10 જૂન 2012 ના રોજ લેવાયેલી TET-I પરીક્ષાનું સોલ્વડ પ્રશ્નપત્ર

1) ગાંધીજીએ દાંડીકૂચનો પ્રારંભ ક્યારે અને કેટલા સત્યાગ્રહીઓ સાથે કર્યો હતો ?
(A) 28 મી માર્ચ, 1930 અને 80 સત્યાગ્રહીઓ
(B) 30 મી એપ્રિલ, 1930 અને 72 સત્યાગ્રહીઓ
(C) 12 મી માર્ચ, 1930 અને 78 સત્યાગ્રહીઓ
(D) 12મી માર્ચ, 1928 અને 30 સત્યાગ્રહીઓ
2) ધોરણ 1 થી 5 ની એક પ્રાથમિક શાળામાં સીમાબેન અને સૌમિલભાઈ શિક્ષક તરીકે કામ કરે છે. ધોરણ 1 થી 5 ની સંખ્યા અનુક્રમે 19, 20, 12, 20 અને 9 છે. શાળામાં કુલ 80 બાળકો પૈકી 40 કુમાર અને 40 કન્યા છે. તો તેમણે કઈ રીતે વર્ગ વિભાજિત કરવો જોઈએ ?
(A) ધોરણ 1 થી 5 ના કુમાર અને ધોરણ 1 થી 5 ની કન્યાઓ – એમ બે ભાગ પાડવા જોઈએ
(B) દર્શાવેલ તમામ પૈકી એક પણ નહીં
(C) ધોરણ 1-2 અને ધોરણ 3-4-5 એમ બે ભાગ પાડવા જોઈએ
(D) ધોરણ 1,3,5 અને ધોરણ 2-4 એમ બે ભાગ પાડવા જોઈએ
3) Dictation is one of the important exercises in the language classroom. Here ‘dictation’ means ….
(A) Students speak and teacher writes
(B) Teacher speaks and students writes
(C) Students speak and teacher listens
(D) Teacher speaks and student listen
4) પ્રાથમિક શિક્ષકોની વ્યવસાયિક સજ્જતા વધારવા માટે નીચેનાં પૈકી કયું માળખું રચાયેલ છે ?
(A) NCERT – CRC – શાળા
(B) GIET – DIET – CRC – શાળા
(C) GCERT – DIET – BRC – CRC – શાળા
(D) DIET – BRC – શાળા
5) સૂર્ય પર થતાં ધડાકા આપણે સાંભળી શકતા નથી કારણ કે….
(A) પૃથ્વી પર ખૂબ જ ઘોંઘાટ હોય છે
(B) સૂર્ય અને પૃથ્વી વચ્ચે શૂન્યાવકાશ હોય છે
(C) સૂર્ય પર ધડાકા ધીમેથી થાય છે
(D) પૃથ્વી પર વાતાવરણ છે
6) ‘સંયુક્ત રાષ્ટ્ર’ સંદર્ભે ‘વીટો પાવર’ સાથે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે ?
(A) સત્તા ધરાવતાં સાત સભ્ય રાષ્ટ્રો પૈકી કોઈ પણ એકનો મત વિરોધી હોય તો નિર્ણય ન લઈ શકાય
(B) સત્તા ધરાવતાં પાંચ સભ્ય રાષ્ટ્રો પૈકી કોઈ પણ એકનો મત વિરોધી હોય તો નિર્ણય ન લઈ શકાય
(C) સત્તા ધરાવતાં પાંચ સભ્ય રાષ્ટ્રો પૈકી ત્રણનો મત વિરોધી હોય તો નિર્ણય ન લઈ શકાય
(D) સત્તા ધરાવતાં સાત સભ્ય રાષ્ટ્રો પૈકી ચારનો મત વિરોધી હોય તો નિર્ણય ન લઈ શકાય
7) RTE – 2009 અંતર્ગત પ્રાથમિક શાળાના સંચાલનમાં મદદરૂપ બનવા કઈ સમિતિની રચના કરવામાં આવે છે ?
(A) શાળા શિક્ષણ સમિતિ
(B) વાલી શિક્ષણ મંડળ
(C) ગ્રામ શિક્ષણ સમિતિ
(D) શાળા વ્યવસ્થાપન સમિતિ
8) ચાર સંખ્યાઓનો સરવાળો 96 છે. તે પૈકી બે સંખ્યાઓ 16 અને 32 છે. બીજી બે સંખ્યાઓ બે ક્રમિક એકી સંખ્યા છે, તો તે સંખ્યાઓ કઈ હશે ?
(A) 22 અને 66
(B) ત્રણેયમાંથી એકેય નહિ
(C) 21 અને 27
(D) 23 અને 25
9) ‘સ્વચ્છ પાણીમાં પડછાયો દેખાયો.’ આ વાક્યમાં કયું વિશેષણ છે ?
(A) જાતિ વાચક
(B) સમૂહ વાચક
(C) વ્યક્તિ વાચક
(D) ગુણ વાચક
10) L.L.B. નું પૂરું નામ ?
(A) Bachelor of Legislative Law
(B) Bachelor of Law’s Language
(C) Bachelor of Laws
(D) Bachelor of Local Law
11) Select Odd one from the following…..
(A) Hold
(B) Ball
(C) Take
(D) Catch
12) ચલણી નોટો બનાવવાનો કાગળ ક્યાં બને છે ?
(A) ભિલાઈ-મધ્યપ્રદેશ
(B) ભદ્રાવતી
(C) નેપાનગર-મધ્યપ્રદેશ
(D) ઔરંગાબાદ
13) રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક માટે કોની સાથે વિચારણા કરવામાં આવે છે ?
(A) રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ
(B) રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મુખ્યમંત્રી તમામ
(C) રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ
(D) રાષ્ટ્રપતિ અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ
14) “ટક્કર પટ્ટી” કઈ રમતમાં વપરાતો શબ્દ છે ?
(A) કબડ્ડી
(B) હેન્ડબોલ
(C) ખો.ખો.
(D) વોલીબોલ
15) એક વિદ્યાર્થી વર્ગમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે મારામારી કરે છે એક શિક્ષક તરીકે તમે શું કરશો ?
(A) વિદ્યાર્થીઓને વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓમાં નેતાગીરી શોધશો.
(B) વાલી બોલાવીને શાળા બદલવા માટે સમજાવશો.
(C) વિદ્યાર્થીને વર્ગમાંથી બહાર કાઢી મૂકશો.
(D) વિદ્યાર્થીને સમજાવી શાંત રહેવા કહેશો.
16) સપ્તર્ષિ તારા જૂથના તારાઓમાં કોનો સમાવેશ થતો નથી ?
(A) અગ્નિ
(B) દધિચી
(C) મરિચી
(D) વશિષ્ઠ
17) ધોરણ-3 ના અંતે બાળક ગુજરાતીમાં કેટલા શબ્દોનું અર્થગ્રહણ કરી શકે ?
(A) 2500 શબ્દો
(B) 2000 શબ્દો
(C) 3500 શબ્દો
(D) 3000 શબ્દો
18) ‘નાનકડો ફરહાન ચાલતાં-ચાલતાં ખખખડાટ હસી પડ્યો, એ જોઈને બાકીના પણ સૌ હસવા લાગ્યાં.’ આ વાક્યમાં ક્રિયાવિશેષણ કયું છે ?
(A) ખખડાટ
(B) હસી પડ્યાં – હસવા લાગ્યા
(C) ચાલતાં – ચાલતાં
(D) પણ
19) The cyclone caused ….. damage to the city.
(A) extend
(B) extensive
(C) extended
(D) extension
20) ગુજરાતીની કઈ નદીઓ કુંવારીકા કહેવાય છે. જે કચ્છના રણમાં સમાય છે ?
(A) બનાસ, સાબરમતી, નર્મદા
(B) સરસ્વતી, સાબરમતી, નર્મદા
(C) બનાસ, સરસ્વતી, રૂપેણ
(D) બનાસ, સાબરમતી, સરસ્વતી

21) All the students in the class help ……..
(A) each another
(B) one other
(C) each other
(D) one another
22) વિદ્યાર્થીઓના મૂલ્યાંકન અંગે અધ્યયન સંકલ્પના કઈ છે ?
(A) એકમ કસોટી અને વાર્ષિક મૂલ્યાંકન
(B) એકમ કસોટી, વાર્ષિક મૂલ્યાંકન અને સહ-અભ્યાસ પ્રવૃત્તિનું મૂલ્યાંકન
(C) સતત અને વર્ષાંત મૂલ્યાંકન
(D) સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન
23) This matter should be ……….us.
(A) beside
(B) behind
(C) between
(D) among
24) Raju is writing a letter. Make it passive voice.
(A) A letter is writing by Raju
(B) A letter is being writing by Raju
(C) A letter is being written by Raju
(D) A letter is written by Raju
25) પ્રાચીન કાવ્યસંગ્રહ આપનાર વાસુકિ ઉપનામવાળા ગાંધીયુગના કવિ કયા છે ?
(A) રાજેન્દ્ર શુક્લ
(B) ઉમાશંકર જોશી
(C) ત્રિભુવનદાસ લુહાર
(D) ઝીણાભાઈ દેસાઈ
26) પ્રખ્યાત નવલકથા સરસ્વતીચંદ્ર કુલ કેટલા ભાગમાં લખાઈ છે ?
(A) ત્રણ
(B) ચાર
(C) એક
(D) બે
27) સંખ્યા 1 માટે કયું વિધાન સાચું નથી ?
(A) અવિભાજ્ય સંખ્યા છે.
(B) સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે.
(C) વિશિષ્ટ સંખ્યા છે.
(D) ગુણાકાર માટે તટસ્થ છે.
28) અધોરેખિત – શબ્દનો અર્થ શું છે ?
(A) ધ્યાન આકર્ષિત કરવા જે શબ્દની ઉપર લીટી દોરી હોય તે શબ્દ
(B) ધ્યાન આકર્ષિત કરવા જેની નીચે લીટી દોરી હોય તે શબ્દ
(C) સુરેખ હોઠ દર્શાવવા માટે વપરાતો અલંકારિક શબ્દ
(D) કોઈ શબ્દસમૂહનો એકાદ અગત્યનો શબ્દ
29) કોઈ પણ ચેક ઓર્ડર ચેક ક્યારે બને ?
(A) ચેકની ડાબી બાજુના ખૂણે સામંતર લીટી દોરી ‘એકાઉન્ટર પેઈ’ લખ્યું હોય ત્યારે.
(B) અહીં દર્શાવેલ ત્રણ માંથી એકપણ નહિ
(C) ચેકમાં નામના સ્થાને સેલ્ફ લખ્યું હોય ત્યારે
(D) ચેકમાં નામના સ્થાને નામ લખ્યું હોય અને ‘ઓર બેરર’ શબ્દ પર લીટી કરી હોય ત્યારે
30) What is most important in English learning at initial stage ?
(A) correct spellings
(B) correct grammar
(C) accuracy
(D) fluency
31) કનૈયાલાલ મુનશીનું ઉપનામ શું હતું ?
(A) અસ્મિતા
(B) ગૌરવ
(C) વાસુકિ
(D) ઘનશ્યામ
32) તામિલનાડુનું કયું શાસ્ત્રીય નૃત્ય જાણીતું છે ?
(A) કૂચીપુડી
(B) કથકલી
(C) કથક
(D) ભરત નાટ્યમ્
33) “A brown fox quickly jumps over the lazy dog” આ વાક્યમાં કયો મૂળાક્ષર નથી ?
(A) Z
(B) બધા જ છે
(C) C
(D) E
34) ‘ઊંઠા’ ભણાવવા’ એટલે શું ?
(A) છેલ્લેથી વાતની શરૂઆત કરવી
(B) શાળા છોડી દેવી
(C) ખોટું બોલી ઠગાઈ કરવી
(D) વિરોધી બાબતોની તરફેણ કરવી
35) સર્વાંગી વિકાસને અસર કરતાં પરિબળો કયા છે ?
(A) વારસો, વાતાવરણ, પરિપક્વતા અને ઉત્પ્રેરણા
(B) શારીરિક, માનસિક, સામાજિક અને સાંવેગિક વિકાસ
(C) શારીરિક, માનસિક અને સાંવેગિક વિકાસ
(D) વારસો, વાતાવરણ, અભિસંધાન અને બુદ્ધિ
36) પૂર્ણાંકો અને બહુપદી અંગે નીચેનામાંથી પરિબળો કયા છે ?
(A) પૂર્ણાંકોના સરવાળા અને ગુણાકાર માટેના બધા જ ગુણધર્મો બહુપદીઓના સરવાળા અને ગુણાકાર માટે સાચા છે.
(B) દર્શાવેલ તમામ પૈકી એક પણ નથી.
(C) પૂર્ણાંકોના સરવાળા માટેના ગુણધર્મો બહુગુણના સરવાળા માટે સાચા છે પણ ગુણાકાર માટે સાચા નથી.
(D) પૂર્ણાંકોના ગુણાકાર માટેના ગુણધર્મો બહુપદીના ગુણાકાર માટે સાચા છે પણ સરવાળા માટે સાચા નથી.
37) ધોરણ 4 માં ભણતી રેશ્માને ભાગાકારની સંકલ્પના સમજાતી નથી. શિક્ષક તરીકે શું કરશો ?
(A) ભાગાકાર અને ગુણાકારનું વિરોધી છે એ સમજાવીશ
(B) ભાગાકાર એ પુનરાવર્તી બાદબાકી છે તે સમજાવીશ
(C) ભાગાકારના વધુ દાખલા ગણાવીને મહાવરો કરાવીશ
(D) ભાગાકાર પહેલાં ગુણાકાર બરાબર શીખવીશ
38) એક રકમનું 10% લેખે પ્રથમ વર્ષનું વ્યાજ 450 છે. તે જ વર્ષનું બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ …….. રૂપિયા થાય ?
(A) 495
(B) 95
(C) 45
(D) 445
39) ભારતની સર્વોચ્ચ સંસ્થા સંસદમાં કેટલાં ગૃહ હોય છે ? નીચલા ગૃહમાં સભ્ય સંખ્યા કેટલી હોય છે ?
(A) સંસદમાં ત્રણ ગૃહ હોય છે અને નીચલા ગૃહમાં 515 સભ્યો હોય છે.
(B) સંસદમાં ત્રણ ગૃહ હોય છે અને નીચલા ગૃહમાં 242 સભ્યો હોય છે.
(C) સંસદમાં બે ગૃહ હોય છે અને નીચલા ગૃહમાં 545 સભ્યો હોય છે.
(D) સંસદમાં બે ગૃહ હોય છે અને નીચલા ગૃહમાં 242 સભ્યો હોય છે.
40) ધોરણ-2 માં ભણતી ફાતિમા વર્ગમાં પણ પોતાના ઘરે બોલાતી ભાષા (સ્થાનિક બોલી) વાપરે છે. શિક્ષક તરીકે તમે શું કરશો ?
(A) ફાતિમાને માન્ય ભાષાના ઉચ્ચારણ માટેના પાઠ ભણાવીશ કારણ કે પાઠ્યપુસ્તકની ભાષા જ સાચી ભાષા છે.
(B) ફાતિમાને એના ઘરની ભાષા બોલવા દઈશ કારણકે શરૂઆતનાં ધોરણોમાં ઘરની ભાષા બોલવા દેવી જોઈએ.
(C) ફાતિમાના વાલીને સંપર્ક કરી, ઘરે પણ માન્ય ભાષાનો ઉપયોગ કરવા સમજાવીશ કારણ કે દરેક માન્ય ભાષામાં જ બોલવું જોઈએ.
(D) ફાતિમા માન્ય ભાષા વાપરે તેવો આગ્રહ રાખીશ કારણ કે શાળામાં તો માત્ર માન્ય ભાષા જ બોલાય.
41) નીચેની કાવ્યપંક્તિ કયા છંદની છે ?
“ત્યાં તો આવી પહોંચ્યો એ અશ્વ સાથે યુવાન ત્યાં,
કૃષિક એ ઊઠી ત્યારે ‘આવો બાપુ’ કહી ઊભો.”
(A) પૃથ્વી
(B) અનુષ્ટુપ
(C) મંદાક્રાન્તા
(D) શાર્દૂલવિક્રીડિત
42) I like mangoes, my friend Fiona likes them ……
(A) to
(B) twice
(C) too
(D) into
43) એક જ શબ્દની નીચેના પૈકી કયા શબ્દની જોડણી સાચી છે?
(A) મ્યુનિસિપાલિટી
(B) મ્યુનીસીપાલિટી
(C) મ્યુન્સીપાલિટી
(D) મ્યુનિસીપાલિટી
44) ‘દેર’ શબ્દનો અર્થ શો થાય છે ?
(A) દિયર
(B) ખૂબ જ મોડુ થવું
(C) મોડું થવું
(D) હેવર
45) સાચી પંક્તિ કઈ ?
(A) કામિની કોકિલા કેલી કુંજન કરે
(B) કામીની કોકિલા કેલી કૂંજન કરે
(C) કામીની કોકિલા કેલી કૂજન કરે
(D) કામિની કોકિલા કેલી કૂજન કરે
46) નીચેનાં ગુજરાતનાં યાત્રાધામોને પૂર્વથી પશ્ચિમ દિશા તરફ ક્રમશઃ ગોઠવો.
(1) નડાબેટ (નડેશ્વરી)
(2) અંબાજી
(3) પાવાગઢ
(4) માતાનો મઢ
(A) 4 – 2 – 1 – 3
(B) 1 – 4 – 2 – 3
(C) 2 – 3 – 4 – 1
(D) 3 – 2 – 1 – 4
47) બુદ્ધિઆંક શોધવા માટે નીચેનામાંથી કઈ બાબત સાચી છે ?
(A) માનસિક અને વાસ્તવિક ઉંમરનો ગુણોત્તર
(B) વાસ્તવિક અને માનસિક ઉંમરનો ગુણોત્તર
(C) શારીરિક અને વાસ્તવિક ઉંમરનો ગુણોત્તર
(D) વાસ્તવિક અને શારીરિક ઉંમરનો ગુણોત્તર
48) ‘માણસાઈના દીવા’ પુસ્તકના લેખક કોણ છે ?
(A) ઈશ્વર પેટલીકર
(B) પન્નાલાલ પટેલ
(C) રવિશંકર મહારાજ
(D) ઝવેરચંદ મેઘાણી
49) એક લંબચોરસની પહોળાઈ તેની લંબાઈના 3/4 ભાગ છે. લંબચોરસનું ક્ષેત્રફળ 192 ચો.મી. છે. તો તેની પરિમિતિ …… છે?
(A) 56 મીટર
(B) 74 મીટર
(C) 16 મીટર
(D) 12 મીટર
50) Choose the past participle of ‘to go’
(A) gone
(B) goed
(C) going
(D) went
51) ભાષાકીય રીતે સાચું વાક્ય પસંદ કરો
(A) શિક્ષકે ભાષાશિક્ષણમાં રસનિષ્પન્ન કરાવી શકવું જોઈએ.
(B) સારી દૃષ્ટિવાળા શિક્ષકો વિદ્યાર્થી અને પરિસ્થિતિ વચ્ચેનો ભેદ પારખે છે.
(C) વિદ્યાર્થીઓને મહેણાંટોણાં મારી શકશે નહિ.
(D) વિદ્યાર્થીઓને આશીર્વાદ આપવા શિક્ષકે પાછીપાની કરવી જોઈએ નહિ.
52) કેલ્ક્યુલેટર દ્વારા ગણતરી કરતી વખતે અગાઉની વિગત (મેમરી) જોવા માટે કયું બટન દબાવશો?
(A) MR
(B) MS
(C) M+
(D) M−
53) આ શિક્ષક ખૂબ જ સ્પષ્ટ વાત કરે છે. તેમની દરેક વાત ….. હોય છે.
(A) અસંદિગ્ધ
(B) વિદ્વતાપૂર્ણ
(C) સંદિગ્ધ
(D) ગોળ-ગોળ
54) ………. ના પુરક કોણનો કોટીકોણ 30° છે.
(A) 150
(B) 90
(C) 120
(D) 60
55) એક વસ્તુ એક રૂપિયામાં વેચવાથી 15 ટકા ખોટ જાય છે, તો તેનાથી બમણી કિંમતે વેચવાથી …. ટકા નફો થાય?
(A) 15
(B) 50
(C) 70
(D) 30
56) 1 મીટર પહોળાઈવાળા 2 મીટર કાપડામાંથી 625 ચો. સે.મી. ક્ષેત્રફળ ધરાવતાં કેટલાં ચોરસ રૂમાલ બને?
(A) 25
(B) 10
(C) 16
(D) 32
57) ‘સેવવું’ શબ્દનો અર્થ પાઠમાં ‘રાખી મૂકવું’ થયેલ હોય ત્યારે ‘સેવવું = (અહીં) રાખી મૂકવું’ શું ગણાય?
(A) રૂઢિપ્રયોગ
(B) મૂળ અર્થ
(C) શબ્દાર્થ
(D) ટિપ્પણ
58) I have come here just ………… minutes ago.
(A) a few
(B) much
(C) some
(D) many
59) નીચેનાં જોડકાં ગોઠવો. મેળા અને જિલ્લા
અ
(1) ભવનાથનો મેળો
(2) વૌઠાનો મેળો
(3) માધવરાયનો મેળો
(4) ભાદરવી પૂનમનો મેળો
બ
(P) બનાસકાંઠા
(Q) પોરબંદર
(R) જૂનાગઢ
(S) અમદાવાદ
(A) 1-R, 2-S, 3-P, 4-Q
(B) 1-Q, 2-R, 3-S, 4-P
(C) 1-P, 2-Q, 3-R, 4-S
(D) 1-R, 2-S, 3-Q, 4-P
60) શુદ્ધ અપૂર્ણાંક એટલે શું?
(A) જેનું મૂલ્ય 1 કરતા ઓછું હોય તેને શુદ્ધ અપૂર્ણાંક કહે છે.
(B) જેનું મૂલ્ય 1 કરતા વધુ હોય તેને શુદ્ધ અપૂર્ણાંક કહે છે.
(C) ધન અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંક કહે છે.
(D) ઋણ અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંક કહે છે.
61) નીચેનામાંથી કયો નિયમ આર્કિમિડીઝએ આપ્યો છે?
(A) E = mc²
(B) વનસ્પતિના પર્ણ સૂર્યપ્રકાશની હાજરીમાં હરિતકણોની મદદથી કાર્બન ડાયોક્સાઇડ લઈ ખોરાક બનાવે છે અને ઓક્સિજન છૂટો પાડે છે.
(C) આઘાત અને પ્રત્યાઘાત સરખા અને વિરુદ્ધ દિશામાં હોય છે.
(D) કોઈ પણ પદાર્થને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે ત્યારે તેના કદ જેટલું પ્રવાહીનું સ્થળાંતર કરે છે.
62) ભારતીય સ્વતંત્રતા સંદર્ભે 1942માં આવેલા ક્રિપ્સ મિશન સાથે નીચેનામાંથી કઈ બાબત ખોટી છે?
(A) ક્રિપ્સ મિશનની ભલામણોમાં હિંદને વહેલું સ્વશાસન આપવાની બાબત સમાવિષ્ટ હતી.
(B) અલગ પાકિસ્તાનની વાતને આ ભલામણો પોષતી હતી.
(C) ક્રિપ્સ મિશનની ભલામણોમાં હિંદને સ્વાયત્તતા ક્યારે આપવામાં આવશે તેનો ઉલ્લેખ હતો.
(D) ક્રિપ્સ મિશનની ભલામણોમાં નવા હિન્દી સંઘની રચના કરવાની બાબત સમાવિષ્ટ હતી.
63) “સાહજિક રીતે ખચકાયા વિના બોલે છે” કથન A નો ક્ષમતા ક્રમાંક જણાવો?
(A) 2.5.2
(B) 1.5.2
(C) 1.5.1
(D) 2.5.1
64) મૂત્રાશયનું મુખ્ય કાર્ય છે?
(A) લોહી શુદ્ધ કરવાનું
(B) મૂત્ર એકત્ર કરવાનું
(C) શુક્રકોષ તૈયાર કરવાનું
(D) મૂત્ર તૈયાર કરવાનું
65) The habitations in the revenue village are ………. there fore it is very difficult to find a right common place for constructing a school.
(A) Few children
(B) settled
(C) many children
(D) seattered
66) બે સંખ્યાનો ગુ.સા.અ. 5 તથા લ.સા.અ. 60 હોય તો તે સંખ્યા પૈકી કઈ એક પણ ન હોઈ શકે?
(A) 20
(B) 5
(C) 15
(D) 10
67) નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર જણાવો?
(A) πr(2h + r)
(B) 2πrh
(C) πr²h
(D) 2π(h + r)
68) સમય 2:10 થી 2:50 થતાં કલાક કાંટાએ કેટલું ભ્રમણ કર્યું હશે?
(A) 15°
(B) 10°
(C) 20°
(D) 18°
69) કોઈ એક બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુઓને જોડતાં બનતી આકૃતિ કઈ હશે?
(A) વર્તુળ
(B) ત્રિકોણ
(C) ચોરસ
(D) ચતુષ્કોણ
70) પાંચ આંકડાની સૌથી મોટી સંખ્યામાંથી પાંચ આંકડાની સૌથી નાની સંખ્યા બાદ કરવાથી કઈ સંખ્યા આવે?
(A) 90,000
(B) 88,888
(C) 89,999
(D) 99,990
71) BISAG સ્ટુડિયો, ગાંધીનગરમાં નામકરણમાં વપરાયેલ ‘G’નું પૂરું નામ શું છે?
(A) Geography
(B) Geo-informatics
(C) Gandhinagar
(D) Gujarat
72) ‘ચોરી ચોરા’ સ્થળ સાથે નીચેના પૈકી કયું વિધાન સુસંગત છે?
(A) અસહકારના અહિંસક આંદોલનની અસરકારક શરૂઆત
(B) ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીની સ્થાપના થઈ
(C) જલિયાંવાલા બાગ હત્યાકાંડના વિરોધમાં આંદોલન
(D) અસહકારના આંદોલને હિંસક રૂપ ધારણ કર્યું
73) Manoj ………… a song in the party.
(A) sang
(B) sung
(C) sing
(D) sings
74) 11 વર્ષનો વિજય મૂક-બધિર છે. એના વાલી એને તમારી શાળામાં દાખલ કરવા આવે છે. તમે શું કરશો?
(A) મારી શાળામાં જ વિજયને દાખલ કરવા અને બીજા બાળકોની સાથે ભણાવવા એના વાલીને સમજાવીશ
(B) શરૂઆતથી જ વ્યવસાયિક શિક્ષણ આપતી શાળામાં વિજયને ભણાવવા એના વાલીને સમજાવીશ
(C) મૂક-બધિર માટે ખાસ બનાવાયેલી શાળામાં વિજયને ભણાવવા મોકલવા એના વાલીને સમજાવીશ
(D) અંધ, મૂક-બધિર અને માનસિક વિકલાંગ બાળકો માટેની સંયુક્ત શાળામાં વિજયને ભણાવવા માટે એના વાલીને સમજાવીશ
75) Mala and her friends ….. on a picnic today.
(A) hed gone
(B) have gone
(C) went
(D) has gone
76) માધ્યમિક શિક્ષણની અભિવૃદ્ધિ માટે નીચેના પૈકી કઈ કેન્દ્રિય પુરસ્કૃત યોજના અમલમાં છે?
(A) રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન
(B) સેકન્ડરી એજ્યુકેશન એન્હાન્સમેન્ટ સ્કીમ (SEES)
(C) રાષ્ટ્રીય શિક્ષા અભિયાન
(D) રાષ્ટ્રીય માધ્યમિક અભિયાન
77) માઉન્ટ બેટન પછી ભારતના છેલ્લાં ગવર્નર જનરલ કોણ હતા?
(A) ડો. રાજેન્દ્રપ્રસાદ
(B) જવાહરલાલ નહેરુ
(C) ચક્રવર્તી રાજગોપાલાચારી
(D) ડો. રાધાકૃષ્ણન
78) “Learning: The Treasure within-education for 21st Century” અહેવાલમાં દર્શાવેલા શિક્ષણના ચાર સ્તંભો પૈકી કોનો સમાવેશ થતો નથી?
(A) Learning to be
(B) Learning to grow
(C) Learning to know
(D) Learning to live together
79) પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનાં બાળકો માટે રાજ્ય કક્ષાએ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે?
(A) ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ
(B) મધ્યાહન ભોજન અને શાળાઓની કચેરી
(C) સાયન્સ સિટી, અમદાવાદ
(D) માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
80) કયું માપ સાચું નથી?
(A) 1 કિલોમીટર = 10 હેક્ટોમીટર
(B) 1 મિલીમીટર = 10 સેન્ટીમીટર
(C) 1 મીટર = 1000 મિલીમીટર
(D) 1 મીટર = 10 ડેસીમીટર
81) ‘આકડે મધ’ શબ્દ પ્રયોગ નીચેના પૈકી કઈ સ્થિતિમાં કરવામાં આવે છે?
(A) કાર્ય પરિચિત હોય ત્યારે
(B) કાર્ય અપરિચિત હોય ત્યારે
(C) કાર્ય સરળ હોય ત્યારે
(D) કાર્ય કઠિન હોય ત્યારે
82) ગાંધીજીના અધ્યક્ષપણા હેઠળ બુનિયાદી શિક્ષણના બીજ ક્યારે અને ક્યાં રોપાયા ?
(A) 1920 માં વર્ધામાં
(B) 1937 માં અમદાવાદમાં
(C) 1920 માં અમદાવાદમાં
(D) 1937 માં વર્ધામાં
83) નીચેનામાંથી કયો ક્રમ કક્કાવારી મુજબ યોગ્ય છે?
(A) સમય, સંયમ, સૂરજ, સુંદર, સુવાચ્ય
(B) સમય, સંયમ, સુવાચ્ય, સુંદર, સૂરજ
(C) સંયમ, સુંદર, સમય, સુવાચ્ય, સૂરજ
(D) સમય,સુવાચ્ય, સૂરજ, સંયમ, સુંદર
84) રૈખિક જોડ અને પૂરક કોણ વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે?
(A) રૈખિક જોડના બે ખૂણા હંમેશા સરખા હોય, પણ પૂરક કોણની જોડમાં હંમેશા એવું ન હોય
(B) પૂરક કોણની જોડમાં બંને ખૂણા હંમેશા સરખા હોય, પણ રૈખિક જોડમાં હંમેશા એવું ન હોય (C) રૈખિક જોડએ પૂરક કોણની જોડ કહેવાય, પરંતુ દરેક પૂરક કોણની જોડ રૈખિક જોડ ન કહેવાય (D) પૂરક કોણની જોડ રૈખિક જોડ કહેવાય પરંતુ દરેક રૈખિક જોડ પૂરકકોણની જોડ ન કહેવાય
85) ‘કૂંડું કથરોટને અને કથરોટ કૂંડાને જોઈ હસે’ મહાવરો ક્યારે વપરાય?
(A) બે સરખા દોષિત પરસ્પરનો વાંક કાઢે ત્યારે
(B) બે બહાદુર એકમેકની પ્રશંસા કરે ત્યારે
(C) બે સમોવડિયા બાહોશ એકમેકની મશ્કરી કરે ત્યારે
(D) મા પોતાના બાળકને અને બાળક પોતાની મા સામે જોઈ સહજ સ્મિત કરે ત્યારે
86) “માલમ” નો અર્થ ………… છે?
(A) બહારવટિયાનું નામ
(B) માલ લઈ જનાર
(C) મલમ
(D) વહાણ હાંકનાર
87) પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનના પ્રણેતા મનોવૈજ્ઞાનિક કોણ હતા?
(A) બી.સી. થોર્નડાઈક
(B) પાવલોવ
(C) ઈ.એલ. થોર્નડાઈક
(D) સી.વી. થોર્નડાઈક
88) ધોરણ-5 માં ભણતો રમેશ જાતીય વૃત્તિ અનુભવે છે, અને એના લીધે ક્યારેક વિચિત્ર વર્તન કરે છે. શિક્ષક તરીકે તમે શું કરશો?
(A) રમેશની લાગણીઓ અંગે બીજા બાળકોને જાણ કરીશ જેથી બીજા બાળકો એની સાથે સલામત અંતર રાખી વર્તે
(B) રમેશને કોઈ કલા-પ્રવૃત્તિ અથવા રમતગમત તરફ વાળવા પ્રયત્ન કરીશ
(C) રમેશનાં મા-બાપ/વાલીને જાણ કરીશ
(D) રમેશને સમજાવીશ કે આટલી નાની ઉંમરમાં આવી લાગણી ન થવી જોઈએ
89) એક વ્યક્તિ પાસે રૂ.1, રૂ.5 તથા રૂ.10 ની નોટ સરખા પ્રમાણમાં છે. આ બધી નોટોની કુલ કિંમત રૂ.192 થાય, તો તે વ્યક્તિની પાસે કુલ કેટલી નોટો હશે?
(A) 24
(B) 36
(C) 12
(D) 18
90) 3 + 3 × 3 − 3 = ………… ?
(A) 15
(B) 6
(C) 9
(D) 0
91) 7/11 × 7/5 ÷ 7/10 + 3/22 સાદુરૂપ શું થશે?
(A) 9 1/22
(B) 22 1/9
(C) 1 9/22
(D) 1 22/9
92) વિકાસના તબક્કાઓનો યોગ્ય ક્રમ કયો છે?
(A) ગર્ભાવસ્થા, શૈશવ, કિશોરાવસ્થા, તરુણાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, પ્રૌઢાવસ્થા
(B) ગર્ભાવસ્થા, શૈશવ, કિશોરાવસ્થા, યુવાવસ્થા, તરુણાવસ્થા, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા
(C) ગર્ભાવસ્થા, શૈશવ, કિશોરાવસ્થા, તરુણાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા
(D) ગર્ભાવસ્થા, કિશોરાવસ્થા, શૈશવ, તરુણાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા
93) પ્રાથમિક શાળાઓનો અભ્યાસક્રમ કોણ નક્કી કરે છે?
(A) ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ
(B) ગુજરાત રાજ્ય અભ્યાસક્રમ આયોગ
(C) પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી
(D) ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ
94) ચર્ચા-સંવાદ માટે નીચેનામાંથી કયો શબ્દ છે?
(A) dialogue
(B) dialoge
(C) dailog
(D) dailogue
95) જેના પર ધ્યાન કેન્દ્રિત થતાં પ્રતિક્રિયા જન્માવે તેવા બાહ્ય કે આંતરિક પરિબળ માટે મનોવિજ્ઞાનમાં કયો પારિભાષિક શબ્દ વપરાય છે?
(A) વ્યુંત્ક્રમિત બળ
(B) પ્રતિધ્યાન
(C) ઉદ્દીપક
(D) ધ્યાનાભ્યાસ
96) સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો હતો?
(A) પાલનપુર
(B) અમદાવાદ
(C) જૂનાગઢ
(D) પાટણ
97) Cow is our ………… animal.
(A) domastic
(B) domise
(C) domestic
(D) demestic
98) ધોરણ-7 ના અભ્યાસ પછી એક વિદ્યાર્થી કેટલા શબ્દો શ્રવણ દ્વારા અને કેટલા શબ્દો વાંચન દ્વારા જાણે અને સમજે?
(A) 2000 શબ્દો શ્રવણ દ્વારા 4000 શબ્દો વાંચન દ્વારા
(B) 2000 શબ્દો વાંચન દ્વારા 4000 શબ્દો શ્રવણ દ્વારા
(C) 4500 શબ્દો શ્રવણ દ્વારા 2500 શબ્દો વાંચન દ્વારા
(D) 4500 શબ્દો વાંચન દ્વારા 2500 શબ્દો શ્રવણ દ્વારા
99) શબ્દકોશનો સાચો ક્રમ કયો છે?
(A) સંકેત, સંક્રાંતિ, સંક્રામક, સંક્ષિપ્ત, સંખ્યા
(B) સંકેત, સંક્રામક, સંક્રાંતિ, સંક્ષિપ્ત, સંખ્યા
(C) સંકેત, સંક્રામક, સંક્રાંતિ, સંખ્યા, સંક્ષિપ્ત
(D) સંકેત, સંક્ષિપ્ત, સંક્રામક, સંખ્યા, સંક્રાંતિ
100) ‘ખાંડણીયામાં માથા ને ઘીમો કેમ રામ’ ? – આ ઉક્તિ કેવા મનોભાવ પ્રગટ કરનારી છે?
(A) માણસથી આટલું બધું સુખ ન જીરવાતું હોઈ તે ભગવાન પાસે ઘીમું દુઃખ માંગે
(B) ઉપર પૈકી એક પણ નહીં
(C) સુખી થવાની તાલાવેલીમાં માણસ ભગવાન પાસે જલ્દી સુખ માંગે
(D) માણસને દુઃખ વધી જવાથી એ ભગવાન પાસે મૃત્યુ માંગે

101) રામપુર શહેરમાં ત્રણ શાળાઓ આવેલી છે. ધોરણ 10ની પરીક્ષામાં આ શહેરની શાળા નંબર 1, 2 અને 3 માંથી અનુક્રમે 100, 300 અને 600 બાળકો બેઠાં. શાળા નંબર 1, 2 અને 3 નું પરિણામ અનુક્રમે 90%, 80% અને 70% આવ્યું છે. તો આખા રામપુર શહેરનું સરેરાશ પરિણામ કેટલું ગણાય?
(A) 80%
(B) આપેલ માહિતી પરથી શોધી ન શકાય
(C) 75%
(D) 77%
102) ધોરણ-1 ના વર્ગખંડમાં વાર્તા કહેતી શિક્ષકે નીચેના પૈકી શું કરવું જોઈએ?
(A) બાળકને વાર્તામાં આવતા સ્થળોનાં નામ પૂછવાં જોઈએ
(B) અહીં દર્માંશાવેલ ત્રણમાંથી એક પણ નહીં
(C) વાર્તાનો બોધ કહેવો જોઈએ
(D) વાર્તામાં આવતાં પાત્રોનાં નામ પૂછવાં જોઈએ
103) ધોરણ-1 માં મૂળાક્ષર કયા ક્રમમાં શીખવવામાં આવે છે?
(A) ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ,
(B) ગ, મ, ન, જ, વ, ર, સ, દ, ક, બ, અ, છ, પ, ડ, ત, ણ
(C) ગ, મ, ન, જ, વ, ર, સ, દ, પ, ડ, ત, ણ, ક, બ, અ, છ
(D) ગ, મ, ન, જ, લ, ટ, ચ, ખ, વ, ર, સ, દ, ધ, પ, ડ, ત, ણ
104) Which sentence is correct?
(A) How long are you joined this company ?
(B) When you do join this company ?
(C) How long have you been joined this company ?
(D) When have you joined this company ?
105) 7 મીટર અને 5 મીટર માપવાળા ઓરડાના ભોયતળિયામાં લાદી બેસાડવા 50 સે.મી. લંબાઈવાળી કેટલી ચોરસ લાદી જોઈએ?
(A) 350
(B) 140
(C) 35
(D) 70
106) ક્ષમતાકેન્દ્રિ શિક્ષણ સાથે નીચેનામાંથી કઈ બાબત સૌથી વધુ લાગુ પડે છે?
(A) સામાન્ય હેતુઓ ઉપરાંત ક્ષમતાઓ
(B) અધ્યયન ક્ષેત્રો મુજબ ક્ષમતાઓ
(C) શિક્ષણના સામાન્ય અને વિશિષ્ટ હેતુઓ
(D) અધ્યયન ક્ષેત્રો મુજબ સામાન્ય હેતુઓ
107) અધ્યયનને અસરકરતા પરિબળોમાં નીચેનામાંથી કયું પરિબળ સુસંગત નથી?
(A) તત્પરતા
(B) સમાયોજન
(C) પ્રેરણા
(D) પરિપક્વતા
108) Payal says she can’t ………… our invitation to dinner tonight.
(A) accept
(B) almost
(C) angel
(D) across
109) સમિતિ માટે સાચો શબ્દ કયો છે?
(A) Commitee
(B) Comitee
(C) Committe
(D) Committee
110) ‘કાચો-પોચો માણસ હોય તો એની છાતીના પાટીયા જ બેસી જાય.’ વાક્યમાં કાચો-પોચો શબ્દને કેવી રીતે ઓળખીશું?
(A) દ્વિરૂક્ત શબ્દ
(B) પુનરુક્ત શબ્દ
(C) સમાનાર્થી શબ્દો
(D) વિરોધાર્થી શબ્દો
111) ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની’ કાવ્યપંક્તિના રાગ પ્રમાણે આ પંક્તિ સાથે નીચેનામાંથી કઈ પંક્તિ મુકશો?
(A) ‘ખાલી શીશી ટીનનું ડબલું બાલદી કૂખ કાણી’
(B) નરદેવ ભીમકની સુતા દમયંતી નામે સુંદરી
(C) તે પંખીની ઉપર પથરો ફેંકતાં ફેંકી દીધો
(D) અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા
112) ગુજરાતના કયા ક્રાંતિવીર ‘ડુંગળીચોર’ તરીકે જાણીતા છે?
(A) મોહનલાલ પંડ્યા
(B) વિનોબાભાવે
(C) સુરજમલ
(D) જેધા માણેક
113) She writes on the blackboard.- Convert the sentence in past perfect tense
(A) She had wrote on blackboard
(B) She had written on the black board
(C) She written on the blackboard
(D) She has written on the blackboard
114) જમીનમાં હવા રહેલી છે તે સાબિત કરવા માટે
(A) કાચના ગ્લાસમાં પાણી લઈ તેમાં માટીનું ઢેફું નાખો.
(B) માટીના ઢેફાને સુતરાઉ કપડાં વડે ચાળો
(C) માટીના ઢેફાને પ્લાસ્ટિકની થેલીમાં હવા ચુસ્ત બંધ કરી તડકામાં મૂકો
(D) માટીના ઢેફાને ચાળણીથી ચાળો
115) I am ………… tired to go in the party.
(A) two
(B) too
(C) to
(D) tow
116) શિક્ષક વર્ગમાં શાંતિ રાખો એવું કહે – એ કયા પ્રકારનું પ્રત્યાયન છે?
(A) અધોગામી પ્રત્યાયન
(B) દ્વિમાર્ગી પ્રત્યાયન
(C) ઉર્ધ્વગામી પ્રત્યાયન
(D) આંતરિક વૈયક્તિક પ્રત્યાયન
117) My cello pen ………… working in the essay competition.
(A) ncie
(B) necie
(C) nice
(D) nicely
118) r ત્રિજ્યાવાળા વર્તુળમાં સમાયેલા ચોરસની બાજુનું માપ કેટલું?
(A) √2 * r
(B) 2√r
(C) 2*r
(D) √2r
119) ધોરણ-1 ગુજરાતીમાં કેટલા એકમ છે? શિક્ષક આવૃતિમાં જણાવ્યા અનુસાર બધા એકમની સમજ આપવા કેટલા સમયગાળાની જરૂર પડશે?
(A) 12 એકમ, 12 અઠવાડિયા
(B) 15 એકમ, 12 અઠવાડિયા
(C) 10 એકમ, 12 અઠવાડિયા
(D) 12 એકમ, 10 અઠવાડિયા
120) Identify the assertive sentence.
(A) Are the flowers colourful?
(B) Do the flowers colourful?
(C) How colourful the flowers are!
(D) The flowers are very colourful.
121) અભ્યાસક્રમ રચનાનાં મહત્વનાં ચાર ધ્યેયો પૈકી નીચેનામાંથી કયું સાચું નથી?
(A) માનસિક ઘડતરનું ધ્યેય
(B) ઉપયોગિતાનું ધ્યેય
(C) સાંસ્કૃતિક ધ્યેય
(D) શારીરિક વિકાસનું ધ્યેય
122) My Life is my ……………
(A) meseg
(B) messge
(C) message
(D) mesage
123) બે સમાંતર રેખાઓની છેદીકાથી બનતા ખૂણાઓ સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
(A) છેદીકાની એક જ બાજુના અંતઃકોણની જોડના બંને ખૂણાઓનાં માપનો સરવાળો 180 અંશ થાય છે
(B) અહીં દર્શાવેલ ત્રણેય
(C) યુગ્મકોણોની પ્રત્યેક જોડના બંને ખૂણાઓનાં માપ સરખાં હોય છે
(D) અનુકોણની પ્રત્યેક જોડના બંને ખૂણાઓનાં માપ સરખાં હોય છે
124) Which is not appropriate for the word ‘Isolate’
(A) Group
(B) Detach
(C) Separate
(D) Segregate
125) Naman usually ………… cricket in evening.
(A) plays
(B) play
(C) is play
(D) played
126) ‘સમિર’નો સમાનાર્થી શબ્દ નથી.
(A) વાયરો
(B) વાવાઝોડું
(C) હવા
(D) પવન
127) ‘It’s a matter of couple of days.’ What do underlined(bold) words indicate?
(A) સમાનતા ધરાવતા દિવસ
(B) એકબીજા પર આધારિત દિવસ
(C) થોડાક દિવસ
(D) ખૂબ દિવસ
128) રેખા અને તેની બહારના આપેલા બિંદુમાંથી કેટલા સમતલ પસાર થાય છે?
(A) એક ને માત્ર એક
(B) અસંખ્ય
(C) શૂન્ય
(D) ત્રણ
129) શાળામાં કાયમી દફતર તરીકે કયા પત્રકનો સમાવેશ થાય છે?
(A) વિઝીટ બુક
(B) સમયપત્રક
(C) પગારપત્રક
(D) વયપત્રક
130) સંયોજનમાં સમાવિષ્ટ દરેક તત્વ
(A) તેનું પ્રમાણ નિશ્ચિત હોતું નથી.
(B) કોઈ પણ પ્રકારની પ્રક્રિયા વગર છૂટું પાડી શકાય છે.
(C) પોતાનો ગુણધર્મ જાળવી રાખે છે
(D) પોતાનો ગુણધર્મ છોડી નવો ગુણધર્મ ધારણ કરે છે.
131) ‘કેટલા રે કેટલા’ રમતનો ઉપયોગ શું શીખવવા કરશો?
(A) ક્રમિક સંખ્યાઓ
(B) ઊંચાઈ-ઊંડાઈની સંકલ્પના
(C) સંખ્યાજ્ઞાન 21 થી 50
(D) વિવિધ સંખ્યાજૂથ
132) પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષણમાં નીચેનામાંથી કોની પ્રાથમિકતા સૌથી ઓછી છે?
(A) વ્યાકરણ
(B) લેખન
(C) વાંચન
(D) શ્રવણ-કથન
133) નીચે પૈકીનો કયો અક્ષર સમૂહ અરીસા સામે ધરતાં યથાવત્ જણાશે?
(A) AOVIVOA
(B) RANTDAR
(C) BDPYKDB
(D) PULKMUP
134) I am writing the letter because I …… to do so.
(A) was asking
(B) had asked
(C) have been asked
(D) am asking
135) 1.દીર્ઘાયુ બેઠો 2. રાજા સૂતો. 3. રાજકુમારી રડી. આ ત્રણેય વાક્યોમાં બેઠો, સૂતો, રડી – ને કઈ રીતે ઓળખાવશો?
(A) કર્તાવિશેષ ક્રિયાપદ
(B) અકર્તા ક્રિયાપદ
(C) સકર્મક ક્રિયાપદ
(D) અકર્મક ક્રિયાપદ
136) સંમેય સંખ્યાઓ માટે નીચેનામાંથી કયું સૌથી વધુ સાચું છે?
(A) સંમેય સંખ્યાઓમાં શૂન્ય, ધનપૂર્ણાંક અને ધનઅપૂર્ણાંકનો સમાવેશ થાય છે
(B) સંમેય સંખ્યાઓમાં શૂન્ય, ધનપૂર્ણાંક, ધનઅપૂર્ણાંક, ઋણપૂર્ણાંક અને ઋણઅપૂર્ણાંકનો સમાવેશ થાય છે
(C) સંમેય સંખ્યાઓમાં શૂન્ય, ધનપૂર્ણાંક અને ઋણઅપૂર્ણાંકનો સમાવેશ થાય છે
(D) સંમેય સંખ્યાઓમાં શૂન્ય, ધનઅપૂર્ણાંક અને ઋણઅપૂર્ણાંકનો સમાવેશ થાય છે
137) ડૉ. તેસ્સી થોમસને તેમની વ્યવસાયિક સિદ્ધિને ધ્યાને લઈ નીચેનામાંથી કયા જૂથમાં મૂકી શકાય?
(A) ડૉ. એ.પી.જે. અબ્દુલકલામ, ડૉ. હોમીભાભા, ડૉ. વિક્રમ સારાભાઈ
(B) સોનિયા ગાંધી, મમતા બેનર્જી, સુષ્માસ્વરાજ
(C) ડૉ. એ.પી.જે. અબ્દુલકલામ, મનમોહનસિંહ, પ્રતિભાપાટીલ
(D) પી.ટી. ઉષા, લજ્જા ગૌસ્વામી, સચિન તેંડુલકર
138) ૨૦ માણસો એક રસ્તાનું સમારકામ ૬ દિવસમાં કરી શકે છે તો ૩૦ માણસો તે રસ્તાનું સમારકામ કેટલા દિવસમાં કરી શકશે?
(A) ૩ દિવસ
(B) ૪ દિવસ
(C) ૫ દિવસ
(D) ૨ દિવસ
139) The showroom ………… by now.
(A) will be open
(B) will have opened
(C) open
(D) will open
140) ધોરણ-૧માં દાખલ થયેલાં બાળકોને પ્રથમ માસ દરમ્યાન કેવા અધ્યયન અનુભવ આપવા જોઈએ?
(A) કક્કાના અક્ષરોનું લેખન શીખવવું, ૧ થી ૫ ગણતાં અને વાંચતાં શીખવવું
(B) ધોરણ-૨ થી ૫નાં બાળકોની સાથે બેસાડવા જેથી એ શાળાના વાતાવરણથી પરિચિત થાય
(C) શાળા તત્પરતાની પ્રવૃત્તિઓ કરાવવી
(D) કક્કો અને બારાક્ષરી શીખવવી, ૧ થી ૫ લખતાં શીખવવું
141) કયું લક્ષણ કિશોરાવસ્થાને સૌથી વધુ લાગુ પડે છે?
(A) બૌદ્ધિક વિકાસ સાથે જાતિગત ભૂમિકા શીખે છે.
(B) સંઘવૃત્તિ જોવા મળે છે.
(C) પોતાના દેખાવ પ્રત્યે વધુ સભાનતા આવે છે.
(D) સંકુલ ચેષ્ટાકીય પ્રવૃત્તિઓ શીખે છે.
142) ધોરણ-૬ ના ગુજરાતી ના એકમ ‘લાયક ઉમેદવારના’ લેખક કોણ છે?
(A) મનુભાઈ પંચોળી
(B) રમણલાલ સોની
(C) અનંતરાય રાવળ
(D) ઝવેરચંદ મેઘાણી
143) નીચેનામાંથી સાચું વિધાન કયું તે પસંદ કરો?
(A) બાકીનાં ત્રણે વિધાન ખોટાં છે
(B) નોર્વેમાં મે માસના મધ્યથી જુલાઈના અંત સુધી સૂર્ય આથમતો નથી
(C) નોર્વેમાં જુલાઈ માસના અંતથી ડિસેમ્બર મધ્ય સુધી સૂર્ય આથમતો નથી
(D) નોર્વેમાં ડિસેમ્બરના મધ્યથી મે માસના અંત સુધી સૂર્ય આથમતો નથી
144) ભારત સરકારે રાષ્ટ્રીય પંચાંગ ક્યારથી દાખલ કર્યું?
(A) ૨૨-૦૮-૧૯૬૧
(B) ૨૨-૦૩-૧૯૬૧
(C) ૨૨-૦૯-૧૯૫૭
(D) ૨૨-૦૩-૧૯૫૭
145) ‘સ્કાઉટ’ શબ્દનું ગુજરાતી શું થાય?
(A) બાલચર
(B) બાળસૈનિક
(C) સેવક
(D) સ્વયંસેવક
146) Find odd one ……..
(A) shirt
(B) garment
(C) sugar
(D) cotton
147) શિક્ષક આવૃત્તિમાં “ગંદી ઉંદરડી”ની વાર્તા કયા એકમ માટે મૂકવામાં આવી છે?
(A) અમે સૌ
(B) અજબ જેવી વાત છે
(C) ચોખ્ખાઈ કરે ભલાઈ
(D) નદી કિનારે
148) કાચનો વક્રીભવનાંક ૧.૫ છે. જો પ્રકાશનો હવામાં વેગ ૩,૦૦,૦૦૦ કિ.મી./સેકન્ડ વેગ હોય તો પ્રકાશનો કાચમાં વેગ કેટલા કિ.મી./સેકન્ડ હશે?
(A) ૧,૫૦,૦૦૦
(B) ૨,૦૦,૦૦૦
(C) ૩,૦૦,૦૦૦
(D) ૧૫,૦૦,૦૦૦
149) શિક્ષકે નવી બાબત શીખવવા માટે સીધીસધી વાત ન કરતાં વિદ્યાર્થીઓને આછી-પાતળી જાણકારી હોય તેની ચર્ચા કરી નવો મુદ્દો તેમની સામે મૂકવામાં આવે છે. આ બાબત કયા કૌશલ્ય સાથે જોડાયેલી છે?
(A) વિષયાભિમુખ કૌશલ્ય
(B) પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય
(C) કા.પા. કૌશલ્ય
(D) સુદૃઢીકરણ કૌશલ્ય
150) એક પતરાની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે ૮૮ સેમી અને ૫૦ સેમી છે. આ પતરામાંથી ૧૪ સેમી ત્રિજ્યા અને ૫ સેમી ઊંચાઈના કેટલા ખુલ્લા નળાકાર બનાવી શકાય?
(A) ૧૦ નળાકાર બનાવી શકાય
(B) ખુલ્લા નળાકાર ન બનાવી શકાય
(C) ૪૪ નળાકાર બનાવી શકાય
(D) ૪.૪ નળાકાર બનાવી શકાય
સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી વિડીયો માટે યુટ્યુબ લીંક
https://www.youtube.com/@TalatiNiranjan
…અનંત અનંત શુભકામનાઓ….