
TET 1 Syllabus
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય,સેકટર-૨૧,ગાંધીનગર
Teacher Eligibility Test (TET-1)
શિક્ષક યોગ્યતા કસોટી – 1 (TET-1)

TET 1 Syllabus
અભ્યાસક્રમ
(ઠરાવ ક્રમાંક: સુધારા ઠરાવ ક્રમાંક: પીઆરઇ/૧૧૧૧/૭૧૧/ક તા.૦૮/૧૦/૨૦૨૫)
આ કસોટીમાં કુલ ૫ વિભાગો ૧૫૦ પ્રશ્નો અને ૧૫૦ ગુણ
વિભાગ – ૧ : બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર (૩૦ ગુણ) (૩૦ પ્રશ્નો)
TET 1 Syllabus
(A) બાળ વિકાસ (૧૫ ગુણ) (૧૫ પ્રશ્નો)
- વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધ
- બાળ વિકાસનાં લક્ષણો અને સિદ્ધાંતો
- વિકાસને અસર કરતા પરિબળો
- વારસો અને વાતાવરણ
- સામાજિકતાનો વિકાસ અને તેને અસર કરતા પરિબળો
- સામાજીકીકરણ પ્રક્રિયાઓ:
સામાજિક જગત અને બાળક (વાલી, શિક્ષક, સહપાઠી) - એરિક્સન, મોન્ટેસરી, ફ્રોબેલ, કોહલબર્ગ સિદ્ધાંત અને શૈક્ષણિક ફલિતાર્થ
- બાળ કેન્દ્રી અને પ્રગતિશીલ શિક્ષણની સંકલ્પના
- બુદ્ધિની સંકલ્પના અંગેનો સમિક્ષાત્મક દૃષ્ટિકોણ
- બહુ આયામી બુદ્ધિ
- બાળકોમાં વિકાસ-ભાષા અને વિચાર
- લિંગ/જાતિ(Gender): સામાજિક બંધારણ, લિંગભેદ, જાતિગત/લિંગ ભૂમિકાઓ, શિક્ષણના સંદર્ભમાં જાતિયતાની અસર
- અધ્યેતાઓમાં વ્યક્તિગત ભિન્નતા, ભાષા, જાતિ, લિંગ, સમુદાય, ધર્મ વગેરે આધારિત ભિન્નતાઓની સમજ
- અધ્યયનનું મૂલ્યાંકન અને અધ્યયન માટેના મૂલ્યાંકન વચ્ચેનો તફાવત; શાળાકીય મૂલ્યાંકન; સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન(CCE)
- દૃષ્ટિકોણ અને પ્રયાસો
- વર્ગખંડમાં અધ્યેતાઓની વર્ગખંડ તત્પરતા, અધ્યયન અને વિવેચનાત્મક ચિંતનના વિકાસ અને અધ્યેતાની અધ્યયન સિદ્ધિના મૂલ્યાંકન માટે યોગ્ય પ્રશ્નોની રચના.
(B) સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો અંગે સમજ: (૦૫ ગુણ)(૦૫ પ્રશ્નો)
- વિવિધ પરિવેશ ધરાવતા અધ્યેતાઓને સમાવવા – જેમાં આર્થિક – સામાજિક રીતે પછાત, વંચિત બાળકોનું સમાવેશન
- અધ્યયન અક્ષમતા (Learning Disability) ધરાવતા બાળકો, વિવિધ દિવ્યાંગતા ધરાવતા બાળકો
(C) અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્રઃ (૧૦ ગુણ) (૧૦ પ્રશ્નો)
- બાળકો કેવી રીતે વિચારે છે અને શીખે છે; શાળાકીય પ્રદર્શનમાં તેઓ કેમ અને કેવી રીતે નિષ્ફળ જાય છે તેના કારણો.
- અધ્યયન-અધ્યાપનની પાયાની પ્રક્રિયાઓ; બાળકોની અધ્યયન વ્યુહરચનાઓ; સામાજિક પ્રવૃત્તિ તરીકે અધ્યયન; અધ્યયનનો સામાજિક પરિપ્રેક્ષ્ય.
- બાળક સમસ્યા ઉકેલનાર અને વૈજ્ઞાનિક શોધક તરીકે.
- બાળકોમાં અધ્યયન માટેની વૈકલ્પિક સંકલ્પના; અધ્યયન પ્રક્રિયામાં બાળકોથી થતી ભૂલોની મહત્વના સોપાન તરીકે સમજ.
- જ્ઞાન/બોધ(Logion) અને સંવેગો(Emotions)
- પ્રેરણા અને અધ્યયન
- અધ્યયનને અસર કરતા વ્યક્તિગત અને પર્યાવરણીય પરિબળો

TET 1 Syllabus
વિભાગ – ૨ : ગુજરાતી ભાષા (Language I) – (૩૦ ગુણ) (૩૦ પ્રશ્નો)
(A) ભાષા અર્થગ્રહણ (Language Comprehension) – (૧૫ ગુણ) (૧૫ પ્રશ્નો)
- ભાષાના પેપરમાં દરેક વિષયના વિષય વસ્તુમાં ભાષા સજ્જતા, સંભાષણ અને વિદ્યાર્થી સાથેના વર્ગ વ્યવહાર તેમજ અંતર ક્રિયાને લગતી સજ્જતાનું મૂલ્યાંકન કરતા, તેમજ ભાષાના મુળભૂત તત્વો, પ્રત્યાયન અને સાર અર્થગ્રહણની ક્ષમતાનું મૂલ્યાંકન કરતા પ્રશ્નો.
- અપરિચિત પાઠો વાંચવા – બે પાઠ (એક ગદ્ય અથવા નાટક અને એક કાવ્ય)
- પ્રશ્નો: સમજુતી, અનુમાન, વ્યાકરણ અને વાક્ કુશળતા
(ગદ્યખંડ સાહિત્યિક, વૈજ્ઞાનિક, વર્ણનાત્મક અથવા વિવેચનાત્મક હોઈ શકે)
- શ્રવણ અને કથન: ભાષા શિક્ષણમાં મહત્વ
- આ કસોટીમાં ધોરણ ૧ થી ૫ ના ગુજરાતી ભાષા વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો. પરંતુ તેનું કઠિનતાનું મૂલ્ય અને સંબંધ માધ્યમિક શિક્ષણ (ધોરણ-૧૦) સુધીનો રહેશે.
(B) ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ – (૧૫ ગુણ) (૧૫ પ્રશ્નો) - અધ્યયન અને ભાષા (Learning and Acquisition) ભાષા સંપ્રાપ્તિ
- ભાષા શિક્ષણના સિદ્ધાંતો
- ભાષા શીખવવામાં વ્યાકરણની ભૂમિકા અંગેની સમીક્ષાત્મક દૃષ્ટિ – વિચારોને મૌખિક અને લખાણરૂપે વ્યક્ત કરવા.
- વર્ગખંડમાં ભાષા શીખવવાના પડકારો; ભાષાકીય મુશ્કેલીઓ, ભૂલો અને વિકારો
- ભાષાકૌશલ્યો (Language Skills)
- ભાષા અર્થગ્રહણ અને પ્રાવિણયનું મૂલ્યાંકન: શ્રવણ, કથન, વાંચન, લેખન
- અધ્યયન-અધ્યાપન સામગ્રી: પાઠ્યપુસ્તક, મલ્ટી-મીડિયા સામગ્રી, વર્ગખંડના બહુભાષી સ્રોતો
- ઉપચારાત્મક શિક્ષણ (Remedial Teaching)

TET 1 Syllabus
વિભાગ – 3 : અંગ્રેજી ભાષા (Language II) – (30 ગુણ) (30 પ્રશ્નો)
(A) ભાષા અર્થગ્રહણ (Language Comprehension) – (15 ગુણ) (15 પ્રશ્નો)
- ભાષાના પેપરમાં દરેક વિષયના વિષય વસ્તુમાં ભાષા સજ્જતા, સંભાષણ અને વિદ્યાર્થી સાથેના વર્ગ વ્યવહાર તેમજ આંતર ક્રિયાને લગતી સજ્જતાનું મૂલ્યાંકન કરતા તેમજ ભાષાના મુળભૂત તત્વો, પ્રત્યાયન અને સાર અર્થગ્રહણની ક્ષમતાનું મૂલ્યાંકન કરતા પ્રશ્નો.
- અપરિચિત પાઠો વાંચવા – બે પાઠ (એક ગદ્ય અથવા નાટક અને એક કાવ્ય)
- પ્રશ્નો: સમજુતી, અનુમાન, વ્યાકરણ અને વાક્ કુશળતા (ગદ્યખંડ સાહિત્યિક, વૈજ્ઞાનિક, વર્ણનાત્મક અથવા વિવેચનાત્મક હોઈ શકે)
- શ્રવણ અને કથન: ભાષા શિક્ષણમાં મહત્વ
- આ કસોટીમાં ધોરણ ૧ થી ૫ ના અંગ્રેજી ભાષા વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો.
પરંતુ તેનું કઠિનતા મૂલ્ય અને સંબંધ માધ્યમિક શિક્ષણ (ધોરણ-૧૦) સુધીનો રહેશે.
(B) ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ – (15 ગુણ) (15 પ્રશ્નો) - અધ્યયન અને ભાષા (Learning and Acquisition) ભાષા સંપ્રાપ્તિ
- ભાષા શિક્ષણના સિદ્ધાંતો
- ભાષા શીખવામાં વ્યાકરણની ભૂમિકા અંગેની સમીક્ષાત્મક દૃષ્ટિ – વિચારોને મૌખિક અને લખાણ સ્વરૂપે વ્યક્ત કરવા.
- વર્ગખંડમાં ભાષા શીખવવાના પડકારો; ભાષાકીય મુશ્કેલીઓ, ભૂલો અને વિકારો
- ભાષાકૌશલ્યો (Language Skills)
- ભાષા અર્થગ્રહણ અને પ્રાવિણયનું મૂલ્યાંકન: શ્રવણ, કથન, વાંચન, લેખન
- અધ્યયન-અધ્યાપન સામગ્રી: પાઠ્યપુસ્તક, મલ્ટી-મીડિયા સામગ્રી, વર્ગખંડના બહુભાષી સ્ત્રોત
- ઉપચારાત્મક શિક્ષણ (Remedial Teaching)

TET 1 Syllabus
વિભાગ – ૪ : ગણિત – (30 ગુણ) (30 પ્રશ્નો)
(A) વિષયવસ્તુ – (૧૫ ગુણ) (૧૫ પ્રશ્નો)
- ગણિત વિષયમાં સંકલ્પના સ્પષ્ટીકરણની બાબતો અને સમસ્યા ઉકેલ સંબંધિત ક્ષમતા આધારિત પ્રશ્નો. આ કસોટીમાં ધોરણ ૧ થી ૫ ના ગણિત વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો. પરંતુ તેનું કઠિનતા મૂલ્ય અને સંબંધ માધ્યમિક શિક્ષણ (ધોરણ-૧૦) સુધીનો રહેશે.
(B) પદ્ધતિ શાસ્ત્ર – (૧૫ ગુણ) (૧૫ પ્રશ્નો) - ગણિતનું સ્વરૂપ / તર્કશક્તિ; બાળકોની વિચારવાની તથા તર્ક કરવાની તરાહ, અર્થ અને શીખવા માટે અપનાવતી વ્યૂહરચનાઓ
- અભ્યાસક્રમમાં ગણિતનું સ્થાન
- ગણિત શિક્ષણની પદ્ધતિઓ/ પ્રયુક્તિઓ
- વર્ગખંડ પ્રત્યાયનમાં ભાષાની ભૂમિકા
- ઔપચારિક અને અનૌપચારિક મૂલ્યાંકન
- ગણિત અધ્યાપન સમસ્યાઓ
- ગણિતમાં થતી ભૂલો અને તેના નિવારણના ઉપાયો

TET 1 Syllabus
વિભાગ – ૫ : પર્યાવરણ, સામાન્ય જ્ઞાન, શિક્ષણના વર્તમાન પ્રવાહો (૩૦ ગુણ) (૩૦ પ્રશ્નો)
(A) પર્યાવરણ વિષય અને પદ્ધતિ શાસ્ત્ર (૨૦ ગુણ) (૨૦ પ્રશ્નો)
ધોરણ ૧ થી ૫ના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો જેનું કઠિનતા મૂલ્ય માધ્યમિક શિક્ષણ (ધોરણ-૧૦) સુધીનું રહેશે.
(૧) વિષયવસ્તુ – (૧૦ ગુણ) (૧૦ પ્રશ્નો)
પર્યાવરણ વિષયનો ધોરણ ૧ થી ૫ ના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો
(૨) પદ્ધતિ શાસ્ત્ર – (૧૦ ગુણ) (૧૦ પ્રશ્નો)
- પર્યાવરણ (EVS) ની સંકલ્પના અને વ્યાપ
- પર્યાવરણ મહત્વ
- પર્યાવરણ અને પર્યાવરણ શિક્ષણ વચ્ચેનો સંબંધ
- અધ્યયનના સિદ્ધાંતો (Learning Principles)
- વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન સાથેનો વ્યાપ અને સંબંધ
- સંકલ્પનાઓ રજૂ કરવાની પદ્ધતિઓ
- પ્રવૃત્તિઓ (Activities)
- પ્રયોગો / પ્રાયોગિક કાર્ય (Experimentation / Practical Work)
- ચર્ચા. (Discussion)
- સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન (CCE)
- શિક્ષણ સામગ્રી (Teaching Material / Aids)
- અધ્યાપનની સમસ્યાઓ (Problems)
(B) સામાન્ય જ્ઞાન, Reasoning Ability, Logical Ability, Teaching Aptitude,
Date Interpretation જેવી બાબતો આધારિત પ્રશ્નો (૦૫ ગુણ) (૦૫ પ્રશ્નો)
(C) શિક્ષણના વર્તમાન પ્રવાહો (૦૫ ગુણ) (૦૫ પ્રશ્નો)
આ પ્રકારની ઉપયોગી શૈક્ષણિક માહિતી માટે વોટ્સએપ ગ્રુપમાં જોડવા માટેની લીંક… https://chat.whatsapp.com/LFadFpf6jtWJA9P9tv95Ca?s=sh&p=a&mlu=4&ilr=4
અને હા… ઉપયોગી શૈક્ષણિક માહિતીના વિડીયો માટે માટેની લીંક… https://www.youtube.com/@TalatiNiranjan
ડી.એલ.એડ. પ્રથમ વર્ષ પ્રવેશ ૨૦૨૬-૨૦૨૭ માહિતી માટે લીંક:https://edu.ourgujarat.com/d-el-ed-first-year-2026-2027-કામચલાઉ-મેરિટ-યાદી-અં/
અનંત અનંત શુભકામનાઓ…