એકલતાનો પ્રસંગ

એકલતાનો પ્રસંગ

કલમ છે પણ લખાતું નથી,

શાહી છે પણ વિચાર મળતો નથી.

કેમ કે અત્યારે પરિવાર પૂરો નથી.

શાહીના મિશ્રણ રૂપી “માં-બાપ” તો છે,

પણ કવિતા રૂપી “ રોહિણી” નથી.




અને કલમ સરખી “દ્રીશા” નથી.

કેમ બનાવું કવિતા હાલમાં પરિવાર પૂરો નથી.

એક દિવસ મને “દશક” જેવો લાગે.

અને અઠવાડિયું તો એક “યુગ” જેવું લાગે.

હવે મારી કવિતાને શબ્દો મળતા નથી,

કલમ છે પણ ઉત્સાહ જડતો નથી.

એકલી શાહી બિચારી શું કરે?

એને પણ એકલતા ડંખે છે.

હવે “સોમવાર” પછી “મંગળવાર” નઈ,

આતો સીધો જ “રવિવાર” ઝંખે છે.

“દ્રીશા” નો ખાલી ઓરડો પડઘા કરે છે,

“કવિતા” નો કલરવ પણ અટકે છે.

થાય મિલન ત્રણેયનું, કરો સર્જન “સુખદ” મિલનનું.

ક્યારે આવશે આતુરતાનો અંત?

ભરીદો મારી કવિતામાં રંગ.

 

BY:- SANDEEP PATEL FOLLOW ON :- PRATILIPI (CLICK HERE)

SANDEEP PATEL FOLLOW ON:- FACEBOOK (CLICK HERE)

પ્રેરણાત્મક વાર્તાઓ માટે CLICK HERE 

Leave a Comment

Thank you for visiting the website