક્ષણ

(C) ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ

(D) ઉચ્ચ શિક્ષણ

(84) સ્કૂલ બોર્ડનો કોઈ હુકમ કાયદાની વિરુદ્ધ હોય તો નિયામકને આ હુકમ મોકુફ રાખવાની સત્તા પ્રાથમિક શિક્ષણ અધિનિયમની કઈ કલમથી મળે છે?

(A) 50 (5)

(B) 50 (6)

(C) 51 (1)

(D) 51 (2)

(85) ગુજરાત પ્રાથમિક શિક્ષણ ધારા-1947 પ્રમાણે, માન્ય શાળામાં બાળકે કેટલા દિવસો હાજર રહેવું, તે અંગેના વિનિયમો મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ કોની મંજૂરીથી કરી શકે?

(A) મ્યુનિસિપલ કમિશનર

(B) જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી

(C) નિયામક પ્રાથમિક શિક્ષણ

(D) સ્કૂલ બોર્ડના ચેરમેન

AEISCE Exam – 2026

(86) પ્રાથમિક શિક્ષણ ધારો 1947ના કયા પ્રકરણમાં માન્યશાળાઓના વિષય અભ્યાસક્રમ વગેરે બાબતોની જોગવાઈ કરી છે?

(A) પ્રકરણ – 3

(B) પ્રકરણ – 7

(C) પ્રકરણ – 9

(D) પ્રકરણ – 5

(87) માન્ય શાળા સિવાય બીજી રીતે શિક્ષણ લેતા બાળકોને કયા સત્તાધીશની ભલામણથી માન્ય શાળામાં હાજર રહેવામાંથી મુક્તિ આપવામાં આવે છે?

(A) વહીવટી અધિકારી

(B) ચેરમેન, શિક્ષણસમિતિ

(C) જિલ્લા વિકાસ અધિકારી

(D) તાલુકા કેળવણી નિરીક્ષક

(88) પ્રાથમિક શિક્ષણની કઈ બાબત માટે અધિકૃત નગરપાલિકાએ સરકારને મોકલવા માટે યોજનાઓ તૈયાર કરવાની રહે છે ?

(A) શારીરિક શિક્ષણ

(B) 100% પ્રવેશ

(C) વૃદ્ધિ

(D) ગુણવત્તા

(89) પ્રાથમિક શાળામાં જતા બાળકોના કલ્યાણ માટે પ્રબંધ કરવો તેમજ મદદનીશ વહીવટી અધિકારીઓ, સુપરવાઈઝર્સ, નિરીક્ષણ અધિકારીઓ, કારકૂનો, શિક્ષકો, સ્ટાફ નિભાવવો વગેરે જિલ્લા સ્કૂલ બોર્ડને મળેલ સત્તાનો ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, 1947ની કઈ કલમમાં ઉલ્લેખ છે?

(A) કલમ – 11

(B) કલમ – 13

(C) કલમ – 16

(D) કલમ – 18

(90) પ્રાથમિક વિભાગના દરેક વહીવટી અધિકારી ભારતના ફોજદારી ધારાની કઈ કલમ અંતર્ગત સમાજસેવક ગણવામાં આવે છે?

(A) કલમ – 21

(B) કલમ – 23 (5)

(C) કલમ – 27 (1)

(D) કલમ – 28

મદદનીશ કેળવણી નિરીક્ષક (વર્ગ-૩)

(91) મદદનીશ શિક્ષણ નિરીક્ષકની સત્તા અને ફરજો મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો — 1949માં કયા પ્રકરણમાં નિર્દિષ્ઠ થયેલ છે?

(A) પ્રકરણ – 11 બી

(B) પ્રકરણ – 5

(C) પ્રકરણ – 10

(D) પ્રકરણ – 9

(92) મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949ના પ્રકરણ-9ના નિયમ 168માં જણાવ્યા મુજબ મદદનીશ શિક્ષણ નિરીક્ષકે…

(A) વાર્ષિક તપાસણી ઉપરાંત દર વર્ષે ઓછામાં ઓછી એક વખત બીટમાંની દરેક શાળાની ઓચિંતી મુલાકાત લેવી.

(B) માન્ય શાળાની વાર્ષિક તપાસણી અથવા ઓચિંતી મુલાકાત વર્ષમાં એકવાર લેવી.

(C) બીટમાંના ફરજકાળ દરમિયાન દરેક માન્ય શાળાનું વાર્ષિક નિરીક્ષણ કરવું.

(D) અનુકૂળતા મુજબ શાળાઓની ઓચિંતી મુલાકાત લેવી.

(93) મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 પ્રકરણ-9ના નિયમ 157 મુજબ શિક્ષણ નિરીક્ષક…

(A) સીધેસીધું પ્રાથમિક શાળાને માન્યતા આપી શકશે.

(B) શાળા મુલાકાત દરમિયાન દોષ જણાય સ્થળ પર શિક્ષકને સસ્પેન્ડ કરી શકે છે.

(C) ખાનગી પ્રાથમિક શાળાને માન્ય કરવા અથવા માન્યતા પરત ખેંચવાના સંબંધમાં પોતાની ભલામણો સ્કૂલ બોર્ડને સાદર કરી શકશે.

(D) પોતાની ટ્રિબ્યુનલ રચી રજૂઆતો સાંભળી શકશે.

(94) મુખ્ય શિક્ષકના મૃત્યુના અથવા રજા ઉપર જવાથી અથવા તેની ગેરહાજરીના અથવા બીજી રીતે મદદનીશ શિક્ષક ન હોય તો તે પ્રસંગે ગ્રામ શાળા સમિતિના અધ્યક્ષ શાળાનો ચાર્જ લઈ શકે છે, તે બાબતનો ઉલ્લેખ મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો – 1949ના કયા નિયમમાં કરેલ છે?

(A) પ્રકીર્ણ 190 (પ્રકરણ-11)

(B) પ્રકીર્ણ 176 (પ્રકરણ-11)

(C) પ્રકીર્ણ 174 (પ્રકરણ-10)

(D) કોઈ ઉલ્લેખ નથી.

(95) મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો — 1949થી શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓ લેવાની વ્યવસ્થા કયા સત્તાધીશ દ્વારા કરવાની હોય છે?

(A) ચેરમેન, શિક્ષણ સમિતિ

(B) વહિવટી અધિકારી

(C) નિયામક, પ્રાથમિક શિક્ષણ

(D) મુખ્ય શિક્ષક

AEISCE Exam – 2026

(96) પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓનાં નામ, જ્ઞાતી અને જન્મ તારીખ બદલાવા માટે કયા સત્તાધીશની મંજૂરી અનિવાર્ય છે?

(A) તાલુકા કેળવણી નિરીક્ષક

(B) જિલ્લા વિકાસ અધિકારી

(C) અધ્યક્ષ — જિલ્લા સ્કૂલ બોર્ડ

(D) વહીવટી અધિકારી

(97) અધ્યક્ષ, જિલ્લા સ્કૂલ બોર્ડ દ્વારા પ્રાથમિક શિક્ષણના વિકાસ માટે દર ત્રણ મહિને ઓછામાં ઓછાં કેટલા દિવસોનો જિલ્લામાં પ્રવાસ કરવાનું રહેશે?

(A) 15

(B) 21

(C) 18

(D) 10

(98) ગામમાં ઉત્સવ, રમત-ગમત અને કસરત યોજવા અને ગામની સ્થિતિ સુધારવામાં ગ્રામજનોને મદદ કરવાની કામગીરી કયા કર્મચારીએ નિભાવવાની રહે છે?

(A) મુખ્ય શિક્ષક

(B) શિક્ષક

(C) બીટ કેળવણી નિરીક્ષક

(D) પગાર કેન્દ્રના આચાર્ય

(99) પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 પ્રમાણે તાલુકા સલાહકાર સમિતિની રચના અને તેના કાર્યોને લગતા નમૂનારૂપ વિનિયમો કઈ અનુસૂચિમાં દર્શાવ્યા છે?

(A) અનુસૂચિ-ક

(B) અનુસૂચિ-ખ

(C) અનુસૂચિ – ગ

(D) અનુસૂચિ -ઘ

(100) પ્રાથમિક શિક્ષણ નિયમો 1949ના પ્રકરણ-9માં કોની ફરજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી ?

(A) શિક્ષણ નિરીક્ષક

(B) નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી

(C) હસ્તઉદ્યોગ સુપરવાઈઝર

(D) મદદનિશ શિક્ષણ નિરીક્ષક

AEISCE Exam – 2026

(101) મદદનીશ નિરીક્ષક વર્ષમાં કેટલા દિવસ શૈક્ષણિક કે વહીવટી પ્રવાસ કરી શકે છે?

(A) 150 દિવસ

(B) 175 દિવસ

(C) 210 દિવસ

(D) 200 દિવસ

(102) સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક ટ્રીબ્યૂનલ પસાર કરેલ હુકમથી નારાજ હોઈ વધુ અપીલ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને વધુ અપીલ અરજી આપે છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આ અરજી કોને સાદર કરવી જોઈએ?

(A) જિલ્લા શિક્ષણાધિકારી

(B) જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ

(C) નિયામક

(D) સરકાર

(103) મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો અંતર્ગત નીચેના પૈકી કયું કાર્ય શિક્ષણ નિરીક્ષકનું છે?

(A) દર વર્ષે ઓછામાં ઓછી એક વખત તેના બીટની માન્ય શાળાની ઓચિંતી મુલાકાત લેવી.

(B) પ્રાથમિક શાળાના શિક્ષકોના ખાનગી અહેવાલ ભરવા.

(C) પ્રાથમિક શાળાના કાર્યોની ગુણવત્તા સુધારણા માટે શિક્ષકોની પરિષદ યોજવી.

(D) શાળાએ જવા લાયક ઉંમરના બાળકોની વાર્ષિક વસ્તી ગણતરી માટે તારીખોનું સૂચન કરવું.

(104) ફી નિયમન કમિટિને પ્રપોઝલ મળ્યાથી સુનવણી રાખીને ફી નિર્ધારણ અંગે નિર્ણય કેટલા દિવસોમાં લેવાનો હોય છે?

(A) 30

(B) 120

(C) 60

(D) 90

(105) શિક્ષકો તથા નિર્દિષ્ટ વયજૂથના બાળકો માટે ઉચ્ચ ગુણવત્તાવાળા, હેતુપૂર્ણ અને મૂલ્ય આધારિત રેડિયો અને ટેલિવિઝન શિક્ષણ કાર્યક્રમોનું નિર્માણ અને પ્રસારણ કરવાની કામગીરી કઈ સંસ્થાના કાર્યક્ષેત્રમાં આવે છે?

(A) GCERT

(B) VSK

(C) સમગ્ર શિક્ષા

(D) GIET

AEISCE Exam – 2026

(106) સમગ્ર શિક્ષા ગુજરાતમાં અમલી થયું તે પૂર્વે રાજયમાં શિક્ષણ માટે કયો કાર્યક્રમ—યોજના કાર્યરત હતી?

(A) DPEP

(B) NPEGL

(C) લર્નિંગ ગેરન્ટી કાર્યક્રમ

(D) TLE

(107) કાર્યવાહક પ્રમુખ હોદ્દો નીચે પૈકી કઈ કચેરીને લાગુ પડે છે?

(A) નિરંતર શિક્ષણ નિયામક કચેરી

(B) સમગ્ર શિક્ષા

(C) ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ

(D) નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત

(108) બાળકોના સર્વાંગી વિકાસ માટે માનસિક ક્રિયાઓ સાથે શારીરિક કામ પણ જરૂરી છે, આ બાબતને કેન્દ્રમાં રાખી જિલ્લા વિભાગ અને તાલીમભવનની કઈ શાખા કાર્ય કરી રહેલ છે?

(A) PSTE

(B) IFIC

(C) DRU

(D) WE

(109) ‘સૌ ભણે, સૌ આગળ વધે’ નીચેનામાંથી કઈ એક સંસ્થાનું મહત્ત્વનું સૂત્ર છે?

(A) NCERT

(B) GCERT

(C) SSAM

(D) NUEPA

(110) રાજ્ય પરીક્ષા બોર્ડ-ગાંધીનગર, નીચે પૈકી કઈ પરીક્ષાનું આયોજન કરતું નથી ?

(A) રાષ્ટ્રીય પ્રતિભા ખોજ પરીક્ષા

(B) પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા

(C) TET-1 અને TET-2 પરીક્ષા

(D) પ્રખરતા શોધ પરીક્ષા

મદદનીશ કેળવણી નિરીક્ષક (વર્ગ-૩)

(111) ગુજરાત રાજયમાં શહેર વિસ્તારમાં પૂર્વપ્રાથમિક સંસ્થાઓ (બાલમંદિર)ની નોંધણી માટે કઈ જોગવાઈ છે?

(A) DEO કચેરી મંજૂરી આપશે

(B) DPEO કચેરી મંજૂરી આપશે

(C) સ્વ ઘોષણાપત્ર સાથે ઓનલાઈન દરખાસ્ત કરી નોંધણી પ્રમાણપત્ર મેળવી શકશે

(D) શાસનાધિકારી મંજૂરી આપશે

(112) પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મૃત્યુના કિસ્સામાં વિદ્યાદીપ યોજના અંતર્ગત કેટલા રૂપિયાની સહાય મળવાપાત્ર છે?

(A) 50,000

(B) 1,25,000

(C) 75,000

(D) 25,000

(113) ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત કઈ શિક્ષણ સંસ્થામાં ધોરણ 6 થી 12નું વિના મૂલ્યે નિવાસી શિક્ષણ પ્રાપ્ત થાય છે ?

(A) સમરસ છાત્રાલય

(B) જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ

(C) મોડેલ સ્કૂલ્સ

(D) એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ

(114) નિપૂણ ગુજરાતના સંદર્ભમાં શીખવાની યાત્રાનાં ત્રણ સ્તર પૈકી પ્રથમ સ્તરમાં શાનો સમાવેશ થશે?

(A) બાલવાટિકા

(B) ધોરણ 1 અને 2

(C) બાલવાટિકા, ધોરણ 1 અને 2

(D) ધોરણ 6, 7 અને 8

(115) વિદ્યાર્થીઓની પ્રગતિ, હાજરી અને શાળાની કામગીરીના રીયલ ટાઈમ મોનિટરીંગ માટે રાજ્યમાં કઈ સંસ્થા કાર્યરત છે?

(A) પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી

(B) GIET

(C) વિદ્યા સમીક્ષા કેન્દ્ર

(D) GCERT

AEISCE Exam – 2026

(116) પ્રાથમિક શાળાના જ્ઞાન સહાયકોના પગાર અને અન્ય યોજનાકીય ખર્ચની ગ્રાન્ટ કયા સત્તાધીશ દ્વારા સમગ્રશિક્ષા કચેરી, ગાંધીનગરને ફાળવવામાં આવશે ?

(A) શિક્ષણ વિભાગ

(B) નાણા વિભાગ

(C) પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી

(D) કમિશનર શાળાઓની કચેરી

(117) સ્કૂલ યૂનિફોર્મ સહાયતા યોજના હેઠળ કુલ કેટલા યૂનિફોર્મ સેટ માટે વિત્તીય સહાય આપવામાં આવે છે?

(A) એક

(B) બે

(C) ત્રણ

(D) ચાર

(118) કસ્તૂરબા ગાંધી બાલિકાવિદ્યાલયમાં કયા ધોરણથી કયા ધોરણ સુધી શિક્ષણ આપવામાં આવે છે?

(A) ધોરણ 5 થી 8

(B) ધોરણ 6 થી 10

(C) ધોરણ 6 થી 8

(D) ધોરણ 6 થી 12

(119) NMMS પરીક્ષામાં મેરીટમાં અને નિયત ક્વોટામાં આવનાર વિદ્યાર્થીને વાર્ષિક કેટલી સ્કોલરશિપ મળે?

(A) 25,000

(B) 8,000

(C) 10,000

(D) 12,000

(120) મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશિપ યોજનાના અમલીકરણ અધિકારી કોણ છે?

(A) અધ્યક્ષ રાજ્ય પરીક્ષા બોર્ડ

(B) નિયામક શાળાઓની કચેરી

(C) નિયામક પ્રાથમિક શિક્ષણ

(D) વિદ્યા સમીક્ષા કેન્દ્ર

(121) એક વિદ્યાર્થીને એકલવ્ય મોડલ રેસિડન્સી સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો છે, તો તેણે કઈ પરીક્ષા પાસ કરવી પડે ?

(A) નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા

(B) NMMS પરીક્ષા

(C) કોમન એન્ટ્રન્સ ટેસ્ટ

(D) ધોરણ-10ની બોર્ડ પરીક્ષા

(122) શાળાકીય સાધનોને બદલવા તેમજ અન્ય જરૂરી સાધનોની ખરીદી માટે ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં કેટલી સ્કૂલ ગ્રાન્ટ આપવામાં આવે છે?

(A) રૂ. 5,000

(B) રૂ. 10,000

(C) રૂ. 15,000

(D) રૂ. 12,000

(123) સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ (STP) અંતર્ગત શાળા બહારના બાળકોને ઓછામાં ઓછા કેટલા કલાક શિક્ષણ આપવામાં આવે છે?

(A) ત્રણ કલાક

(B) ચાર કલાક

(C) પાંચ કલાક

(D) છ કલાક

(124) નેશનલ ઈન્સેન્ટીવ ટુ ગર્લ્સ યોજના અંતર્ગત દીકરીઓને કેટલી સહાયની રકમ મળે છે?

(A) રૂ. 1000

(B) રૂ. 2000

(C) રૂ. 3000

(D) રૂ. 4000

(125) કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓનો અમલ, શાળા વિકાસ, શિક્ષક તાલીમ, FLN, સમાવેશી શિક્ષણ, ICT, ગુણવત્તા સુધારણા, ટેકનોલોજી એઈડેડ મોનિટરીંગ વગેરે મહદ્અંશે કઈ સંસ્થાને લાગુ પડે છે?

(A) GIET

(B) સમગ્ર શિક્ષા

(C) DIET

(D) SCERT

AEISCE Exam – 2026

(126) શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક, શિક્ષક એવોર્ડ યોજનાનું સંચાલન અને અમલીકરણ કઈ કચેરી દ્વારા થાય છે?

(A) પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી

(B) કમિશનર, શાળાઓની કચેરી

(C) GCERT

(D) વિદ્યા સમીક્ષા કેન્દ્ર

(127) ગુજરાતના શૈક્ષણિક રીતે પછાત વિસ્તારમાં કન્યાશિક્ષણને વેગ આપવા માટે સમગ્ર શિક્ષા અભિયાનમાં કયો રાષ્ટ્રીય કાર્યક્રમ ચાલે છે?

(A) ADEPTS

(B) NPEGEL

(C) KGBV

(D) SGP

(128) ગ્રીન સ્કૂલોને ટેકનીકલ સપોર્ટ અને રેટીંગ કઈ સંસ્થા દ્વારા અપાય છે?

(A) IGBC

(B) GSIA

(C) GCERT

(D) GSQAC

(129) રાજ્યમાં આવેલી પ્રાથમિક શાળાઓના પાઠ્યપુસ્તકોનો અભ્યાસક્રમ કોણ તૈયાર કરે છે?

(A) ગુજરાત સાહિત્ય પરિષદ

(B) ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ

(C) GCERT

(D) માધ્યમિક શિક્ષણ બોર્ડ

(130) સરકારી પ્રાથમિક શાળાઓનું ગ્રેડીંગ કરવાની કામગીરી કઈ કચેરી કરે છે?

(A) GSQAC

(B) STTI

(C) GSEB

(D) GIET

AEISCE Exam – 2026

(131) SSA અંતર્ગત ક્ષેત્રીય સમીક્ષા બેઠક કયા ધોરણે આયોજિત થાય છે?

(A) વાર્ષિક

(B) માસિક

(C) અર્ધવાર્ષિક

(D) ત્રિમાસિક

(132) જિલ્લા કક્ષાએ સ્કૂલ બોર્ડના અધ્યક્ષ/જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અને DEOની બનેલી ટ્રિબ્યૂનલમાં સભ્યો વચ્ચે મતભેદ પડે તો તેની અપીલ કે રજૂઆત માટે કોને મોકલવાનું રહે?

(A) જિલ્લા વિકાસ અધિકારી

(B) જિલ્લા કલેક્ટરશ્રી

(C) પ્રાથમિક શિક્ષણ નિયામક

(D) સચિવ, પ્રાથમિક શિક્ષણ

(133) ટ્રિબ્યૂનલના સભ્ય તરીકે જિલ્લા ન્યાયાધિશની નિમણૂક કરવાની થાય તો તેઓએ ઓછામાં ઓછા કેટલા વર્ષ માટે જિલ્લા ન્યાયાધીશ તરીકે સેવાઓ બજાવેલ હોવી જોઈએ?

(A) 2 વર્ષ

(B) 5 વર્ષ

(C) 7 વર્ષ

(D) 3 વર્ષ

(134) ટ્રિબ્યૂનલના કોઈ નિર્ણયથી નારાજ થયેલ કર્મચારી કે સંસ્થા તે હુકમ કે નિર્ણયની જાણ થયાના કેટલા દિવસની અંદર પુનર્વિલોકન માટે રજૂ કરી શકશે?

(A) 60 દિવસ

(B) 90 દિવસ

(C) 120 દિવસ

(D) 30 દિવસ

(135) ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યૂનલ કાયદો 2006ની કલમ-14 હેઠળ ટ્રિબ્યૂનલને કોર્ટની સત્તા રહેશે. તે માટે દીવાની કાર્યરીતિ અધિનિયમ 1908માં નીચે પૈકી શું નિયત થયેલ છે?

(A) વગર સમન્સે તાત્કાલિક બોલાવવા.

(B) દસ્તાવેજો પ્રગટ કરવાનું, રજૂ કરવાનું ફરમાવવું.

(C) સાક્ષીઓની જુબાની માટે હાથકડી પહેરાવી રજૂ કરવા.

(D) જાહેર રજાના દિવસે બોલાવવા.

મદદનીશ કેળવણી નિરીક્ષક (વર્ગ-૩)

(136) ટ્રિબ્યૂનલ એક્ટ નંબર 20 ઓફ 2013માં ‘પ્રાથમિક શાળા’ની વ્યાખ્યા કયા એક્ટ/નિયમો આધારિત છે?

(A) પંચાયતીરાજ અધિનિયમ – 1961

(B) ધી બોમ્બે પ્રાયમરી એજ્યુકેશન એક્ટ – 1947

(C) ધી બોમ્બે પ્રાયમરી એજયુકેશન રૂલ્સ – 1949

(D) શિક્ષણ વિભાગના જાહેરનામા દ્વારા

(137) રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી આધીન કયા સક્ષમ સત્તાધીશ ટ્રિબ્યૂનલની રોજિંદી કામગીરી કરવા વિનિયમો/નિયમો એક્ટના પ્રાવધાનને ધ્યાને રાખી બનાવી શકશે?

(A) કાયદા વિભાગ

(B) સામાન્ય વહીવટી વિભાગ

(C) શિક્ષણ વિભાગ

(D) ટ્રિબ્યૂનલ

(138) ટ્રિબ્યૂનલ કેસની કાર્યવાહી દરમ્યાન કઈ બાબતને અનુલક્ષમાં રાખી રાજ્ય સરકરને નોટીસ આપી બોલાવી શકે છે ?

(A) કેસની પ્રસ્તુતિમાં ક્ષતિઓ

(B) અધિકારીની સતત ગેરહાજરી

(C) કાનૂનના અર્થઘટન

(D) કેસમાં યોગ્ય પ્રતિભાવોનો અભાવ

(139) ટ્રિબ્યૂનલ એક્ટના સેક્શન-17ની જોગવાઈ પ્રમાણે, ટ્રિબ્યૂનલનો દરેક નિર્ણય અંતિમ અને નિર્ણાયક રહેશે, નિર્ણયના સંદર્ભમાં કયા પ્રકારની કોર્ટમાં નિર્ણયને પ્રશ્નાર્થ કરી શકાશે નહિ?

(A) હાઈકોર્ટ

(B) ટ્રિબ્યૂનલમાં સમીક્ષા

(C) સિવિલ કોર્ટ

(D) ફર્સ્ટ જયુડીશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ

(140) ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યૂનલ વિધેયક, 2006ની કઈ કલમ અન્વયે ટ્રિબ્યૂનલને કોર્ટની સત્તા મળેલ છે?

(A) કલમ – 16

(B) કલમ – 15

(C) કલમ – 14

(D) કલમ – 17

AEISCE Exam – 2026

(141) રજિસ્ટર થયેલ ખાનગી માધ્યમિક શાળાના શિક્ષક અથવા બિનશૈક્ષણિક સ્ટાફના સભ્ય પોતાનું રાજીનામું કોની સમક્ષ રજૂ કરશે?

(A) આચાર્ય

(B) સંચાલક મંડળ

(C) જિલ્લા શિક્ષણાધિકારી

(D) શિક્ષણ નિરીક્ષક

(142) રાજ્યપત્રિત અધિકારી કેટલા દિવસથી વધુ માંદગીની રજાઓ માગે તો તબીબી અધિકારીનું પ્રમાણપત્ર જોઈએ જ.

(A) 15

(B) 30

(C) 60

(D) 07

(143) જો કર્મચારી કે અધિકારી કોઈ અભ્યાસ જાહેરહિતમાં કે પોતાની સેવાઓ સંબંધિત હોવાનું ખાતરીપૂર્વક જણાય અને તેવો અભ્યાસ કરવા સરકારની મંજૂરી હોય તો આખી નોકરી દરમિયાન વધુમાં વધુ કેટલા દિવસની રૂપાંતરિત રજા મળી શકે ?

(A) 30

(B) 45

(C) 55

(D) 90

(144) પોતાની નિયત ફરજો બજાવવાના કારણે અકસ્માત કે માંદગીનું જોખમ રહેતુ હોય તેવા પોલીસ, જંગલ વિભાગ, નશાબંધી અને આબકારી તથા જેલ ખાતાના કર્મચારીને તબીબી પ્રમાણપત્રના આધારે હોસ્પિટલ રજા મંજૂર કરી શકાય છે, તે બાબતમાં નીચે પૈકી કયું વિધાન સાચું છે?

(A) આ રજા દર વર્ષે 15 દિવસ મળી શકે.

(B) આ રજા સમગ્ર સેવાકાળ દરમિયાન કુલ મળી 4 માસની મળે.

(C) આ રજા ત્રણ વર્ષના ગાળામાં 3 માસની મળે.

(D) દર બે વર્ષે 20 દિવસની આવી રજાઓ મળી શકે.

(145) પ્રાપ્ત રજા આગળ કે પાછળના જાહેર દિવસો સહિત ઓછામાં ઓછી ….. દિવસ અને સામાન્યતઃ એક અંગ્રેજી વર્ષ દરમિયાન ….. વાર મંજૂર કરી શકાય.

(A) 7, 2

(B) 5, 7

(C) 7, 4

(D) 7, 3

મદદનીશ કેળવણી નિરીક્ષક (વર્ગ-૩)

(146) સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક 1077/6 અન્વયે માન્ય મંડળના હોદ્દેદારોને માન્ય એસોસિયેશનના હોદ્દારોને મંડળને લગતી બેઠકો, પરિષદો જેવી પ્રવૃત્તિઓમાં હાજરી આપવા એક કેલેન્ડર વર્ષમાં વધુમાં વધુ કેટલી રજા ખાસ પ્રાસંગિક રજા તરીકે મળી શકે?

(A) 10

(B) 15

(C) 18

(D) 30

(147) પ્રાસંગિક રજા (પરચૂરણ રજા, સી.એલ., આકસ્મિક રજા) ઓછામાં ઓછી કેટલા દિવસ અને વધુમાં વધુ એક સાથે કેટલા દિવસની મળવાપાત્ર છે ?

(A) ઓછામાં ઓછી અડધા દિવસ અને વધુમાં વધુ એકસાથે પાંચ દિવસ

(B) કોઈ દિવસોની મર્યાદા નથી.

(C) ઓછામાં ઓછી એક દિવસ અને વધુમાં વધુ 7 (સાત) દિવસ

(D) ઓછામાં ઓછી અડધા દિવસ અને વધુમાં વધુ એક સાથે આઠ દિવસ

(148) ગુજરાત મુલ્કી સેવા નિયમો-૨૦૦૨ (રજા)ના મોડ્યુલર નિયમોના અર્થઘટન બાબતે મતભેદ ઉપસ્થિત થાય તો તેવા સ્થિતિમાં નિરાકરણ માટે સર્વોપરી સત્તા કઈ?

(A) વૈધાનિક વિભાગ

(B) સામાન્ય વહીવટ વિભાગ

(C) નાણાં વિભાગ

(D) મુખ્ય સચિવ

(149) GCSR-2002, રજાના નિયમોમાં રજા નિયમોમાં સરકારી કર્મચારી ગર્ભપાત જ્યારે રજા ઉપર હોય રજા પગાર આપે અથવા રજા પગાર વગર, અડધા પગારી/અડધા પગારી રજા નિયમોમાં ક્યાં થી શરૂ થાય?

(A) 20 (2) (c)

(B) 20 (2) (a)

(C) 20 (2) (b)

(D) 1

(150) સંકલન રજાઓ મહત્તમ, કર્મચારીને કેટલી મળવાપાત્ર છે ?

(A) 300

(B) 180

(C) 240

(D) 360

(151) GCSR-2002 રજા નિયમોના નિયમ-17 (1) ની જોગવાઈમાં LTC ના સંદર્ભમાં રજાનું રોકડમાં રૂપાંતર આખી નોકરી દરમિયાન કુલ કેટલા દિવસ માટે કરી શકાય છે?

(A) 30 દિવસ

(B) 100 દિવસ

(C) 60 દિવસ

(D) 60 દિવસ

(152) GCSR રજા નિયમો 2002માં કૂલ કેટલા પ્રકરણો અને નમૂનાઓ આપેલા છે ?

(A) 12 પ્રકરણો અને 17 નમૂનાઓ

(B) 7 પ્રકરણો અને 13 નમૂનાઓ

(C) 12 પ્રકરણો અને 13 નમૂનાઓ

(D) 9 પ્રકરણો અને 9 નમૂનાઓ

(153) ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો 2002ના નિયમ 72માં જણાવ્યા મુજબ જો આખરી પિંચન આખરી ધોરણે મંજૂર કરેલ ન હોય તો આવા કિસ્સામાં તબીબી અધિકારીના પ્રમાણપત્રના આધારે સેવાઓ અંદરે સમીક્ષા કરવાની રહે છે ?

(A) દર ત્રણ વર્ષે

(B) દર બે વર્ષે

(C) દર વર્ષે

(D) દર પાંચ વર્ષે

(154) કટુંબ પેન્શન સંદર્ભે નીચે પૈકી કયું વિધાન સાચું છે?

(A) વિધવા પત્ની અથવા વિધુર પતિના પુનઃ લગ્ન પછી પેન્શનને અનુલક્ષીને મળવાપાત્ર છે

(B) વિધવા પત્ની અથવા વિધુર પતિને તે જીવે ત્યાં સુધી અથવા પુનઃ લગ્ન કરે ત્યાં સુધી જ રહેવું હોય ત્યાં સુધી મળવાપાત્ર છે.

(C) વિધવા પત્ની અથવા વિધુર પતિ પુનઃલગ્ન કરે તો પણ પેન્શન મળવાપાત્ર છે.

(D) વિધુર પતિના કિસ્સામાં અન્ય ઈસમ પુનઃ પરણી શકે અને પેન્શન મળવાપાત્ર છે.

(155) 1. વય નિવૃત્તિ પેન્શન 2. નિવૃત્તિ પેન્શન 3. વળતર પેન્શન 4. ઘા અથવા ઈજા પેન્શન 5. કુટુંબ પેન્શન 6. ? – આ યાદીમા કયું પેન્શન ખૂટે છે?

(A) રહેમિયત પેન્શન

(B) રાજયપત્રિત પેન્શન

(C) ખિતાબ પેન્શન

(D) ખાસ પેન્શન

AEISCE Exam – 2026

(156) ગુજરાત મુલ્કી સેવા પેન્શન નિયમોઃ 2002 મુજબ કોઈપણ કર્મચારીને સતત કેટલા વર્ષ સુધી રજા સાથે કે રજા વગર નોકરીમાંથી સતત ગેરહાજર રહેવાની પરવાનગી સક્ષમ અધિકારી આપી શકે?

(A) બે વર્ષ

(B) ત્રણ વર્ષ

(C) બાર માસ

(D) પાંચ વર્ષ

(157) કોઈ કર્મચારીને નાદારી કે બિન આવડતને કારણે નોકરીમાંથી છૂટા કરવામાં આવે અથવા નિવૃત્ત કરવામાં આવે ત્યારે તેની આર્થિક સ્થિતિ અને કુટુંબને ધ્યાનમાં રાખી સરકાર કેટલી રકમ સુધીનું રહેમિયત પેન્શન મંજૂરી કરી શકે?

(A) જે પેન્શન મળવાપાત્ર થાય તેના 2/3 કરતાં વધે નહી તેટલું

(B) મળવાપાત્ર પેન્શનના 50 ટકા રકમ

(C) છેલ્લા પગાર (ગ્રોસની 33 ટકા રકમ દર મહિને)

(D) મળવાપાત્ર પેન્શનના 40 ટકા રકમ

(158) પેન્શન મંજૂર કરનાર અધિકારીએ નિયામક પેન્શન અને પ્રોવિડન્ટ ફંડને સરકારી કર્મચારીની નિવૃત્તિની તારીખથી કેટલા સમયથી મોડા નહિ એટલા સમયમાં પેન્શનના કાગળો મોકલવાના હોય છે?

(A) બે વરસ

(B) છ માસ

(C) પંદર માસ

(D) બાર માસ

(159) સરકારી નોકરને કોઈપણ સંજોગોમાં પેન્શન મળવાપાત્ર ન હોય, સરકાર વિશિષ્ટ પરિસ્થિતિયોને ધ્યાને લઈ કયા નિયમને આધીન પેન્શન મંજૂર કરી શકે છે?

(A) 22

(B) 19

(C) 20

(D) 21

(160) વીસ વર્ષ પછી પાત્રતા ધરાવતી સેવાની ચકાસણી ગેજેટેડ અધિકારીના કિસ્સામાં કયા સત્તાધીશ નિયામક, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડના પરામર્શનમાં નિર્ધારીત કરે છે?

(A) ખાતાના વડા

(B) નાણા વિભાગ

(C) સામાન્ય વહીવટ વિભાગ

(D) પગાર અને હિસાબી અધિકારી

AEISCE Exam – 2026

(161) સ્વૈચ્છિક નિવૃત્ત થવા, પૂર્વ નિયુક્તિ કરનાર સક્ષમ અધિકારી કયા સત્તાધીશ પાસેથી પેન્શનપાત્ર સેવાઓની ચકાસણી કરાવે છે?

(A) જિલ્લા લોકલ ઓડિટ ફંડ

(B) નિયામક, પેન્શન અને પ્રોવિડેન્ટ ફંડ

(C) નિયામક લોકલ ઓડિટ ફંડ

(D) વહીવટી વિભાગ

(162) પેન્શન મંજૂર કરનાર સત્તાધીશ દ્વારા આવનાર પાંચ વર્ષોમાં નિવૃત્ત થનાર ગેજેટેડ અને નોનગેજેટેડ અધિકારીઓની યાદી રાખવાની હોય છે. આ યાદી કઈ તારીખના રોજની સ્થિતિએ અદ્યતન રાખવાની હોય છે?

(A) 31 ડિસેમ્બર

(B) 31 માર્ચ

(C) 31 જુલાઈ

(D) 30 સપ્ટેમ્બર

(163) સરકારી કર્મચારીને મળતી ગ્રેજ્યુઈટીની મહત્તમ રકમ કેટલી છે?

(A) 18 લાખ

(B) 20 લાખ

(C) 25 લાખ

(D) 16 લાખ

(164) સરકારી કર્મચારી કેટલા ટકા પેન્શનનું મહત્તમ રોકડ રૂપાંતર કરી શકે ?

(A) 40 ટકા

(B) 50 ટકા

(C) 30 ટકા

(D) 25 ટકા

(165) શિક્ષણનો સમવર્તી યાદીમાં સમાવેશ થવાથી નીચેના પૈકી કઈ સત્તા મળે છે?

(A) માત્ર કેન્દ્ર સરકાર શિક્ષણનો કાયદો બનાવી શકે.

(B) માત્ર રાજય સરકાર શિક્ષણનો કાયદો બનાવી શકે.

(C) રાજય અને કેન્દ્ર સંયુક્ત રીતે શિક્ષણનો કાયદો બનાવી શકે.

(D) કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને શિક્ષણનો કાયદો બનાવી શકે.

AEISCE Exam – 2026

(166) ભારતીય બંધારણમાં કુલ કેટલી ભાષાઓને સ્થાન મળેલ છે?

(A) 25

(B) 22

(C) 21

(D) 12

(167) છ થી ચૌદ વર્ષના તમામ બાળકોને નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષણ એ બંધારણનો કયો મૂળભૂત અધિકાર છે?

(A) સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર

(B) સમાનતાનો અધિકાર

(C) શોષણ વિરુદ્ધનો અધિકાર

(D) સ્વાતંત્ર્યનો અધિકાર

(168) “રાજ્ય તમામ બાળકો છ વર્ષની ઉંમર પૂર્ણ કરે ત્યાં સુધી તેમનું પ્રારંભિક બાળપણનો સંભાળ અને શિક્ષણ પૂરું પાડવાનો પ્રયત્ન કરશે” આ બાબતનો ઉલ્લેખ ભારતીય બંધારણના કયા ભાગમાં દર્શાવેલ છે?

(A) મૂળભૂત ફરજો

(B) મૂળભૂત અધિકારો

(C) રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો

(D) રાજ્યો

(169) ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં છ થી ચૌદ વર્ષના શિક્ષણ મેળવવાની તક પૂરી પાડવી એ દરેક માતાપિતાની ફરજ રહેશે તેમ દર્શાવેલ છે?

(A) 21 (A)

(B) 41

(C) 45

(D) 51 (A) (k)

(170) બંધારણના કયા અનુચ્છેદથી બાળમજૂરી પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે?

(A) અનુચ્છેદ – 25

(B) અનુચ્છેદ – 24

(C) અનુચ્છેદ – 21

(D) અનુચ્છેદ – 19

AEISCE Exam – 2026

(171) બંધારણીય નિર્દેશો મુજબ, શિક્ષણ…

(A) બધાને સમાન રીતે મળવું જોઈએ.

(B) બધા માટે અનિવાર્ય હોવું જોઈએ.

(C) બધા માટે અનુકૂળ હોવું જોઈએ.

(D) ઉપરોક્ત તમામ.

(172) ભારતીય સંવિધાનની કલમ 51-A(ક)ની જોગવાઈને આધીન માતાપિતા અથવા વાલીની જવાબદારી સાથે અન્ય કોને આ જવાબદારી સૂપ્રત કરેલ છે?

(A) પેરેન્ટ —ટીચર્સ એસોસિએશન

(B) શાળા વ્યવસ્થાપન સમિતિ

(C) શિક્ષક

(D) સરપંચ

(173) “બાળકોને સ્વસ્થ રીતે અને સ્વાતંત્ર્ય અને ગૌરવભરી સ્થિતિમાં વિકસવાની તકો અને સગવડો આપવામાં આવે”, આ જોગવાઈ ભારતીય સંવિધાનના કયા “ટાઈટલ” હેઠળ કરવામાં આવેલ છે ?

(A) રાજ્ય દ્વારા અનુસરવાના નીતિના અમુક સિદ્ધાંતો

(B) સમાન ન્યાય અને મફત કાનૂનની સહાય

(C) લોક કલ્યાણની વૃદ્ધિ માટે રાજયે સર્જવાની સામાજિક વ્યવસ્થા

(D) બાલવિકાસ

(174) ભારતનું બંધારણ અમલમાં આવ્યું તે સમયે બંધારણ સંદર્ભે નીચે પૈકી કઈ હકીકત સાચી છે? ભારતના બંધારણમાં…

(A) 21 ભાગ, 413 અનુચ્છેદ (કલમ) અને 08 અનુસૂચિઓ હતી.

(B) 22 ભાગ, 395 અનુચ્છેદ (કલમ) અને 08 અનુસૂચિઓ હતી.

(C) 18 ભાગ, 392 અનુચ્છેદ (કલમ) અને 07 અનુસૂચિઓ હતી.

(D) 34 ભાગ, 389 અનુચ્છેદ (કલમ) અને 11 અનુસૂચિઓ હતી.

(175) માહિતીનો અધિકાર આપનાર વિશ્વનો પ્રથમ દેશ ક્યો છે, કયા વર્ષમાં અમલ કરેલ છે?

(A) જર્મની 1893માં

(B) ઉઝબેકિસ્તાન 1984માં

(C) સ્વીડન 1766માં

(D) રશિયા 1904માં

AEISCE Exam – 2026

(176) નીચે પૈકી ક્યા સભ્યોની બનેલી સમિતિની ભલામણ પરથી રાષ્ટ્રપતિ કેન્દ્રિય માહિતી પંચમાં માહિતી કમિશનરોની નિમણૂક કરે છે? (1) પ્રધાનમંત્રી (2) રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા (3) લોકસભાના વિરોધપક્ષના નેતા (4) પ્રધાનમંત્રીએ નિયુક્ત કરેલ કેબિનેટ મંત્રી

(A) 2, 3 અને 4

(B) 1, 3 અને 4

(C) 1, 2 અને 3

(D) 1, 2, 3 અને 4

(177) RTI એક્ટ 2005 મુજબ માહિતી મેળવવા માટે કયા નમૂનામાં અરજી કરવી પડે છે ?

(A) નમૂનો-ક

(B) નમૂનો – ખ

(C) નમૂનો – ગ

(D) નમૂનો – ઘ

(178) આર.ટી.આઈ. અધિનિયમની કઈ કલમમાં માહિતી જાહેર કરવામાંથી મુક્તિ સંબંધી જોગવાઈ કરવામાં આવેલ છે?

(A) 6 (1)

(B) 7 (1)

(C) 8 (1)

(D) 9 (1)

(179) આર.ટી.આઈ. અધિનિયમ 2005 અનુસાર ‘ત્રાહિત પક્ષકાર’ એટલે શું?

(A) માહિતી માંગનાર સિવાયની વ્યક્તિ જેમાં જાહેર સત્તામંડળનો સમાવેશ થતો નથી.

(B) માહિતી માંગનાર સિવાયની વ્યક્તિ જેમાં જાહેર સત્તામંડળનો સમાવેશ થાય છે.

(C) માહિતી માંગવામાં આવી છે તેવી વ્યક્તિ અથવા સંસ્થા

(D) માહિતી માંગનાર વ્યક્તિ

(180) કોઈ રાજ્ય માહિતી કમિશનરને મુખ્ય માહિતી કમિશનર તરીકે નિમણૂક આપવામાં આવે ત્યારે નીચે દર્શાવ્યા પૈકી કઈ જોગવાઈ લાગુ પડે છે?

(A) બંને હોદાની કુલ મુદ્દત દસ વર્ષથી વધુ ન હોવી જોઈએ.

(B) બંને હોદ્દા પર વધુમાં વધુ દસ વર્ષ સુધી ફરજ બજાવી શકે.

(C) બંને હોદ્દાની કુલ મુદ્દત પાંચ વર્ષથી વધુ ન હોવી જોઈએ.

(D) રાજ્ય માહિતી કમિશનર તરીકે બજાવેલ સેવા ધ્યાનમાં લેવાની રહેશે નહીં.

AEISCE Exam – 2026

(181) જાહેર માહિતી અધિકાર અધિનિયમ મુજબ સામાન્ય રીતે અપીલ અધિકારીના નિર્ણયની સામે બીજી અપીલ કેટલા દિવસમાં કરવી જોઈએ?

(A) 30

(B) 60

(C) 90

(D) 120

(182) રાજ્યના મદદનીશ જાહેર માહિતી અધિકારીને માહિતી અથવા અપીલ આપવામાં આવી હોય, ત્યારે મુદ્દતની ગણતરી કરતા સમયે કેટલા દિવસની મુદ્દત ઉમેરવી જોઈએ?

(A) ત્રણ

(B) પાંચ

(C) સાત

(D) દસ

(183) અરજદાર પાસેથી માહિતી માટે વિનંતી મળ્યા બાદ ત્રાહિત પક્ષકાર પાસેથી કેટલા દિવસની અંદર માહિતી આપવી કે નહિ તે અંગે નિર્ણય મંગાવવાનું રહે છે?

(A) પાંચ

(B) સાત

(C) દસ

(D) બાર

(184) એક અરજદાર માહિતી મેળવવાની અરજી, મદદનીશ સરકારી માહિતી અધિકારીને આપે છે, તો કેટલા દિવસમાં માહિતી આપવી પડે?

(A) 25 દિવસમાં

(B) 30 દિવસમાં

(C) 35 દિવસમાં

(D) 40 દિવસમાં

(185) ગુજરાત સરકાર દર વર્ષે માહિતી આયોગનો અહેવાલ ક્યાં રજૂ કરશે?

(A) કેબિનેટ બેઠકમાં

(B) વિધાનસભામાં

(C) નામદાર હાઈકોર્ટમાં

(D) વિધાન પરિષદમાં

AEISCE Exam – 2026

(186) નીચે દર્શાવેલ કામગીરી પૈકી કઈ કામગીરી શૈક્ષણિક સત્તામંડળની નથી?

(A) સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન માટેની માર્ગદર્શિકા બહાર પાડવી.

(B) બિન-અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધો-1માં 25% પ્રવેશ આપવાની કાર્યપદ્ધતિ નક્કી કરવી.

(C) અભ્યાસક્રમ અને પાઠ્યક્રમ મંજૂર કરવા

(D) “શાળાના શિક્ષણની ગુણવત્તાના દરજ્જા” અંગેનો રીપોર્ટ તૈયાર કરવો.

(187) કયા શૈક્ષણિક વર્ષથી ધોરણ-1માં પ્રવેશ માટેની લઘુત્તમ ઉંમર છ વર્ષ ફરજિયાત કરવામાં આવી?

(A) 2024-25

(B) 2023-24

(C) 2022-23

(D) 2021-22

(188) મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમના નિયમો અનુસાર નિયમ 8(2)માં કઈ મુખ્ય જોગવાઈ કરવામાં આવેલ છે ?

(1) કોઈપણ શાળાએ પ્રવેશ માટે દાન લેવું નહિ.

(2) માતાપિતાની રૂબરૂ મુલાકાત યોજવી.

(3) બાળકોની કસોટી લેવી નહિ.

(A) ફક્ત (1)

(B) ફક્ત (2) અને (3)

(C) ફક્ત (1) અને (3)

(D) (1), (2), (3)

(189) ખાસ તાલીમની જરૂરિયાત હોય તેવા બાળકોને ઓળખી કાઢવાની જવાબદારી કોની છે?

(A) શાળા વ્યવસ્થાપન સમિતિની

(B) શાળાના આચાર્યની

(C) તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની

(D) જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની

(190) શાળા વ્યવસ્થાપન સમિતિ માટે કેન્દ્ર સરકારે 2026માં બહાર પાડેલ માર્ગદર્શિકા અનુસાર નીચે પૈકી કઈ બાબત/બાબતો સાચી છે?

(i) સભ્ય સચિવે શૈક્ષણિક સત્ર શરૂ થયાના એક માસમાં એસ.એમ.સી.ની રચના સુનિશ્ચિત કરવી.

(ii) ત્રણ માસમાં એકવાર મિટિંગ યોજવી.

(iii) એસ.એમ.સી.ના સભ્યોની મુદત બે વર્ષની રહેશે.

(A) ફક્ત (i)

(B) (i) અને (ii)

(C) (i) અને (iii)

(D) (i), (ii) અને (iii)

AEISCE Exam – 2026

(191) RTE-2012 મુજબ ધોરણ-1થી 5ના વિદ્યાર્થીઓ માટે કેટલા કિ.મી.ના અંતરમાં શાળા સ્થાપવાની ભલામણ કરે છે?

(A) એક કિ.મી.

(B) બે કિ.મી.

(C) ત્રણ કિ.મી.

(D) પાંચ કિ.મી.

(192) પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશ માટે લંબાવેલી મુદત, શાળાના શૈક્ષણિક વર્ષના આરંભની તારીખથી કેટલા મહિનાની રહેશે?

(A) ત્રણ મહિના

(B) છ મહિના

(C) એક મહિનો

(D) બે મહિના

(193) જે શાળાઓ રાજ્ય સરકાર/સ્થાનિક સત્તામંડળની માલિકી અને નિયંત્રણ સિવાયની હોય એને કેટલા મહિના અંદર સ્વએકરાર કરવો જોઈએ?

(A) ત્રણ

(B) છ

(C) પાંચ

(D) સાત

(194) બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણની કલમ-11 અનુસાર કઈ બાબત નિહિત થયેલ છે?

(A) પોતાના બાળકને નજીકની પ્રાથમિક શાળામાં પ્રવેશ આપવાની માતાપિતાની ફરજ

(B) ત્રણથી છ વર્ષના બાળકોને મફત પૂર્વ પ્રાથમિક શિક્ષણ

(C) શાળા અથવા વ્યક્તિ બાળકને દાખલ કરતી વખતે કોઈ માથાદીઠ ફી વસૂલ ન કરી શકે.

(D) સ્થળાંતરિત કુટુંબોના બાળકોનો પ્રવેશ સુનિશ્ચિત કરવો.

(195) રાઈટ ટુ એજ્યુકેશન એક્ટમાં શાળાઓમાં શૈક્ષણિક વર્ષના કાર્ય દિવસો માટે નીચે પૈકી કઈ જોગવાઈ સૂચવવામાં આવેલ છે?

(A) ધોરણ 1 થી 5માં કામકાજના 220 દિવસ

(B) ધોરણ 1 થી 5માં કામકાજના 1000 કલાક

(C) ધોરણ 6 થી 8માં કામકાજના 240 દિવસ

(D) ધોરણ 6 થી 8માં કામકાજના 1000 કલાક

AEISCE Exam – 2026

(196) “પ્રાથમિક શિક્ષણ પૂરું કરનાર દરેક બાળકને નિયત પ્રમાણપત્ર આપવામાં આવશે” આ જોગવાઈ આર.ટી.ઈ. એક્ટની કઈ કલમમાં કરવામાં આવી છે?

(A) 30 (1)

(B) 30 (2)

(C) 29 (1)

(D) 29 (2)

(197) રાષ્ટ્રીય બાલસંરક્ષણ અધિકાર આયોગનું ગઠન, બાલસંરક્ષણ અધિકારના એક્ટની જોગવાઈ આધીન કરવામાં આવેલ છે, આ એક્ટ કયા વર્ષથી અમલમાં આવ્યો ?

(A) 2009

(B) 2005

(D) 2010

(C) 2012

(198) શાળા દ્વારા વિદ્યાર્થી પાસેથી કેપીટેશન ફી મેળવવામાં આવી હોય ત્યારે શાળા સામે દંડનીય કાર્યવાહીના ભાગરૂપે કયા પ્રકારની કાર્યવાહીની જોગવાઈ છે?

(A) સુનવાઈ પછીના નિર્ણય પ્રમાણે

(B) 25,000 રૂપિયા

(C) કેપીટેશન ફીના દસ ગણા

(D) 1,00,000 રૂપિયા

(199) ધોરણ – 6થી 8ની શાળામાં કેટલા વિદ્યાર્થીઓ દીઠ ઓછામાં ઓછો એક શિક્ષક હોવો જરૂરી છે?

(A) 45 વિદ્યાર્થી

(B) 40 વિદ્યાર્થી

(C) 35 વિદ્યાર્થી

(D) 30 વિદ્યાર્થી

(200) કોઈપણ શાળાની માન્યતા પાછી ખેંચી લીધા પછી પણ કોઈ વ્યક્તિ શાળા ચાલુ રાખે તો શરૂઆતમાં કેટલો દંડ થાય ?

(A) 10,000 રૂપિયા

(B) 50,000 રૂપિયા

(C) 75,000 રૂપિયા

(D) 1,00,000 રૂપિયા

AEISCE Exam – 2026

આ પ્રકારની ઉપયોગી શૈક્ષણિક માહિતી માટે વોટ્સએપ ગ્રુપમાં જોડવા માટેની લીંક… https://chat.whatsapp.com/LFadFpf6jtWJA9P9tv95Ca?s=sh&p=a&mlu=4&ilr=4

અને હા… ઉપયોગી શૈક્ષણિક માહિતીના વિડીયો માટે માટેની લીંક… https://www.youtube.com/@TalatiNiranjan

ડી.એલ.એડ. પ્રથમ વર્ષ પ્રવેશ ૨૦૨૬-૨૦૨૭ માહિતી માટે લીંક: https://edu.ourgujarat.com/d-el-ed-first-year-2026-2027-કામચલાઉ-મેરિટ-યાદી-અં/

અનંત અનંત શુભકામનાઓ…

ખાસ : વધુ માહિતી અને સ્ત્રોત માટે સત્તાવાર વેબસાઇટ્સનો અને સાહિત્યનો ઉપયોગ કરવો.

Leave a Comment