Advertisement

Master MCQs for Competitive Exams

General Knowledge, Reasoning Ability & Logical Ability Teaching Aptitude

Master MCQs for Competitive Exams

Master MCQs for Competitive Exams

Master MCQs for Competitive Exams

પ્ર. ૧: ગુજરાતનું સૌથી મોટું મરીન નેશનલ પાર્ક ક્યાં આવેલું છે?

(A) કચ્છનો અખાત

(B) ખંભાતનો અખાત

(C) ગીર

(D) વેળાવદર

જવાબ: (A) કચ્છનો અખાત

પ્ર. ૨: બંધારણના કયા અનુચ્છેદ મુજબ ‘શિક્ષણનો અધિકાર’ (RTE) મૂળભૂત અધિકાર બન્યો?

(A) અનુચ્છેદ ૨૧

(B) અનુચ્છેદ ૨૧-A

(C) અનુચ્છેદ ૪૫

(D) અનુચ્છેદ ૧૯

જવાબ: (B) અનુચ્છેદ ૨૧-A

પ્ર. ૩: ‘સરદાર સરોવર યોજના’ કઈ નદી પર આવેલી છે?

(A) તાપી

(B) મહી

(C) નર્મદા

(D) સાબરમતી

જવાબ: (C) નર્મદા

પ્ર. ૪: રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ (NEP 2020) અનુસાર ભણતરનું માળખું કયું છે?

(A) 10+2+3

(B) 5+3+3+4

(C) 5+4+3+2

(D) 10+2

જવાબ: (B) 5+3+3+4

પ્ર. ૫: જો A = 1, CAT = 24, તો DOG = ?

(A) 26

(B) 28

(C) 30

(D) 32

ગણતરી: D(4) + O(15) + G(7) = 26

જવાબ: (A) 26

Master MCQs for Competitive Exams

પ્ર. ૬: આપેલ શ્રેણી પૂરી કરો: 2, 6, 12, 20, 30, ?

(A) 36

(B) 40

(C) 42

(D) 48

તર્ક: +4, +6, +8, +10, પછી +12 આવે (30 + 12 = 42)

જવાબ: (C) 42

પ્ર. ૭: એક લાઇન માં રામ ડાબી બાજુથી ૧૦મો અને જમણી બાજુથી ૧૫મો છે, તો લાઇનમાં કુલ કેટલા વ્યક્તિ હશે?

(A) ૨૫

(B) ૨૪

(C) ૨૬

(D) ૨૩

તર્ક: (૧૦ + ૧૫) – ૧ = ૨૪

જવાબ: (B) ૨૪

પ્ર. ૮: વર્ગખંડમાં વિદ્યાર્થીઓનું ધ્યાન આકર્ષિત કરવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય કયો છે?

(A) મોટેથી બોલવું

(B) શિક્ષણ પદ્ધતિમાં વૈવિધ્ય અને રોચકતા લાવવી

(C) શિક્ષા કરવી

(D) બ્લેકબોર્ડ પર બધું લખવું

જવાબ: (B) શિક્ષણ પદ્ધતિમાં વૈવિધ્ય અને રોચકતા લાવવી

પ્ર. ૯: એક સફળ અને પ્રભાવશાળી શિક્ષકનું સૌથી મહત્વનું લક્ષણ કયું છે?

(A) વિષયવસ્તુ પર સંપૂર્ણ પ્રભુત્વ

(B) માત્ર શિસ્ત જાળવવી

(C) વિદ્યાર્થીઓ સાથે સકારાત્મક સંચાર અને સંવેદનશીલતા

(D) કડક નિયમો બનાવવો

જવાબ: (C) વિદ્યાર્થીઓ સાથે સકારાત્મક સંચાર અને સંવેદનશીલતા

પ્ર. ૧૦: સતત અને વ્યાપક મૂલ્યાંકન (CCE) નો મુખ્ય હેતુ શું છે?

(A) માત્ર પરીક્ષાનું પરિણામ જાહેર કરવું

(B) વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસનું સતત નિરીક્ષણ કરવું

(C) વિદ્યાર્થીઓને નાપાસ કરવા

(D) માત્ર લેખિત પરીક્ષા લેવી

જવાબ: (B) વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસનું સતત નિરીક્ષણ કરવું

Master MCQs for Competitive Exams

Master MCQs for Competitive Exams

પ્ર. ૧૧: નીચે આપેલ માહિતી પરથી પ્રશ્નનો જવાબ આપો:

શાળા A માં ૨૦૦ વિદ્યાર્થીઓ છે અને શાળા B માં ૩૦૦ વિદ્યાર્થીઓ છે. જો શાળા A માં ૬૦% અને શાળા B માં ૭૦% વિદ્યાર્થીઓ પાસ થાય, તો બંને શાળાના કુલ કેટલા ટકા વિદ્યાર્થીઓ પાસ થયા?

(A) ૬૫%

(B) ૬૬%

(C) ૬૭%

(D) ૬૮%

ગણતરી: શાળા A (૧૨૦ પાસ) + શાળા B (૨૧૦ પાસ) = ૩૩૦ કુલ પાસ. કુલ વિદ્યાર્થી = ૫૦૦. ટકા = (૩૩૦/૫૦૦) × ૧૦૦ = ૬૬%

જવાબ: (B) ૬૬%

પ્ર. ૧૨: રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ (NEP 2020) ની રચના કઈ સમિતિની ભલામણ આધારે કરવામાં આવી હતી?

(A) કોઠારી કમિશન

(B) ડો. કે. કસ્તુરીરંગન સમિતિ

(C) યશપાલ સમિતિ

(D) મુદાલિયાર કમિશન

જવાબ: (B) ડો. કે. કસ્તુરીરંગન સમિતિ

પ્ર. ૧૩: ભારતીય બંધારણમાં ‘શિક્ષણ’ વિષય કઈ યાદીમાં સમાવિષ્ટ છે?

(A) સંઘ યાદી

(B) રાજ્ય યાદી

(C) સમવર્તી યાદી (Concurrent List)

(D) એકપણ નહીં

જવાબ: (C) સમવર્તી યાદી

પ્ર. ૧૪: બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ (RTE Act) ભારતમાં ક્યારથી અમલી બન્યો?

(A) ૧ એપ્રિલ ૨૦૦૯

(B) ૧ એપ્રિલ ૨૦૧૦

(C) ૧૫ ઓગસ્ટ ૨૦૧૦

(D) ૨૬ જાન્યુઆરી ૨૦૧૧

જવાબ: (B) ૧ એપ્રિલ ૨૦૧૦

પ્ર. ૧૫: ગુજરાતમાં ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર’ ક્યાં આવેલું છે?

(A) અમદાવાદ

(B) રાજકોટ

(C) ગાંધીનગર

(D) વડોદરા

જવાબ: (C) ગાંધીનગર

Master MCQs for Competitive Exams

પ્ર. ૧૬: નીતિ આયોગ (NITI Aayog) ના અધ્યક્ષ કોણ હોય છે?

(A) રાષ્ટ્રપતિ

(B) નાણાં મંત્રી

(C) પ્રધાનમંત્રી

(D) શિક્ષણ મંત્રી

જવાબ: (C) પ્રધાનમંત્રી

પ્ર. ૧૭: ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી?

(A) ૧ મે ૧૯૬૦

(B) ૧૫ ઓગસ્ટ ૧૯૪૭

(C) ૨૬ જાન્યુઆરી ૧૯૫૦

(D) ૧ મે ૧૯૬૧

જવાબ: (A) ૧ મે ૧૯૬૦

પ્ર.૧૮: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ની ઊંચાઈ કેટલી છે?

(A) ૧૫૩ મીટર

(B) ૧૮૨ મીટર

(C) ૨૦૦ મીટર

(D) ૧૭૫ મીટર

જવાબ: (B) ૧૮૨ મીટર

પ્ર ૧૯: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

(A) ૫ જૂન

(B) ૨૧ જૂન

(C) ૧૧ જુલાઈ

(D) ૫ સપ્ટેમ્બર

જવાબ: (B) ૨૧ જૂન

પ્ર. ૨૦: કયા બંધારણીય સુધારા દ્વારા ‘મૂળભૂત ફરજો’ ઉમેરવામાં આવી હતી?

(A) ૪૨મો સુધારો

(B) ૪૪મો સુધારો

(C) ૮૬મો સુધારો

(D) ૭૩મો સુધારો

જવાબ: (A) ૪૨મો સુધારો

Master MCQs for Competitive Exams

પ્ર. ૨૧: ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે?

(A) બનાસકાંઠા

(B) કચ્છ

(C) સુરત

(D) ગીર સોમનાથ

જવાબ: (B) કચ્છ

પ્ર. ૨૨: ‘ઓપરેશન બ્લેકબોર્ડ’ કઈ શિક્ષણ નીતિ અંતર્ગત શરૂ કરવામાં આવ્યું હતું?

(A) NPE 1968

(B) NPE 1986

(C) NEP 2020

(D) 1952 કમિશન

જવાબ: (B) NPE 1986

પ્ર. ૨૩: ભારતમાં શિક્ષક દિવસ કોની યાદમાં ઉજવવામાં આવે છે?

(A) મહાત્મા ગાંધી

(B) ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન

(C) સ્વામી વિવેકાનંદ

(D) પંડિત નેહરુ

જવાબ: (B) ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન

પ્ર. ૨૪: ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર કયું છે?

(A) ચિલકા સરોવર

(B) વુલર સરોવર

(C) સાંભર સરોવર

(D) સરદાર સરોવર

જવાબ: (B) વુલર સરોવર

પ્ર. ૨૫:કોમ્પ્યુટરમાં ‘Ctrl + C’ શોર્ટકટ કી નો ઉપયોગ શાના માટે થાય છે?

(A) પેસ્ટ

(B) કટ

(C) કોપી

(D) પ્રિન્ટ

જવાબ: (C) કોપી

Master MCQs for Competitive Exams

Master MCQs for Competitive Exams

Master MCQs for Competitive Exams

પ્ર. ૨૬: સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે?

(A) મંગળ

(B) શુક્ર

(C) ગુરુ

(D) શનિ

જવાબ: (C) ગુરુ

પ્ર. ૨૭: ‘સત્યના પ્રયોગો’ આત્મકથાના લેખક કોણ છે?

(A) સરદાર પટેલ

(B) મહાત્મા ગાંધી

(C) ઝવેરચંદ મેઘાણી

(D) કવિ નર્મદ

જવાબ: (B) મહાત્મા ગાંધી

પ્ર. ૨૮:ભારતીય રિઝર્વ બેંક (RBI) નું મુખ્યાલય ક્યાં આવેલું છે?

(A) નવી દિલ્હી

(B) કોલકાતા

(C) મુંબઈ

(D) ચેન્નઈ

જવાબ: (C) મુંબઈ

પ્ર. ૨૯: UNESCO નું મુખ્યાલય ક્યાં આવેલું છે?

(A) પેરિસ

(B) જિનેવા

(C) ન્યૂ યોર્ક

(D) લંડન

જવાબ: (A) પેરિસ

પ્ર. ૩૦: વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે?

(A) ૫ જૂન

(B) ૨૨ એપ્રિલ

(C) ૧૬ સપ્ટેમ્બર

(D) ૧ ડિસેમ્બર

જવાબ: (A) ૫ જૂન

Master MCQs for Competitive Exams

પ્ર. ૩૧: ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણીના સંરક્ષણ માટે જાણીતું છે?

(A) એકશિંગી ગેંડો

(B) એશિયાઈ સિંહ

(C) વાઘ

(D) કાળિયાર

જવાબ: (B) એશિયાઈ સિંહ

પ્ર. ૩૨: શ્રેણી પૂર્ણ કરો: ૫, ૧૦, ૨૦, ૪૦, ૮૦, ?

(A) ૧૦૦

(B) ૧૨૦

(C) ૧૬૦

(D) ૨૦૦

તર્ક: દરેક સંખ્યા ૨ વડે ગુણાય છે.

જવાબ: (C) ૧૬૦

પ્ર. ૩૩: . જો CAT = 24 અને DOG = 26 હોય, તો RAT = ?

(A) 39

(B) 40

(C) 38

(D) 42

તર્ક: R(18) + A(1) + T(20) = 39

જવાબ: (A) 39

પ્ર. ૩૪: ઘડિયાળમાં ૪:૦૦ વાગ્યે કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે?

(A) ૯૦°

(B) ૧૨૦°

(C) ૧૫૦°

(D) ૧૮૦°

તર્ક: ૪ × ૩૦° = ૧૨૦°

જવાબ: (B) ૧૨૦°

પ્ર. ૩૫: એક લાઇનમાં રમેશ આગળથી ૮મા ક્રમે અને પાછળથી ૧૩મા ક્રમે છે. લાઇનમા કુલ કેટલા વ્યક્તિઓ હશે?

(A) ૨૧

(B) ૨૦

(C) ૧૯

(D) ૨૨

તર્ક: (૮ + ૧૩) – ૧ = ૨૦

જવાબ: (B) ૨૦

Master MCQs for Competitive Exams

પ્ર. ૩૬: શ્રેણી પૂર્ણ કરો: ૩, ૮, ૧૫, ૨૪, ૩૫, ?

(A) ૪૨

(B) ૪૮

(C) ૫૦

(D) ૪૫

તર્ક: તફાવત +૫, +૭, +૯, +૧૧, હવે +૧૩ → ૩૫ + ૧૩ = ૪૮

જવાબ: (B) ૪૮

પ્ર. ૩૭: જો ‘RED’ ને કોડમાં ’27’ લખાય, તો ‘BLUE’ ને શું લખાય?

(A) 36

(B) 40

(C) 38

(D) 42

તર્ક: B(2)+L(12)+U(21)+E(5) = 40

જવાબ: (B) 40

પ્ર. ૩૮: જો ગઈકાલના આગલા દિવસે મંગળવાર હતો, તો આવતીકાલના પછીનો દિવસ કયો હશે?

(A) શનિવાર

(B) રવિવાર

(C) સોમવાર

(D) શુક્રવાર

તર્ક: ગઈકાલનો આગલો દિવસ = મંગળવાર → ગઈકાલ = બુધવાર → આજે = ગુરુવાર → આવતીકાલ = શુક્રવાર → પછીનો દિવસ = શનિવાર

જવાબ: (A) શનિવાર

પ્ર. ૩૯: પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા ૪ ગણી છે. બંનેની ઉંમરનો સરવાળો ૫૦ વર્ષ હોય, તો પુત્રની ઉંમર કેટલી?

(A) ૧૦ વર્ષ

(B) ૧૨ વર્ષ

(C) ૧૫ વર્ષ

(D) ૮ વર્ષ

તર્ક: x + 4x = 50 → 5x = 50 → x = 10

જવાબ: (A) ૧૦ વર્ષ

પ્ર. ૪૦: કયો વિકલ્પ અન્યથી અલગ પડે છે?

(A) ચોરસ

(B) ત્રિકોણ

(C) લંબચોરસ

(D) વર્તુળ

તર્ક: વર્તુળમાં કોઈ સીધી બાજુ (રેખાખંડ) નથી હોતી.

જવાબ: (D) વર્તુળ

Master MCQs for Competitive Exams

પ્ર. ૪૧: જો A એ B નો ભાઈ છે, C એ A ની માતા છે, તો C એ B ની શું થાય?

(A) બહેન

(B) માતા

(C) કાકી

(D) દાદી

જવાબ: (B) માતા

પ્ર. ૪૨: 10, 20, 30, 40 નો સરેરાશ (Average) કેટલો થાય?

(A) ૨૫

(B) ૨૦

(C) ૩૦

(D) ૩૫

તર્ક: (૧૦+૨૦+૩૦+૪૦)/૪ = ૧૦૦/૪ = ૨૫

જવાબ: (A) ૨૫

પ્ર. ૪૩: શ્રેણી પૂર્ણ કરો: A, C, E, G, ?

(A) H

(B) I

(C) J

(D) K

તર્ક: એક અક્ષર છોડીને (+૨)

જવાબ: (B) I

પ્ર. ૪૪: જો પાણીને હવા કહેવાય, હવાને અગ્નિ કહેવાય, અને અગ્નિને આકાશ કહેવાય, તો તરસ લાગે ત્યારે શું પીવાય?

(A) પાણી

(B) હવા

(C) અગ્નિ

(D) આકાશ

તર્ક: પાણીને ‘હવા’ કહેવાય છે.

જવાબ: (B) હવા

પ્ર. ૪૫: એક સાંકેતિક ભાષામાં ‘BOOK’ ને ‘CPPL’ લખાય, તો ‘PEN’ ને શું લખાય?

(A) QFO

(B) QEO

(C) ODM

(D) QFP

તર્ક: દરેક અક્ષરમાં +૧ ઉમેરો.

જવાબ: (A) QFO

Master MCQs for Competitive Exams

પ્ર. ૪૬: જો ૫ પેનની કિંમત ₹૫૦ હોય, તો ૧૨ પેનની કિંમત કેટલી થાય?

(A) ₹૧૦૦

(B) ₹૧૨૦

(C) ₹૧૧૦

(D) ₹૧૫૦

તર્ક: ૧ પેન = ₹૧૦, ૧૨ પેન = ૧૨ × ૧૦ = ₹૧૨૦

જવાબ: (B) ₹૧૨૦

પ્ર. ૪૭: ઉત્તર દિશા તરફ મોં રાખીને ઉભેલી વ્યક્તિ ૧૮૦° જમણી તરફ ફરે છે, તો હવે તેનું મોં કઈ દિશામાં હશે?

(A) પૂર્વ

(B) પશ્ચિમ

(C) દક્ષિણ

(D) ઉત્તર-પૂર્વ

જવાબ: (C) દક્ષિણ

પ્ર. ૪૮: શ્રેણી પૂર્ણ કરો: ૧, ૪, ૯, ૧૬, ૨૫, ?

(A) ૩૦

(B) ૩૬

(C) ૪૦

(D) ૪૯

તર્ક: પૂર્ણ વર્ગ સંખ્યાઓ (૬ નો વર્ગ = ૩૬)

જવાબ: (B) ૩૬

પ્ર. ૪૯: એક રૂમમાં ૬ વ્યક્તિઓ છે. દરેક વ્યક્તિ એકબીજા સાથે એક જ વાર હસ્તધૂનન (Handshake) કરે તો કુલ કેટલા હસ્તધૂનન થાય?

(A) ૩૬

(B) ૩૦

(C) ૧૫

(D) ૧૨

તર્ક: n(n-1)/2 = 6×5/2 = 15

જવાબ: (C) ૧૫

પ્ર. ૫૦: જો ‘A’ એટલે ‘+’, ‘B’ એટલે ‘-‘, તો 10 A 5 B 3 ની કિંમત કેટલી થાય?

(A) ૧૨

(B) ૧૫

(C) ૮

(D) ૧૮

તર્ક: ૧૦ + ૫ – ૩ = ૧૨

જવાબ: (A) ૧૨

Master MCQs for Competitive Exams

Master MCQs for Competitive Exams

Master MCQs for Competitive Exams

પ્ર. ૫૧: અલગ પડતી સંખ્યા શોધો: ૮, ૨૭, ૬૪, ૧૦૦, ૧૨૫

(A) ૨૭

(B) ૬૪

(C) ૧૦૦

(D) ૧૨૫

તર્ક: ૧૦૦ સિવાયની તમામ સંખ્યાઓ પૂર્ણ ઘન (Cube) છે.

જવાબ: (C) ૧૦૦

પ્ર. ૫૨: વિધાન: “તમામ શિક્ષકો વિદ્વાન છે. રામ શિક્ષક છે.

નિષ્કર્ષ:

I. રામ વિદ્વાન છે.

II. તમામ વિદ્વાનો શિક્ષક છે.

(A) માત્ર નિષ્કર્ષ I સાચો છે

(B) માત્ર નિષ્કર્ષ II સાચો છે

(C) બંને સાચા છે

(D) એકપણ સાચું નથી

જવાબ: (A) માત્ર નિષ્કર્ષ I સાચો છે

પ્ર. ૫૩: નીચેનામાંથી કયો વિકલ્પ ‘ફળ, સફરજન, કેરી’ વચ્ચેનો સાચો તાર્કિક સંબંધ દર્શાવે છે?

(A) સફરજન અને કેરી બંને ફળના વર્તુળની અંદર અલગ-અલગ વર્તુળમાં આવશે.

(B) ત્રણેય વર્તુળો એકબીજાને છેદે છે.

(C) સફરજનમાં કેરી સમાયેલી છે.

(D) ત્રણેય સ્વતંત્ર છે.

જવાબ: (A) સફરજન અને કેરી બંને ફળના વર્તુળની અંદર અલગ-અલગ વર્તુળમાં આવશે.

પ્ર. ૫૪: તાર્કિક ક્રમમાં ગોઠવો: ૧. બીજ, ૨. છોડ, ૩. ફળ, ૪. ફૂલ

(A) ૧, ૨, ૪, ૩

(B) ૧, ૨, ૩, ૪

(C) ૨, ૧, ૪, ૩

(D) ૪, ૩, ૨, ૧

જવાબ: (A) ૧, ૨, ૪, ૩

પ્ર. ૫૫: જો તમામ કુતરા બિલાડી છે અને તમામ બિલાડી વાઘ છે, તો:

(A) તમામ કુતરા વાઘ છે

(B) તમામ વાઘ કુતરા છે

(C) કોઈ કુતરો વાઘ નથી

(D) એકપણ નહીં

જવાબ: (A) તમામ કુતરા વાઘ છે

Master MCQs for Competitive Exams

પ્ર. ૫૬:અસંગત જોડ શોધો:

(A) ભારત : નવી દિલ્હી

(B) જાપાન : ટોક્યો

(C) ફ્રાન્સ : પેરિસ

(D) યુએસએ : ન્યૂ યોર્ક

તર્ક: યુએસએની રાજધાની વોશિંગ્ટન ડીસી છે.

જવાબ: (D) યુએસએ : ન્યૂ યોર્ક

પ્ર. ૫૭:સંબંધ પૂર્ણ કરો: પુસ્તક : વાચક :: ભોજન : ?

(A) રસોઈયા

(B) ઉપભોક્તા (જમનાર)

(C) હોટેલ

(D) થાળી

જવાબ: (B) ઉપભોક્તા (જમનાર)

પ્ર. ૫૮: શબ્દોને અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવો: ૧. ડૉક્ટર, ૨. રોગ, ૩. નિદાન, ૪. દવા

(A) ૨, ૧, ૩, ૪

(B) ૧, ૨, ૩, ૪

(C) ૨, ૩, ૧, ૪

(D) ૪, ૩, ૨, ૧

જવાબ: (A) ૨, ૧, ૩, ૪

પ્ર. ૫૯:વિધાન: “ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.”

પૂર્વધારણા:

I. સિગારેટના પેકેટ પર ચેતવણી છાપવી જોઈએ.

II. લોકો ચેતવણી વાંચીને ધૂમ્રપાન ઘટાડી શકે છે.

(A) માત્ર I ગર્ભિત છે

(B) માત્ર II ગર્ભિત છે

(C) I અને II બંને ગર્ભિત છે

(D) એકપણ ગર્ભિત નથી

જવાબ: (C) I અને II બંને ગર્ભિત છે

પ્ર. ૬૦: અસંગત શબ્દ શોધો:

(A) આંખ

(B) કાન

(C) નાક

(D) યકૃત (Liver)

તર્ક: યકૃત એ શરીરનું આંતરિક અંગ છે, બાકીના જ્ઞાનેન્દ્રિય/બાહ્ય અંગો છે.

જવાબ: (D) યકૃત (Liver)

Master MCQs for Competitive Exams

પ્ર. ૬૧: સંબંધ પૂર્ણ કરો: હોસ્પિટલ : ડૉક્ટર :: શાળા : ?

(A) વિદ્યાર્થી

(B) વર્ગખંડ

(C) શિક્ષક

(D) પુસ્તક

જવાબ: (C) શિક્ષક

પ્ર. ૬૨: જો બધી કાર વાહન છે, અને કેટલાક વાહન ઇલેક્ટ્રિક છે, તો:

(A) બધી કાર ઇલેક્ટ્રિક છે

(B) કેટલીક કાર ઇલેક્ટ્રિક હોઈ શકે છે

(C) કોઈ કાર ઇલેક્ટ્રિક નથી

(D) એકપણ નહી

જવાબ: (B) કેટલીક કાર ઇલેક્ટ્રિક હોઈ શકે છે

પ્ર. ૬૩: તાર્કિક ક્રમ: ૧. જિલ્લો, ૨. રાજ્ય, ૩. ગામ, ૪. દેશ

(A) ૩, ૧, ૨, ૪

(B) ૧, ૨, ૩, ૪

(C) ૪, ૨, ૧, ૩

(D) ૩, ૨, ૧, ૪

જવાબ: (A) ૩, ૧, ૨, ૪

પ્ર. ૬૪: અસંગત વિકલ્પ શોધો:

(A) જાન્યુઆરી

(B) માર્ચ

(C) મે

(D) એપ્રિલ

તર્ક: એપ્રિલ ૩૦ દિવસનો મહિનો છે, બાકીના ૩૧ દિવસના છે.

જવાબ: (D) એપ્રિલ

પ્ર. ૬૫: સંબંધ પૂર્ણ કરો: ઘોડો : તબેલા :: પક્ષી : ?

(A) આકાશ

(B) માળો

(C) પાંજરું

(D) પાંખ

જવાબ: (B) માળો

Master MCQs for Competitive Exams

પ્ર. ૬૬: વિધાન: “શાળામાં રમતોત્સવનું આયોજન કરવાથી વિદ્યાર્થીઓમાં રમતગમતની ભાવના વધે છે.”

(A) રમતોત્સવ જરૂરી છે

(B) માત્ર અભ્યાસ જ મહત્વનો છે

(C) રમતોત્સવથી સમય બગાડ થાય છે

(D) કોઈ સંબંધ નથી

જવાબ: (A) રમતોત્સવ જરૂરી છે

પ્ર. ૬૭: તાર્કિક વિકલ્પ પસંદ કરો: સુરજ : દિવસ :: ચંદ્ર : ?

(A) રાત

(B) તારા

(C) અંધારું

(D) રોશની

જવાબ: (A) રાત

પ્ર. ૬૮: જો ચોરસને ૪ ખૂણા હોય, તો પંચકોણને કેટલા ખૂણા હોય?

(A) ૫

(B) ૬

(C) ૪

(D) ૮

જવાબ: (A) ૫

પ્ર. ૬૯: અસંગત જોડ શોધો:

(A) ગાય : વાછરડું

(B) કૂતરો : ગલુડિયું

(C) મરઘી : પીંજરું

(D) ઘેટું : ગાડરું

તર્ક: (C) માં રહેઠાણ આપ્યું છે, જ્યારે બાકીનામાં બચ્ચાંના નામ છે.

જવાબ: (C) મરઘી : પીંજરું

પ્ર. ૭૦: કયું ચક્ર તાર્કિક રીતે સાચું છે?

(A) બાળપણ → કિશોરાવસ્થા → યુવાવસ્થા → વૃદ્ધાવસ્થા

(B) યુવાવસ્થા → બાળપણ → વૃદ્ધાવસ્થા

(C) વૃદ્ધાવસ્થા → યુવાવસ્થા → બાળપણ

(D) કિશોરાવસ્થા → બાળપણ → યુવાવસ્થા

જવાબ: (A) બાળપણ → કિશોરાવસ્થા → યુવાવસ્થા → વૃદ્ધાવસ્થા

Master MCQs for Competitive Exams

Master MCQs for Competitive Exams

Master MCQs for Competitive Exams

પ્ર. ૭૧: જો સોમવાર પછી બુધવાર આવે (મંગળવાર છોડીને), તો શુક્રવાર પછી શું આવશે?

(A) શનિવાર

(B) રવિવાર

(C) સોમવાર

(D) મંગળવાર

તર્ક: એક દિવસ છોડીને શનિવાર પછી ‘રવિવાર’ આવશે.

જવાબ: (B) રવિવાર

પ્ર. ૭૨: વર્ગખંડમાં શિસ્ત જાળવવાનો સૌથી શ્રેષ્ઠ અને અસરકારક ઉપાય કયો છે?

(A) શિસ્તભંગ કરનારને શિક્ષા કરવી

(B) શિક્ષણ કાર્યને રસપ્રદ અને પ્રવૃત્તિમય બનાવવું

(C) વાલીને ફરિયાદ કરવી

(D) વર્ગ બહાર કાઢી મૂકવા

જવાબ: (B) શિક્ષણ કાર્યને રસપ્રદ અને પ્રવૃત્તિમય બનાવવું

પ્ર. ૭૩: બાળકનો પ્રથમ શિક્ષક કોણ ગણાય છે?

(A) પ્રાથમિક શિક્ષક

(B) મા-બાપ (પરિવાર)

(C) સમાજ

(D) મિત્રો

જવાબ: (B) મા-બાપ (પરિવાર)

પ્ર. ૭૪: વર્ગમાં નબળા વિદ્યાર્થીઓને ભણાવવા માટે શિક્ષકે શું કરવું જોઈએ?

(A) તેમના પર અલગથી ધ્યાન આપવું અને ઉપચારાત્મક શિક્ષણ (Remedial Teaching) આપવું

(B) તેમને વર્ગમાંથી અલગ બેસાડવા

(C) તેમના પર ધ્યાન ન આપવું

(D) તેમને નાપાસ કરવા

જવાબ: (A) તેમના પર અલગથી ધ્યાન આપવું અને ઉપચારાત્મક શિક્ષણ આપવું

પ્ર. ૭૫: શિક્ષણમાં ‘TLM’ નું પૂર્ણ નામ શું છે?

(A) Teaching Learning Material

(B) Teacher Learning Method

(C) Total Learning Measurement

(D) Teaching Language Method

જવાબ: (A) Teaching Learning Material

Master MCQs for Competitive Exams

પ્ર. ૭૬: બાળકેન્દ્રિત શિક્ષણ (Child-Centered Education) નો અર્થ શું થાય?

(A) શિક્ષક કેન્દ્રસ્થાને હોય

(B) બાળક જરૂરિયાતો અને રુચિઓ ધ્યાને રાખી શિક્ષણ આપવું

(C) માત્ર પુસ્તકીય જ્ઞાન આપવું

(D) પરીક્ષા આધારિત શિક્ષણ આપવું

જવાબ: (B) બાળક જરૂરિયાતો અને રુચિઓ ધ્યાને રાખી શિક્ષણ આપવું

પ્ર. ૭૭: વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યોનો વિકાસ કરવા માટે શિક્ષકે શું કરવું જોઈએ?

(A) પોતે આદર્શ વર્તન દાખવવું

(B) માત્ર નૈતિકતા પર ભાષણ આપવું

(C) નૈતિક પુસ્તકો વાંચવા આપવા

(D) પરીક્ષામાં પ્રશ્નો પૂછવા

જવાબ: (A) પોતે આદર્શ વર્તન દાખવવું

પ્ર. ૭૮: ‘આગમન પદ્ધતિ’ (Inductive Method) માં શિક્ષણ કઈ તરફ જાય છે?

(A) સામાન્ય થી વિશિષ્ટ

(B) વિશિષ્ટ થી સામાન્ય (ઉદાહરણથી નિયમ)

(C) અમૂર્ત થી મૂર્ત

(D) નિયમ થી ઉદાહરણ

જવાબ: (B) વિશિષ્ટ થી સામાન્ય (ઉદાહરણથી નિયમ)

પ્ર. ૭૯: ‘નિગમન પદ્ધતિ’ (Deductive Method) માં શિક્ષણ કઈ રીતે અપાય છે?

(A) નિયમ પરથી ઉદાહરણ તરફ

(B) ઉદાહરણથી નિયમ તરફ

(C) પ્રયોગથી તારણ તરફ

(D) એકપણ નહીં

જવાબ: (A) નિયમ પરથી ઉદાહરણ તરફ

પ્ર. ૮૦: વર્ગખંડમાં પ્રશ્નો પૂછવાનો મુખ્ય હેતુ શું છે?

(A) વિદ્યાર્થીઓની હાજરી ચકાસવી

(B) વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા અને વિચારશક્તિ જગાડવી

(C) વિદ્યાર્થીઓને ગભરાવવો

(D) વર્ગનો સમય પસાર કરવો

જવાબ: (B) વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા અને વિચારશક્તિ જગાડવી

Master MCQs for Competitive Exams

પ્ર. ૮૧: પ્રશ્નોત્તરી પદ્ધતિ (Socratic Method) ના પ્રણેતા કોણ માનવામાં આવે છે?

(A) પ્લેટો

(B) સોક્રેટિસ (સુક્રાત)

(C) એરિસ્ટોટલ

(D) જોન ડ્યુઇ

જવાબ: (B) સોક્રેટિસ (સુક્રાત)

પ્ર. ૮૨: પ્રજેક્ટ પદ્ધતિ (Project Method) ના જનક કોણ છે?

(A) વિલિયમ કિલપેટ્રિક

(B) માન્ટેસરી

(C) ફ્રોબેલ

(D) રુસો

જવાબ: (A) વિલિયમ કિલપેટ્રિક

પ્ર. ૮૩: કિંડરગાર્ટન (Kindergarten) પદ્ધતિના સ્થાપક કોણ હતા?

(A) ફ્રેડરિક ફ્રોબેલ

(B) મેડમ માન્ટેસરી

(C) જોન ડ્યુઇ

(D) પેસ્ટાલોઝી

જવાબ: (A) ફ્રેડરિક ફ્રોબેલ

પ્ર. ૮૪: વર્ગખંડ સંચાર (Classroom Communication) કેવો હોવો જોઈએ?

(A) એકમાર્ગીય

(B) દ્વિમાર્ગીય (Two-way) અને અસરકારક

(C) શિસ્તબદ્ધ માત્ર

(D) માત્ર શિક્ષક બોલે તેવો

જવાબ: (B) દ્વિમાર્ગીય (Two-way) અને અસરકારક

પ્ર. ૮૫: વિદ્યાર્થી ગૃહકાર્ય (Homework) કરીને ન લાવે તો શિક્ષકે શું કરવું જોઈએ?

(A) વર્ગમાંથી બહાર કાઢી મૂકવો

(B) ગૃહકાર્ય ન કરવાનું કારણ જાણી ઉકેલ લાવવો

(C) શારીરિક સજા કરવી

(D) વાલીને શાળાએ બોલાવી અપમાનિત કરવા

જવાબ: (B) ગૃહકાર્ય ન કરવાનું કારણ જાણી ઉકેલ લાવવો

Master MCQs for Competitive Exams

પ્ર. ૮૬: સર્વગ્રાહી મૂલ્યાંકન (Continuous & Comprehensive Evaluation – CCE) માં શાનો સમાવેશ થાય છે?

(A) માત્ર શૈક્ષણિક પાસાં

(B) માત્ર સહ-શૈક્ષણિક પાસાં

(C) શૈક્ષણિક અને સહ-શૈક્ષણિક બંને પાસાં

(D) માત્ર રમતગમત

જવાબ: (C) શૈક્ષણિક અને સહ-શૈક્ષણિક બંને પાસાં

પ્ર. ૮૭: માઇક્રો ટીચિંગ (Micro Teaching) માં એક ચક્રનો સમયગાળો સામાન્ય રીતે કેટલો હોય છે?

(A) ૩૬ મિનિટ

(B) ૪૫ મિનિટ

(C) ૨૦ મિનિટ

(D) ૬૦ મિનિટ

જવાબ: (A) ૩૬ મિનિટ

પ્ર. ૮૮: ‘બાળક એ એક કોરી પાટી (Tabula Rasa) છે’ આ વિધાન કોણે આપ્યું હતું?

(A) જોન લોક

(B) રુસો

(C) ગાંધીજી

(D) પ્લેટો

જવાબ: (A) જોન લોક

પ્ર. ૮૯: સમાવેશી શિક્ષણ (Inclusive Education) નો મુખ્ય અર્થ શું છે?

(A) દિવ્યાંગ અને સામાન્ય બાળકોને એક જ વર્ગખંડમાં સાથે શિક્ષણ આપવું

(B) દિવ્યાંગ બાળકો માટે અલગ શાળા બનાવવી

(C) માત્ર તેજસ્વી બાળકોને ભણાવવા

(D) માત્ર ગરીબ બાળકોને મફત ભણાવવા

જવાબ: (A) દિવ્યાંગ અને સામાન્ય બાળકોને એક જ વર્ગખંડમાં સાથે શિક્ષણ આપવું

પ્ર. ૯૦: શિક્ષક માટે સૌથી મૂલ્યવાન સંપત્તિ કઈ છે?

(A) તેની નોકરી

(B) તેનો પગાર

(C) વિદ્યાર્થીઓનો વિશ્વાસ

(D) તેની ગુણવત્તા

જવાબ: (C) વિદ્યાર્થીઓનો વિશ્વાસ

Master MCQs for Competitive Exams

પ્ર. ૯૧: પ્રેરણા (Motivation) ના મુખ્ય બે પ્રકાર કયા છે?

(A) પ્રાથમિક અને દ્વિતીયક

(B) આંતરિક અને બાહ્ય

(C) સકારાત્મક અને તટસ્થ

(D) શારીરિક અને માનસિક

જવાબ: (B) આંતરિક અને બાહ્ય

– Data Interpretation (ડેટા ઇન્ટરપ્રિટેશન) :

માહિતી (પ્રશ્ન ૮૧ થી ૮૫ માટે):

એક શાળામાં ૫૦૦ વિદ્યાર્થીઓ છે.

  • ૪૦% વિદ્યાર્થીઓ ક્રિકેટ રમે છે.
  • ૩૦% વિદ્યાર્થીઓ ખો-ખો રમે છે.
  • ૨૦% વિદ્યાર્થીઓ કબડ્ડી રમે છે.
  • બાકીના વિદ્યાર્થીઓ અન્ય રમતો રમે છે.

પ્ર. ૯૨: ક્રિકેટ રમતા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી થશે?

(A) ૧૫૦

(B) ૨૦૦

(C) ૨૫૦

(D) ૩૦૦

ગણતરી: ૫૦૦ ના ૪૦% = (૫૦૦ × ૪૦) / ૧૦૦ = ૨૦૦

જવાબ: (B) ૨૦૦

પ્ર. ૯૩: અન્ય રમતો રમતા વિદ્યાર્થીઓની ટકાવારી કેટલી થશે?

(A) ૧૦%

(B) ૧૫%

(C) ૫%

(D) ૨૦%

ગણતરી: ૧૦૦% – (૪૦% + ૩૦% + ૨૦%) = ૧૦૦% – ૯૦% = ૧૦%

જવાબ: (A) ૧૦%

પ્ર. ૯૪: ખો-ખો રમતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે?

(A) ૧૦૦

(B) ૧૫૦

(C) ૨૦૦

(D) ૧૨૫

ગણતરી: ૫૦૦ ના ૩૦% = ૧૫૦

જવાબ: (B) ૧૫૦

Master MCQs for Competitive Exams

પ્ર. ૯૫: ક્રિકેટ રમતા અને કબડ્ડી રમતા વિદ્યાર્થીઓનો તફાવત કેટલો છે?

(A) ૫૦

(B) ૧૦૦

(C) ૧૫૦

(D) ૨૦

ગણતરી: ક્રિકેટ = ૨૦૦, કબડ્ડી = ૧૦૦ (૫૦૦ ના ૨૦%). તફાવત = ૨૦૦ – ૧૦૦ = ૧૦૦

જવાબ: (B) ૧૦૦

પ્ર. ૯૬: ખો-ખો અને કબડ્ડી રમતા વિદ્યાર્થીઓનો ગુણોત્તર (Ratio) કેટલો થાય?

(A) ૩ : ૨

(B) ૨ : ૩

(C) ૪ : ૩

(D) ૧ : ૨

ગણતરી: ૧૫૦ : ૧૦૦ = ૩ : ૨

જવાબ: (A) ૩ : ૨

Master MCQs for Competitive Exams

માહિતી (પ્રશ્ન ૮૬ થી ૯૦ માટે):

એક કંપનીનું ૫ વર્ષનું ઉત્પાદન (ટનમાં) નીચે મુજબ છે:

  • ૨૦૧૯: ૫૦ ટન
  • ૨૦૨૦: ૭૦ ટન
  • ૨૦૨૧: ૮૦ ટન
  • ૨૦૨૨: ૧૦૦ ટન
  • ૨૦૨૩: ૧૨૦ ટન

પ્ર. ૯૭: ૫ વર્ષનું સરેરાશ ઉત્પાદન કેટલા ટન થાય?

(A) ૮૪ ટન

(B) ૮૦ ટન

(C) ૯૦ ટન

(D) ૭૫ ટન

ગણતરી: (૫૦ + ૭૦ + ૮૦ + ૧૦૦ + ૧૨૦) / ૫ = ૪૨૦ / ૫ = ૮૪ ટન

જવાબ: (A) ૮૪ ટન

પ્ર. ૯૮: ૨૦૧૯ ની સરખામણીએ ૨૦૨૩ માં ઉત્પાદનમાં કેટલા ટકાનો વધારો થયો?

(A) ૧૦૦%

(B) ૧૪૦%

(C) ૧૨૦%

(D) ૧૫૦%

ગણતરી: વધારો = ૧૨૦ – ૫૦ = ૭૦ ટન. ટકા = (૭૦ / ૫૦) × ૧૦૦ = ૧૪૦%

જવાબ: (B) ૧૪૦%

પ્ર. ૯૯: કયા બે ક્રમિક વર્ષો વચ્ચે ઉત્પાદનમાં સૌથી વધુ વધારો થયો છે?

(A) ૨૦૧૯ થી ૨૦૨૦

(B) ૨૦૨૦ થી ૨૦૨૧

(C) ૨૦૨૧ થી ૨૦૨૨

(D) ૨૦૨૨ થી ૨૦૨૩

ગણતરી: ૨૦૧૯-૨૦ (+૨૦), ૨૦૨૦-૨૧ (+૧૦), ૨૦૨૧-૨૨ (+૨૦), ૨૦૨૨-૨૩ (+૨૦)

જવાબ: (A) ૨૦૧૯ થી ૨૦૨૦ (તેમજ ૨૦૨૧-૨૨ અને ૨૦૨૨-૨૩ ત્રણેયમાં ૨૦ ટન સમાન વધારો છે)

પ્ર. ૧૦૦: ૨૦૨૦ અને ૨૦૨૨ ના ઉત્પાદનનો ગુણોત્તર કેટલો થાય?

(A) ૭ : ૧૦

(B) ૫ : ૮

(C) ૪ : ૫

(D) ૩ : ૪

ગણતરી: ૭૦ : ૧૦૦ = ૭ : ૧૦

જવાબ: (A) ૭ : ૧૦

Master MCQs for Competitive Exams

Master MCQs for Competitive Exams

Master MCQs for Competitive Exams

પ્ર. ૧૦૧: કુલ ઉત્પાદનમાં ૨૦૨૩ નો હિસ્સો કેટલા ટકા છે?

(A) ૨૮.૫૭%

(B) ૨૫%

(C) ૩૦%

(D) ૨૦%

ગણતરી: (૧૨૦ / ૪૨૦) × ૧૦૦ = ૨૮.૫૭%

જવાબ: (A) ૨૮.૫૭%

Master MCQs for Competitive Exams

માહિતી (પ્રશ્ન ૯૧ થી ૯૫ માટે):

એક પરીક્ષામાં ૪૦૦ વિદ્યાર્થીઓ બેઠા હતા. જેમાં ૭૫% વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ (Pass) થયા. ઉત્તીર્ણ થયેલા પૈકી ૬૦% છોકરાઓ છે.

પ્ર. ૧૦૨: પરીક્ષામાં કુલ કેટલા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ (Pass) થયા?

(A) ૨૫૦

(B) ૩૦૦

(C) ૩૨૦

(D) ૨૮૦

ગણતરી: ૪૦૦ ના ૭૫% = ૩૦૦

જવાબ: (B) ૩૦૦

પ્ર. ૧૦૩: પરીક્ષામાં અનુત્તીર્ણ (Fail) થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી?

(A) ૧૦૦

(B) ૮૦

(C) ૧૨૦

(D) ૫૦

ગણતરી: ૪૦૦ – ૩૦૦ = ૧૦૦

જવાબ: (A) ૧૦૦

પ્ર. ૧૦૪: ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓમાં છોકરાઓની સંખ્યા કેટલી?

(A) ૧૫૦

(B) ૧૮૦

(C) ૨૦૦

(D) ૧૬૦

ગણતરી: ૩૦૦ ના ૬૦% = ૧૮૦

જવાબ: (B) ૧૮૦

પ્ર. ૧૦૫: ઉત્તીર્ણ થયેલી છોકરીઓની સંખ્યા કેટલી?

(A) ૧૨૦

(B) ૧૦૦

(C) ૧૪૦

(D) ૧૫૦

ગણતરી: ૩૦૦ – ૧૮૦ = ૧૨૦

જવાબ: (A) ૧૨૦

Master MCQs for Competitive Exams

પ્ર. ૧૦૬: ઉત્તીર્ણ થયેલા છોકરાઓ અને છોકરીઓનો ગુણોત્તર કેટલો?

(A) ૩ : ૨

(B) ૨ : ૩

(C) ૪ : ૩

(D) ૫ : ૪

ગણતરી: ૧૮૦ : ૧૨૦ = ૩ : ૨

જવાબ: (A) ૩ : ૨

Master MCQs for Competitive Exams

માહિતી (પ્રશ્ન ૯૬ થી ૧૦૦ માટે):

એક પરિવારનો માસિક ખર્ચ ₹૪૦,૦૦૦ છે.

  • ખોરાક: ૪૦%
  • મકાન ભાડું: ૨૦%
  • શિક્ષણ: ૧૫%
  • બચત: ૨૫%

પ્ર. ૧૦૭: પરિવાર દર મહિને ખોરાક પાછળ કેટલા રૂપિયા ખર્ચે છે?

(A) ₹૧૬,૦૦૦

(B) ₹૧૫,૦૦૦

(C) ₹૧૨,૦૦૦

(D) ₹૧૮,૦૦૦

ગણતરી: ૪૦,૦૦૦ ના ૪૦% = ₹૧૬,૦૦૦

જવાબ: (A) ₹૧૬,૦૦૦

પ્ર. ૧૦૮: દર મહિને કેટલી રકમની બચત થાય છે?

(A) ₹૮,૦૦૦

(B) ₹૧૦,૦૦૦

(C) ₹૧૨,૦૦૦

(D) ₹૫,૦૦૦

ગણતરી: ૪૦,૦૦૦ ના ૨૫% = ₹૧૦,૦૦૦

જવાબ: (B) ₹૧૦,૦૦૦

પ્ર. ૧૦૯: . શિક્ષણ અને ભાડા પાછળ થતો કુલ ખર્ચ કેટલો છે?

(A) ₹૧૨,૦૦૦

(B) ₹૧૪,૦૦૦

(C) ₹૧૬,૦૦૦

(D) ₹૧૮,૦૦૦

ગણતરી: ભાડું ૨૦% (₹૮,૦૦૦) + શિક્ષણ ૧૫% (₹૬,૦૦૦) = ₹૧૪,૦૦૦

જવાબ: (B) ₹૧૪,૦૦૦

પ્ર. ૧૧૦: બચત અને ભાડા વચ્ચેનો તફાવત કેટલો છે?

(A) ₹૨,૦૦૦

(B) ₹૩,૦૦૦

(C) ₹૧,૦૦૦

(D) ₹૪,૦૦૦

ગણતરી: બચત ૨૫% (₹૧૦,૦૦૦) – ભાડું ૨૦% (₹૮,૦૦૦) = ₹૨,૦૦૦

જવાબ: (A) ₹૨,૦૦૦

Master MCQs for Competitive Exams

પ્ર. ૧૧૧: શિક્ષણ પાછળ થતો ખર્ચ અને ખોરાક પાછળ થતા ખર્ચનો ગુણોત્તર કેટલો?

(A) ૩ : ૮

(B) ૨ : ૫

(C) ૧ : ૨

(D) ૩ : ૫

ગણતરી: ૧૫% : ૪૦% = ૧૫ : ૪૦ = ૩ : ૮

જવાબ: (A) ૩ : ૮

Master MCQs for Competitive Exams

અને આ પ્રકારની ઉપયોગી માહિતીના વિડીયો માટે માટેની લીંક… https://www.youtube.com/@TalatiNiranjan

ડી.એલ.એડ. પ્રથમ વર્ષ પ્રવેશ ૨૦૨૬-૨૦૨૭ માહિતી માટે લીંક:https://edu.ourgujarat.com/d-el-ed-first-year-2026-2027-કામચલાઉ-મેરિટ-યાદી-અં/

આ પ્રકારની ઉપયોગી શૈક્ષણિક માહિતી માટે વોટ્સએપ ગ્રુપમાં જોડવા માટેની લીંક… https://chat.whatsapp.com/LFadFpf6jtWJA9P9tv95Ca?s=sh&p=a&mlu=4&ilr=4

How to Score 30/30 in TET 1: https://edu.ourgujarat.com/how-to-score-30-30-in-tet-1-cdp-ultimate-child/

Maths: https://edu.ourgujarat.com/tet-1-maths-preparation-strategy/

TET 1 Syllabus: https://edu.ourgujarat.com/tet-1-syllabus/

અનંત અનંત શુભકામનાઓ…

Leave a Comment