વરસાદ ના વધામણા

-:વરસાદ ના વધામણા:-

ટપ-ટપ આવે રે વરસાદ, રીમઝીમ આવે રે વરસાદ.

આવી રે આવી હરિયાળી ઋતુ આવી.

આવી રે આવી ચોમાસું ની ઋતુ આવી.

આવ્યા રે મેઘ, આવ્યા રે મેઘરાજા.

ફુંકાયા પવનને, રેલાયાં વંટોળ.

વાવાઝુડાના ઝાપટાં સાથે આવ્યાં રે મેઘરાજા.

પવનથી ઝૂમી ઊઠી ધૂળની ડમરી.

ગોળ-ગોળ ફરી ફરીને ચકેડા મારે, જાણે જાદુગર ખેલ બતાવે.

જેમ પૃથ્વી ફરે પોતાની ધરી પર, જાણે ચકેડું પણ ફરે ધરી પર.

એક વાર જો ચકેડામાં ગયા, જાણે ક્યાંય ના ઉભા રહ્યા.

જાદુગર તો ઉભા રહી જાય, પણ વંટોળ તો ક્યારેય ના સમાય.

છાપરા-વાંછોટીયા નું તો પૂછવું શું!, ના મળે ક્યાંય નામો નિશાન.

પશુ-પક્ષી ધ્રુજતા-ડરતાં, નિહાળે આ તમાસો.

છવાય કળા વાદળ ને, ચમકે વીજળી.

આવો પધારો મેઘરાજા, આવો મારા વહાલાં. 

વાગી રહ્યા ઢોલ-તબલા, સ્વાગત કરો મેઘરાજાનું.

થઇ પ્રસન્ન મેઘ, વરસ્યા ધોધમાર અને થઇ ગયું પાણી-પાણી.

જો હવે નઈ રોકાય, તો થશે જળબંબાકાર.

કર્યું હતું આવકાર, એ રીતે કરો જવાનો સમારંભ.

ખમાં-ખમાં ના સુર સાથે, કરો વિદાય વહાલાં ને.

પ્રકટ થયા ઇન્દ્ર દેવ, આશિષ ફળ્યાં સૌને.

 

BY:- SANDEEP PATEL FOLLOW ON :- PRATILIPI (CLICK HERE)

SANDEEP PATEL FOLLOW ON:- FACEBOOK (CLICK HERE)

પ્રેરણાત્મક વાર્તાઓ માટે CLICK HERE 

Leave a Comment

Thank you for visiting the website